________________
કથાની ઉત્પત્તિ
[ ૭ ]
એમાંનાં એકે કહ્યું-“વયસ્ય ! અહો! આજે આપણે આ અતિશયવાળા તીર્થકરનાં દર્શન કર્યા તથા સર્વે ભાવોની અભિવ્યક્તિ-સ્પષ્ટતા કરનાર ઉપદેશ સાંભળે, તેથી મનુષ્ય જન્મનું સઘળું ફળ આપણને મળ્યું. આથી વિશેષ જોવા લાયક કે સાંભળવા લાયક બીજુ કંઈ નથી, એવો મારો મત છે. આ સંસારમાંથી મોક્ષ પામવાનો ઉપાય ભગવાને હસ્તામલકવત્ દર્શાવ્યા, તે તેમજ છે, એમાં કંઈ શંકા નથી. મુશ્કેલીએ કરીને પણ આ યોગ પ્રાપ્ત થઈ શકે એમ નથી, તેથી તીર્થંકરના ચરણમાં વિના વિલંબે આપણે દીક્ષા લઈએ.”
બીજાએ કહ્યું-“તું કહે છે તે સત્ય છે. આપણે ભાવપૂર્વક ધર્મ સાંભળ્યું છે. આ અથવા બીજા તીર્થકરનાં આપણે ફરી વાર દર્શન કરીશું ત્યારે દીક્ષા લઈશું.”
ત્રીજાએ કહ્યું-“અમેહ તથા જેમણે કમેને ક્ષય કર્યો છે એવા તીર્થકરને કંગાલ માણસો જેમ રનરાશિ જુએ તેમ, આપણે જોયા છે. માટે નિશ્ચય કરે.”
ચેથાએ કહ્યું-“ તીર્થકરના દર્શનને અનુલક્ષીને તમે સંદેહ કર્યો છે, માટે આપણે પાછા જઈએ. સર્વજ્ઞ અરિહંત સંશયને નાશ કરશે.”
તેઓ પાછા ગયા અને તીર્થકરને વંદન કરીને પૂછવા લાગ્યા–“ભગવન્! શું અતીત કાળમાં ધર્મદેશના આપનાર તીર્થકર થયા છે અને ભવિષ્ય કાળમાં થશે?” ભગવાને કહ્યું– “ભરત–રવતમાં અવસર્પિણી–ઉત્સર્પિણના દશમા-દશમાં કાળભાગમાં ચોવીસ તીર્થંકર થાય છે. વિદેહમાં જઘન્યપદે ચાર-ચાર એકી સાથે થાય છે, અને ઉત્કૃષ્ટપદે બત્રીસ. આ પ્રમાણે તીર્થકરનું દર્શન દુર્લભ છે. દર્શનથી પણ વચન દુર્લભ છે. એ વચનને સાંભળીને કર્મની ગુરુક્તાને કારણે કેટલાક માણસો તેમાં શ્રદ્ધા રાખતા નથી, કર્મની વિશુદ્ધિએ કરીને શ્રદ્ધા રાખવા છતાં તેઓ સંયમ લેવામાં નિરુત્સાહ થાય છે. ચક્ષુવાળો જે માણસ સૂર્યને ઉદય થતાં મૂઢતાને કારણે આંખો મીંચીને બેસી રહે છે તેને માટે સૂર્યોદય નિરર્થક છે. એ જ પ્રમાણે જે અરિહંતનું વચન સાંભળવા ઈચ્છતું નથી, સાંભળીને તેમાં શ્રદ્ધા રાખતું નથી અથવા શ્રદ્ધા રાખવા છતાં તેને સફળ કરતો નથી તેને માટે અરિહંતનું દર્શન નિષ્ફળ જાય છે.” ભગવાન વડે આ પ્રમાણે ઉપદેશ કરાયેલા તેઓએ એ સમવસરણમાં જ દીક્ષા લીધી અને સંસારનો અંત કરનારા થયા.
એ પ્રમાણે છે વડિલે! પણ જે સુધર્માસ્વામીના ઉપદેશને અત્યારે જ આચરણમાં નહીં મૂકું તે સમય જતાં વિષયોમાં આસક્ત થયેલા એવા મારી ધર્મમાં પ્રતિપત્તિ જ નહીં સંભવે. માટે મને રજા આપો.”
ત્યારે ઋષભદતે કહ્યું- વત્સ ! વિષયની પ્રાપ્તિના હેતુરૂપ વિપુલ ધન તારી પાસે છે, તે તેને પૂરેપૂરે ઉપગ કરીને પછી દીક્ષા લેજે.” ત્યારે જંબુએ કહ્યું–“સાંભળો–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org