________________
દુ:ખનું
ઔષધ
તને બીજુ કઈ દુઃખી કરતું નથી, તારી પોતાની વાસના જ તને દુઃખી કરે છે. “જે દિ તારી વાસના નષ્ટ થઈ જશે તે દિ દુઃખ નહી રહે.
તારામાં માનપ્રાપ્તિની વાસના છે અને તેને કોઈએ માન આપ્યું નહીં, ત્યારે તું એને દુ:ખ આપનાર માને છે ! પરંતુ હકીકતમાં, જે માનપ્રાપ્તિની તારી વાસના જ ન હોત તો તેને તું દુ:ખ આપનાર ન માનત.
| માટે જ્યારે જ્યારે તને લાગે કે “ દુઃખી છું” ત્યારે ત્યારે એની પાછળ કાર્ય કરતી વાસનાને શોધી કાઢજે અને એને નિમૂળ કરવાના ઉપાયે કરજે. પછી બીજું કઈ તને દુઃખ આપનાર નહિ લાગે.
રસ્તામાં ચાલ્યા જતાં અચાનક ખાડો આવે ને પડી જવાય... ત્યારે કેટલું દુઃખ થાય છે ? જોઈને ન ચાલ્યા તેનો કેટલો બધે પશ્ચાતાપ થાય છે ? એમ કોઈ દુષ્ટ વિચાર રૂપી ખાડામાં મન પડી જાય ત્યારે કેટલું દુઃખ થાય છે? કેટલો પશ્ચાતાપ થાય છે ? ખરાબ વિચાર કર્યા પાછળ તીવ્ર દુઃખ અને પશ્ચાતાપ વિના પુનઃ આપણે એ વિચારથી પાછા નહિ ફરી શકીએ.
ખરાબ વિચાર એટલે ઊંડો ફૂ! એવી આત્મપ્રતીતિ વિના તે કૂવામાં જ પડવાનું થશે. ખરાબ વિચારો અટકાવવાની તીવ્ર ઝંખના વિના ખરાબ વિચારો નહિ જ અટકે. આપણું રતિ-આનંદનું પાત્ર માત્ર વિષયે નથી, આપણું રતિનું પાત્ર તો છે પરમાત્મા તીર્થકર દેવ. પરમાત્મા પ્રત્યે રતિ કરી શકીએ તે મનુષ્ય છીએ!
ચિત્ત પ્રસન્નતા