Book Title: Yogdrushti Samucchaya New Edition Part 01 and 02
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૩
નિષ્કષાય શુદ્ધ આત્મા એ જ ધર્મ છે, આત્મશુદ્ધિ એ જ ધર્મ છે, તેથી વિપરીત તે અધર્મ છે. પણ સ્ફટિક રત્નને સ્વભાવ નિર્મલ છતાં, પાસે રાતું ફૂલ વગેરે બાહ્ય ઉપાધિને લીધે તેની નિર્મલતામાં ઉપરાગરૂપ આવરણ આવે છે, તેમ કમરૂપ બાહ્ય ઉપાધિને લીધે રાગશ્રેષ-મહાદિ વિભાવ પરિણામેની ઉત્પત્તિથી આત્માની નિર્મળતા અવરાય છે. તે ઉપાધિ દૂર થયે સ્ફટિક જેમ સ્વયમેવ શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે, તેમ રાગાદિ વિભાવ ઉપાધિ દૂર થયે આત્મા સ્વયં શુદ્ધ સહજ સ્વરૂપે પ્રકાશે છે. આત્માને નિર્મલ શુદ્ધ સ્વભાવ તે ત્રિકાલાબાધિત ને સ્વયં સ્થિત જ છે, આવરણ દૂર થયું કે તે બસ પ્રગટ જ છે. આમ એટલે જેટલે અંશે આવરણ દૂર થાય, વિભાવ ઉપાધિ ટળે, નિપાધિપણું આવે, એટલે તેટલું અંશે આ આત્મધર્મની સિદ્ધિ છે; અને તેવું નિરુપાલિકપણું સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી માંડીને મોક્ષપ્રાપ્તિ પર્યત ઉત્તરોત્તર પ્રગટતું જાય છે. એટલે આમ પરિશુદ્ધ આત્મસ્વભાવને પ્રગટ કરતે સર્વ પરિશુદ્ધ ધર્મવ્યાપાર એ વેગ છે, એ વ્યાખ્યા સર્વથા યથાર્થ છે.
જિમ નિર્મલતા રે રન ફટિકાણી, તેમજ જીવ સ્વભાવ; તે જિન વીરે રે ધર્મ પ્રકાશિઓ, પ્રબળ કષાય અભાવ. શ્રી સીમંધર જે જે અંશે રે નિરુપાધિકપણું, તે તે જાણે રે ધર્મ; સમ્યગુદષ્ટિ ગુણઠાણાથકી, જાવ લહે શિવશ.”–શ્રી યશોવિજયજી.
“જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે તે પ્રકાર અન્યરૂપ છે, ધર્મરૂપ નથી.”– શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૨૯. (૪૩)
મેક્ષની સાથે જે તે યુગ” એ મુખ્ય વ્યાખ્યા જ્યાં યથાર્થ પણે લાગુ પડે છે એવા આ પરિશુદ્ધ ધર્મવ્યાપારનું જવલંત ઉદાહરણ જૈનશાસ્ત્રોક્ત આ પંચવિધ યોગ છે અધ્યાએ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિક્ષય એમ ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ આ પાંચ તબકકાવાળો ( tag" s) યોગ કહ્યો છે (જુએ બબિંદુ . ૩૫૮-૩૬ ૭)
નિજ સ્વરૂપ જે કરિયા સાથે, તે અધ્યાતમ કહિયે રે, જે કિરિયા કરી ચઉતિ સાધે, તે ન અધ્યાતમ લહિયે રે.... શ્રી શ્રેયાંસક નામ અધ્યાતમ ઠવણ હક ધ્યાનમ, દ્રવ્ય અધ્યાતમ છડે રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું દઢ રે’– શ્રી આનંદઘનજી.
(૨) ચિત્તવૃત્તિનિરોધ તે યોગ જો અત્તનોધ:' ચિત્તવૃત્તિનો વિરોધ તે એગ, એવી મુનિ પંતજલિએ કરેલી ગવ્યાખ્યા પણ એ જ પ્રયેાજન દાખવે છે, કારણ કે ચિત્તનિરોધ થાય ત્યારે