________________
યુગાદિદેશના " यत्र तत्रापि सुलभं, धन लाभोदये नृणाम् ।
हितान्वेषी पुनस्तातः, पत्तनेऽपि न लभ्यते." “જ્યારે લાભને ઉદય થાય ત્યારે ધન તે માણસેને જ્યાં ત્યાં પણ મળવું સુલભ છે, પરંતુ પુત્રના હિતની જ વેષણ કરનાર પિતા મેટા શહેરમાં પણ મળી શકતા નથી.
આ પ્રમાણે કપટ વાચાથી સરલ મનવાળા પિતાને વિશ્વાસ પમાડી લેભથી તેમણે ત્યાંથી નિધાન લઈ બીજે ઠેકાણે એકાંતમાં રાખી દીધું. ત્યારપછી તેમણે પિતાને વિનોપચાર ઓછો કરી નાખે, કારણ કે બનાવટી પ્રેમ પતંગના રંગની માફક વધારે વખત ટકી શકતું નથી. જ્યારે તેમને વિનય ઓછો થઈ ગયે, ત્યારે શાણું રૂદ્રદેવને મનમાં શંકા ઉત્પન્ન થઈ તેથી પુત્રોને કહેલ નિધાનસ્થાન તે એકાંતમાં જેવા લાગે. સંતતિ વિનાની સુપત્નીની જેમ તે સ્થાન દ્રવ્યથી શુન્ય જોઈને શીકાથી ભ્રષ્ટ થયેલા બિલાડાની માફક તે વિલ થઇ ગયે. “આ પુત્ર શિવાય બીજુ કે નિધિનું સ્થાન જાણતું નથી, માટે ચોક્કસ આ કપટી પુત્રએજ મારૂં નિધાન હરણ કર્યું છે. આ પ્રમાણે વિચારી શ્રેણીએ પુત્રને પૂછ્યું: “હે પુત્ર! તે નિધાન કયાં ગયું?” તેમણે કહ્યું: “હ તાત! જે અમે તે નિધાન સંબંધી વાત પણ જાણતા હોઈએ, તો તમારા અથવા જન્મ આપનારી માતાના ચરણેને સ્પર્શ કરીએ અથવા તમે કહેતા હો તો તપેલી કપર્દિકા (કેડી) ઉઠાવીએ! જ્યારે પિતાના મનમાં જ અમારા ઉપર આવી અપ્રતીતિ ઉત્પન્ન થઈ તે ખરેખર અમારે પૂર્વકૃત દુષ્કર્મનેજ ઉદય થયેલ જણાય છે. હે તાત! જ્યારે તમારી અમારા ઉપર પ્રતીતિ નથી, ત્યારે બીજાઓની તો કેમજ હેઈ શકે? લાકમાં પણ એવી કહેવત છે કે, જે પોતાના ઘરમાં હલકે પડે, તે બહાર પવન કરતાં પણ હલકે પડે છે. પિતાના નિધાનની સ્થિતિ જાણવાની તેને પ્રબલ ઇચ્છા હતી છતાં કટિલતા યુક્ત ચતુરાઈથી અને મુકિત પ્રયુકિતથી તે પુત્રોએ તેને બેલવા જતાંજ અટકાવી દીધો.