________________
ખરેખર ઉપકાર કરેલ છે કે જેના ઉપદેશ તથા તપશ્ચર્યાથી શ્રાવક તથા શ્રાવિ કાઓને ઉચ્ચ સ્થાનમાં જવાને મદદ મળી છે.
સંવત ૧૫૭ની સાલમાં કમોગે પિતાને સ્વર્ગમાં નિવાસ થયો તે જોઈ પિતાના મનમાં ઉદ્દભવ્યું કે અહો! આ વખત દરેક જીવને આવવાનો છે તે આવા દુઃખમય સંસારમાં મારે શાવાતે ફેતર્યા ખાંડવાં? કે જેનું ફળ કંઈજ નહિ. એવા ઉમદા વિચારને આધીન થઈ ફક્ત બાર વરસની ઉમ્મરમાં પિતે વૈરાગ્યભાવ પામી સ્થાનકવાસીમાં ગેંડલના સંઘાડામાં દેવચંદજી સ્વામી પાસે દીક્ષા લીધી અને પોતાનું નામ અમૃતલાલસ્વામી રાખ્યું હતું. એમણે આઠ વર્ષ સુધી અભ્યાસની સાથે શાસ્ત્રાવલોકન કરવા માંડયું. દશવૈકાલિકસૂત્ર વાંચવાનો પ્રસંગ ઉત્પન્ન થયા અને તે સૂત્રના આઠમા અધ્યાયની એક ગાથામાં પ્રતિમામંડનની સાબીતી ભાસવા લાગી તે ઉપરથી ગુરૂજી મહારાજશ્રી દેવચંદજી સ્વામીને પૃચ્છા કરતાં તેમણે નકારમાં જવાબ આપે અને કીધું કે તારી શંકા નિમૂળ છે પણ તેમના અંતઃકરણમાં તે ઉપરથી શંકાએ વધારે મજબૂત સ્થાન કર્યું
તપસ્વીજી માણેકચંદ સ્વામીને સમાગમ થતાં સદરહુ પ્રશ્ન તેમને પણ પૂછયે, તેમણે પણ મનના સમાધાનપૂર્વક જવાબ નહિ આપતાં સમજણુમાં ખામી બતાવી.
કેટલીક મુદત વીત્યા પછી તપાગચ્છના સાધુ મહારાજજી બુદ્ધિસાગરને સમાગમ થતાં તેમણે યુક્તિપ્રયુક્તિથી શાંતિપૂર્વક શાસ્ત્રના અભિપ્રાય સાથે તેમના મનનું સમાધાન કરતાં જણાવ્યું કે ભગવતીજી, રાયપ્રસણ, જીવાભિગમ વિગેરે શાસ્ત્રમાં મૂર્તિમંડનનાં અનેક પ્રમાણે છે. તેથી સદરહુ સ્વામી અમૃતલાલનું મન નિર્ણય ઉપર આવી ગયું.
શેડો વખત જવા દઈ સદરહુ સ્વામી અમૃતલાલ, પંન્યાસજીશ્રી ચતુરવિજય મહારાજશ્રીના શિષ્ય ખેમાવિજયજી મહારાજ પાસે સ્થાનકવાસીમાંથી છુટા પડી જૈનતાંબરમાં પાટણ શહેરમાં ઘણી ધામધૂમથી દીક્ષા લઈ અમૃતવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા અને વડી દીક્ષાને પણ પ્રસંગ તેજ શહેરમાં થયે હતે.
સદરહુ મહારાજજીએ પ્રથમ ચાતુર્માસમાં ખંતપૂર્વક પાંચ પ્રતિકમણ, સાધુ આવશ્યકની કિયા તથા બીજી સર્વ ક્રિયા કરી અને અઠ્ઠાઈ મહોત્સવ કર્યો.
બીજું મારું ધ્રાંગધ્રામાં થયું. ત્યાં ફાગણ માસમાં દશ ઉપવાસ કર્યા હતા તથા એક માસખમણ કર્યું હતું. ચાતુર્માસ પૂર્ણ થયા બાદ વિહાર કરી અમદાવાદના સંઘના અગ્રેસરે શેઠીઆના આગ્રહથી સંઘમાં સાથે રહી પાલીતાણુની યાત્રા કરી અને ફાગણ માસમાં ૧૧ ઉપવાસ કરી અશુભ કર્મને