________________
યુગાદિદેશના. પૂર્વકૃત સુકૃતથીજ, સેવાતત્પર, કુલીન અને શીલસંપન્ન એવી આ પુત્રવધૂઓ મને મળી છે. વળી એમ પણ કહેવાય છે કે સ્ત્રીઓનાં સારા ભાગ્યેજ પુત્રપછી થયેલ પુત્રી દદય અને નેત્રને આનંદ આપવાવાળી હોય છે અને તે તેમના વિશ્વાસનું મૂળસ્થાન હોય છે. તેવી પુત્રી તો મને પ્રાપ્ત ન થઈ પણ દૈવની અનુકૂળતાથી વધૂપે આ નિકૃતિ અને સંચયા મને પુત્રી સમાનજ પ્રાપ્ત થઈ છે. જે આ બન્ને પુત્રવધુ જીવનપર્યત મારી સેવા કરશે, તે આશાવિશ્રામના કારણરૂપ ધનની પછી મારે શી પરવા છે? આ બંને વધૂ મારી બહુ ભક્તિ કરે છે, માટે એમનાથી મારે કંઈપણ છાનું રાખવું ન જોઈએ, તો મારું જે ગુપ્ત નિધાનનું સ્થાન છે, તે એમને બતાવું ! કદાચ અકસ્માત મારૂં મરણ થાય તો પણ એમની ભકિતના બદલામાં એમને ધન અર્પણ કરવાથી હું તેની શીંગણ થઇશ. સર્વ કામમાં ભદ્રા (વીછી) ની માફક શિલા વહુ તે બહુ ગર્વિષ્ટ છે, તેથી મેં પ્રથમથીજ તેને ત્યાગ કરે છે, તે તેને ધન શુ આપવું ?” આ પ્રમાણ વિચાર કરી અગ્નિશિખાએ તે સ્થાન બે નાની વહુઓને બેતાવ્યું અને કહ્યું કે;-“હું જ્યારે મરણ પામું ત્યારે તમારે આ હે. ચીને લઈ લેવું.” વહુઓએ કહ્યું કે “હે માત! તમે ચિરકાળ જીવે અમારે ધનનું શું પ્રયોજન છે? તમે છો તે અમારે ધનજ છે. એ રીતે તેમણે પિતાની નિસ્પૃહતાને દંભ દેખા કહ્યું છે કે
" व्रतदम्भः श्रुतदम्भः, स्नातकदम्भः समाधिदम्भश्च; निःस्पृहदम्भस्य तुलां, व्रजन्ति नैते शतांशेन."
વ્રતારંભ, મૃતદંભ, સ્નાતકદભ, અને સમાધિદંભ એ ચારે દંભ નિઃસ્પૃહ દંભના સેમા ભાગની તુલનાને પણ પામી શકે નહીં.”
એકદા મધ્ય રાત્રે સાસુને ઠગીને લોભથી ધન લઇ બીજે કઈ ઠેકાણે તેમણે ભૂમિમાં દાટી દીધું. પોતાને સ્વાર્થ સાધી લીધા પછી તેમણે દિવસના પૂર્વ ભાગની છાયાની માફક સાસુઉપને ભકિતભાવ