Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 528
________________ - - લલિતશ્રી લંક | [ ૭૩ ] પ્રશંસા કરેલી છે એવાં ઘાટીલાં અંગવાળી, મૃદુ, પરિમિત અને મધુર વચન વડે શ્રવણ અને મનનું હરણ કરનારી, લલિત ગતિ વડે હંસોનું અનુસરણ કરનારી અને કુલવધૂના વેશનું અનુવર્તન કરનારી ગણિકાપુત્રી લલિતશ્રી પૃથ્વી પતિની ભાર્યા થવાને ગ્ય છે, એમ શાસ્ત્રકારે કહે છે. તે પુરુષષિણી છે, અને જાણે ચિત્રકર્મમાં આલેખેલી હોય એવી (સુન્દર) તે મારી પાસે વારંવાર આવે છે. મેં તેને પૂછયું હતું કે, “પુત્રિ! તું યોવનવતી અને કલાઓમાં નિપુણ છે, પણ પુરુષ પ્રત્યે તને છેષ કયા કારણથી છે?” લલિતશ્રીને પૂર્વભવ તેણે કહ્યું, “તાત! એનું કારણ છે, તે હું તમને કહું છું. આ પૂર્વે કેઈ યતિ અથવા ગુરુને-વડીલને મેં તે કહ્યું નથી. આ પહેલાંના ભાવમાં હું એક વનપ્રદેશમાં મૃગલી હતી. સોનેરી પીઠવાળા મૃગની હું વલભી હતી, અને તે પણ અનેક પ્રકારે મારા ચિત્તને અનુકૂળ વર્તન કરતો હતો. એક વાર ગ્રીષ્મ ઋતુમાં પારધિઓએ મૃગોના યૂથ ઉપર હુમલો કર્યો, એટલે તે યૂથ ચારે બાજુએ નાસી ગયું. તે મૃગ પણ મારે ત્યાગ કરીને ત્વરાપૂર્વક નાસી ગયે. સગર્ભા અને પરાક્રમ વગરની એવી મને નિર્દય પારધિઓએ પકડી, અને ધનુષ્યથી (છડેલા બાણ વડે) તેઓએ મારે વધ કર્યો, એટલે હું અહીં જન્મી. બાલ્યાવસ્થામાં રાજાના આંગણામાં ક્રીડા કરતાં મને મૃગનું બચ્ચું નજરે પડવાથી પૂર્વજન્મનું સ્મરણ થયું. એટલે મારા મનમાં નિશ્ચય થયે, “અહો ! બળવાન એવા પુરુષે કપટી અને અકૃતજ્ઞ હોય છે. પેલો મૃગ મને એવી રીતે ભેળવીને, એક પ્રદેશમાં મારો ત્યાગ કરીને ચાલે ગયે. આજથી મારે પુરુષને જોવાનું પણ કામ નથી.” હે તાત! આ કારણથી હું પુરુષ પ્રત્યે શ્રેષવાળી છું.” મેં (પરિવ્રાજકે) તેને કહ્યું, “આ નિશ્ચય તારે માટે યોગ્ય છે.” હવે, એ કન્યા તમારી (વસુદેવની) શુશ્રષા કરવાને યોગ્ય છે, માટે તે સુખી થાય એવા ઉપાયનું ચિન્તન કરે.” મેં વિચાર કરીને પરિવ્રાજકને કહ્યું, “ભલે એમ થાઓ; કઈ વસ્ત્ર તૈયાર કરે; લલિતશ્રીના ચિત્તનું આકર્ષણ કરવા માટે, અને એમ કરવામાં તમારું પ્રિય થાય છે એમ ધારીને એ વસ્ત્ર ઉપર અભિપ્રેત વસ્તુનું આલેખન કરીશ.” તે બોલ્યો, “અગાઉથી સજજ કરેલી વિવિધ રંગની પીંછીઓ તૈયાર છે.” પછી મેં (પરિવ્રાજક પાસેથી) સાંભળેલું મૃગચરિત તેના ઉપર આલેખ્યું. યૂથ નાસી ગયું તે વખતે ચારે બાજુ દષ્ટિ કરીને તે મૃગીને નહીં તે, અને તેથી ઉદાસ થઈને આંસુ સારતે તથા દાવાનળની જવાળાએમાં પિતાની જાતને ફેંકી દેતો કનકની પીઠવાળો મૃગ મેં દર્શાવ્ય-ચીતર્યો. જેમાં દાવાનળરૂપી વિનાશને વૃત્તાન્ત ચીતરે છે એવું તથા ચક્ષુરમણીય એવું તે હરિનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544