________________
યુગાદિદેવના. આસ્તે આસ્તે ઓછો કર્યો પ્રથમને તેમનો આદર અને પછીથી થત અનાદર જોઈને અગ્નિશિખા મનમાં આશ્ચર્ય પામી અને તે પોતાનું નિધાન. જેવા લાગી. જ્યારે તે નિધાન તેના જેવામાં ન આવ્યું ત્યારે તેણે વિચાર્યું કે, “નિશ્ચય એમણેજકપટ પ્રપંચ રચી મારું નિધાન હરી લીધું છે. કારણ કે તે સ્થાન એમના શિવાય બીજા કેઇના જાણવામાં નથી... એકદા તે મનમાં ઇર્ષ્યા લાવી તેમને પૂછવા લાગી:–“હે પુત્રવધુ! તમે તે નિધાન લીધું છે? અગર જાણે છે?” તે બોલવા લાગી-“હે માત ! જે અમે તે નિધાનની વાત જાણતા હોઈએ તો દેવ અને સદ્દગુરૂના ચરણેને સ્પર્શ કરીએ અથવા તો સર્વ તીર્થ કરતાં વિશેષ એવા તમાશ (સાસુના) ચરણાને અડકીએ ! હે માતા! મહાન કલંકમાં પણ કુળવાનની શુદ્ધિ સોગન વડે જ થાય છે. કારણ કે ગમે તેવું મેટું સંકટ માથે આવી પડે અને છેવટે પ્રાણને પણ કદાચ અંત આવે તો પણ કુ. લીન સ્ત્રીઓ સેગનને મિથ્યા કરતી નથી. (ખોટા સેગંદ ખાતી નથી) આટલા સેગંદ ખાતાં છતાં પણ જે અમારા પર તમને વિશ્વાસ આવતું ન હોય તે તમારા કહેવા પ્રમાણે શુદ્ધિને માટે અમે દિવ્ય કરવાને તૈયાર છીએ. હે અંબ! બાલ્યાવસ્થાથી અમારા માતપિતાએ તમારા ખેાળામાં અમને મૂકી છે, તે અમારા માતા-પિતા, ગુરૂ, બંધુ અને સાસુ પણ તમેજ છે. આમ છતાં નિર્દોષ એવી અમારી ઉપર જો તમે દાને આરેપ કરશે તો ખેદની વાત છે કે જેનું અમે શરણ લીધું તેનાથી જ અમને ભય પ્રાપ્ત થયું એમ થશે. વહુઓની આ પ્રમાણેની વચન રચનાથી “મારૂ ધન નક્કી એમણેજ લીલું છે ” એ પ્રમાણે નિશ્ચય કરી તેમના પર મનમાં ગુસ્સો લાવી અગ્નિશિખાએ તરતમાં મૈન ધારણ કર્યું.
આ તરફ રૂદેવે પિતાના અવસાન સમયે શુભ ઠેકાણે વાપરવા માટે એકાંતમાં પોતાની સ્ત્રી સમક્ષ પૃથ્વીમાં જે ધન રાખ્યું હતું, તે હકીકત કુડગે સાગરને જણાવી. પહેરાવાળા અને ચારેની જેમ લોલી અને કપટી જને હમેશાં મળતા રહે છે અથવા મળી