Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 530
________________ હિણું લંભક [૪૭૫ ] મને શણગાર કર્યો. “કુળના ભાગને ઈચ્છનારને વિશિષ્ટતર રસની પ્રાપ્તિ થશે.” એમ બેલતી તેઓએ, સુમિત્રની સાથે વાત કરીને પછી, લલિતશ્રીની સાથે મને સ્નાન કરાવ્યું. જ્યાં મોતીની ઝાલરો લટકાવવામાં આવી હતી એવા, જેની ભૂમિ ઉપર સુગંધી પુષ્પ વેરેલાં હતાં એવા તથા નાસિકાને ગમે તેવા ૫ વડે સુવાસિત વાસગૃહમાં હું મંગલપૂર્વક પ્રવેશે. પછી મને આનંદ કરાવીને, જેને અભિપ્રાય સિદ્ધ થયે છે એ સુમિત્ર ભદંત ગયે. આનંદિત થઈને પાંચ પ્રકારનાં વિષયસુખેને અનુભવ કરતે હું પણ અયંત્રિતપણે વિહાર કરવા લાગ્યો. પ્રસંગ લાવીને કથાન્તરમાં મેં લલિતશ્રીને મારું એાળખાણ આપ્યું. આથી અધિક વિનયશીલ થઈને, સ્ના જેમ ચંદ્રનું અનુસરણ કરે તેમ, તે મને અનુકૂળ વર્તવા લાગી. આ પ્રમાણે બનાવટી મૃગની ભાવના વડે પ્રાપ્ત કરેલી તે લલિતશ્રી સાથે મારે સમય સુખપૂર્વક વિતતે હતો. (૨૭ રવિણ લંભક એક વાર લલિતશ્રીને કહ્યા સિવાય હું એકલે નીકળ્યો અને કુશળ જનો વડે વસાયેલા કેસલા જનપદમાં પ્રવે. અષ્ટ રહેલી દેવતા મને કહેવા લાગી, “પુત્ર વસુદેવ ! હિણી કન્યા મેં તને આપી છે; સ્વયંવરમાં તેને જોઈને પણવ (વાઘવિશેષ) વગાડજે.” તે વસ્તુ મેં સ્વીકારી. રેહિણને સ્વયંવર ભારતના પ્રધાન નરપતિઓના આવાસ વડે મંડિત એવા રિખપુરમાં પહે, વારિત્ર વગાડનારાઓની સાથે હું એક પ્રદેશમાં રહ્યો, અને મેં ઘેાષણ સાંભળી કે, “કાલે, રાત્રિ વીતીને પ્રભાત થશે ત્યારે, રુધિર રાજાની મિત્રદેવી રાણીથી થયેલી પુત્રી રોહિણકુમારીના સ્વયંવરમાં રાજાઓએ સજજ થઈને હાજર રહેવું.” રાત્રિ વીતી ગઈ અને સૂર્યનાં કિરણે વડે કમલવન વિકાસ પામવાને સમય થયો ત્યારે ઉત્તમ વસ્ત્રોની શોભા વડે અલંકૃત થયેલા રાજાઓ મંચ ઉપર આરૂઢ થયા. પછી હું પણ ૫ણવ વગાડનારાઓની સાથે પણ હાથમાં લઈને એક મંચ ઉપર આરૂઢ થયે. પછી કંચુકીઓ અને વૃદ્ધ વડે પરિવરાયેલી તથા સંપૂર્ણ ચંદ્રમંડલ જેવા આકારવાળા ઉપર ધરાતા છત્ર વડે કરીને, ઢોળાતા ધવલ ચામરયુગલવાળી જાણે બીજી રતિ હોય એવી રહિણું સ્વયંવરભૂમિમાં આવી પહોંચી. પુત્ર સહિત જરાસંધ, ૧. અર્થાત અમે ફળભાગ માગીએ તે અમને પણ વિશિષ્ટતર રસની સંપ્રાપ્તિ કેમ નહીં થાય ? એવો કંઇક વિનોદ-શૃંગારાત્મક અર્થ લાગે છે. લલિત પ્રીની સખીઓ આ પ્રમાણે વિદમાં કહીને પછી વરકન્યાને સ્નાન કરાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544