________________
પ્રિયંગુરુન્દરી લંક
[ ૩૮૧ ]
હાર જઈને હું બોલ્યા, “અહો સ્વામિનિ ! હારની કેવી શોભા છે!” તેણે મને કહ્યું, “લઈ લે. ” હું બોલ્યો, “મારે નથી જોઈત.કૌમુદિકાએ મને કહ્યું, “નથી શું જોઈતો?” એટલે હું બે , “ભલે, સાચવીશ.” તે બોલી, “કંઈક જૂઠી વાત છે.” કંઈક બનાવટ છે” એમ વિચાર કરીને હું નીકળ્યો. પછી મધ્યાહ્નકાળે ઘેર આવ્યો, ત્યારે રુદન કરતી મારી માતાએ મને કહ્યું, “તેં મારો વિનાશ કર્યો. ” મેં કહ્યું, “શું કારણ છે?એટલે માતા બોલી, “આ કોમુદિકા અહીં હાર ફેંકી દઈને કેમ ગઈ?.” “હા! કષ્ટની વાત છે! મારે નાશ થયો !” એમ બોલતો હું કન્યાની પાસે ગ. કન્યાને પગે પડ્યા પછી ઊઠીને મેં આ વચનથી વિનંતી કરી કે, “સ્વામિનિ ! પ્રસન્ન થાઓ; હાર અહીં મંગાવી લે, તેથી મને જીવિતદાન આપ્યું ગણાશે.” એટલે કન્યા બોલી, “ડરીશ નહીં, મારે હાર તારે ઘરે ભલે રહ્યો. ”
હવે, એક વાર કિન્નરી (નામે સ્ત્રી) મારી પાસે આવીને આક્રોશ કરવા લાગી, ગાળો દેવા લાગી અને કંઈક પરિહાસ પણ કરવા લાગી. હું ગુસ્સે થઈને મારવા દોડયો, ત્યારે તે ઘરમાં પેસી ગઈ. હું પણ તેની પાછળ ગયે. તેણે મને કહ્યું, “આ સ્થાન કર્યું છે તે પહેલાં જાણી લેજે, પછી મને સ્પર્શ કરજે.” એટલે હું ભયથી અટકી ગયો.
એટલામાં કન્યાને પ્રિયંગુસુન્દરીને) સહસા મેં મારે પગે પડતી જોઈ. તે મને કહેવા લાગી, “તમારી કૃપાથી હું જીવન ઈચ્છું છું.” એટલે મેં ખડ્ઝ ખેંગ્યું. તે બોલી, “હું તો જીવતી પણ મરેલી જ છું.” પછી મેં તેનો ચેટ પકડીને ઊંચી કરી. તે બોલી, “મારું માથું કાપી નાખો.” એટલે દુઃખ અને ભયથી જેનું હૃદય છવાઈ ગયું છે એવો હું વિચારમાં પડી ગયો, અને તે વખતે કૌમુદિકાનાં વચને મારા હૃદયમાં અથડાવા લાગ્યાં. દાસીઓ મને કહેવા લાગી, “દેવીની વિજ્ઞપ્તિ સાંભળો. તમે પૂર્વે જે કહ્યું હતું કે-પિતાના જીવવડે પણ મિત્ર પ્રિય કરે છે, તેનો સમય આવી પહોંચે છે. સ્વામિની જે કહે છે તે કરે, અથવા તમારે મરવું પડશે. તમને જેમ યોગ્ય લાગે તેમ કરીને તે આર્યપુત્રને (વસુદેવને ) અહીં લા. જે તે (વસુદેવ ) નથી, તે તે (પ્રિયસુંદરી ) પણ નથી, અને તે તમે પણ નથી.” પછી “ભલે” એમ કહીને તે પ્રિયંગુસુન્દરીને માટે હું તમારી પાસે આવ્યો છું. માટે હે સ્વામી! તમારા પ્રતાપથી દેવીનું તેમજ મારું જીવન ટકી શકે એમ છે. ”
(ગંગરક્ષિતે આ પ્રમાણે કહ્યું, એટલે હું બે, “વિચાર કરીશ.” તેણે પણ કહ્યું, “ભલે, એમ થાઓ.” પછી તે મારી પાસેથી જલદીથી નીકળે. હું પણ વિચાર
૧. આ તથા પછીની કંડિકાનો પાઠ મૂળમાં અશુદ્ધ અને ભ્રષ્ટ છે, વાકાને બંધ પણ શિથિલ છે. આથી અર્થ અસ્પષ્ટ રહે છે અને પૂર્વાપર સંબંધ બેસતું નથી. મૂળ ગ્રન્થને કેટલાક ભાગ અહીં ખંડિત થયા હોય એ અસંભવિત નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org