Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 527
________________ [ ૪૭૨ ] વસુદેવ—હિંડી : : પ્રથમ ખંડ : થશે. ’મેં કહ્યું, “ અંધ અને પશુ અને સક્રિય અને સચેતન છે. ( જ્યારે આપણા ચર્ચાવિષયમાં પુરુષ સચેતન અને પ્રકૃતિ અચેતન છે. ) પરિસ્પ-ચેષ્ટા જેનુ લક્ષણ છે એવી ક્રિયા છે, તેનાથી ખેાધ જેનું લક્ષણ છે એવુ જ્ઞાન થાય છે. શ્રોત્રન્દ્રિયમાં પરિણત થયેલા-જેની શ્રવણશક્તિ અત્યંત તીવ્ર છે એવા અંધ શબ્દ વડે વસ્તુ જાણે છે. એ સંબંધમાં દેવદત્ત ( અંધ ) અને યજ્ઞદત્ત( પંગુ )નું ઉદાહરણ છે. હૃષ્ટાન્તથી વિશેષ બતાવું છું કે-વિશુદ્ધ અને જ્ઞાની એવા પુરુષને વિપરીત પ્રત્યય-વિપરીત જ્ઞાન સંભવતુ નથી. ( અથવા ખીજો અ-આ હૃષ્ટાન્ત વડે અનેક સામાન્ય જ્ઞાના જેમાં અંતર્ગત છે એવું વિશેષ જ્ઞાન વિશુદ્ધ જ્ઞાની એવા પુરુષને થવાના સ ંભવ નથી ). પ્રકૃતિના નિશ્ચેતનપણાને લીધે માત્ર એકલુ જ્ઞાન કાર્ય સાધક થતું નથી; જેમકે—વિકારના જ્ઞાનમાત્રથી રાગના નાશ થતા નથી, પણ સૂચના અનુસાર અનુષ્ઠાનથી ( ઓષધા અને પથ્યાદિ વડે ) થાય છે. સાચે જ, આત્મા એ જ્ઞાનસ્વભાવ છે, પાતે જ કરેલાં જ્ઞાનાવરણીય કર્મને વશ વતા એવા તેને વિપરીત પ્રત્યય-વિપરીત જ્ઞાન કે સંશય થાય છે; જેમ પાતે જ કરેલા ત ંતુએથી વીંટાયેલા કેશેટાના કીડાની ગતિનેા રેધ થાય છે તેમ. તે જ આત્માને જ્ઞાનાવરણીયના ક્ષયેાપશમથી દેશજ્ઞતા-મત્યાદિ જ્ઞાન થાય છે; જ્ઞાનાવરણીયના ક્ષયથી સર્વજ્ઞતા થાય છે અને તે સિદ્ધ કહેવાય છે; કરહિત એવા તેને વિપરીત પ્રત્યય થતા નથી. એકદેશને જાણનારા કરતાં સર્વજ્ઞના વિશેષ છે, તેથી પૂર્વગતિ ઉપલબ્ધ થાય છે; જેવી રીતે લાખ, કપાત ( અથવા લાખનાં ખનાવેલાં કપાત ) આદિ બ્યામાં ઊંચાઇ અને ઘેરાવા એ સામાન્ય ધર્મ છે, તથા કૃષ્કૃત્વ, સ્થિરત્વ, ચિત્રલ૧ ( રંગ આદિ ) વિશેષષમાં છે; તે બાબતમાં આંખે ઓછું દેખાતું હાય ( અથવા પ્રકાશ મન્દ હાય ) તા જ સંશય અથવા વિપરીત પ્રત્યય થાય, તે વસ્તુઓ અત્યત પાક્ષ-દૂર અથવા પ્રત્યક્ષ હાય તા ન થાય; માટે તમારા આ મેાક્ષના ઉપદેશ શુદ્ધ નથી. રાગદ્વેષથી અભિભૂત થયેલા અને વિષયસુખની અભિલાષા રાખતા જીવ, દીવા જેમ તૈલાદિનું ગ્રહણ કરે છે તેમ, કર્મોને ગ્રહણ કરે છે, કર્મથી સંસાર ઉત્પન્ન થાય છે; વૈરાગ્યના માર્ગો ઉપર રહેલા, હળુકમી, જ્ઞાની, સંયમથી જેણે આત્સવને રોકયેા છે એવા તથા તપ વડે ઘાતી અને અઘાતી કર્મોને જેણે ખપાવ્યાં છે એવા જીવને નિર્વાણની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે સંક્ષેપ-સાર છે. ” આ પ્રકારનાં વચને વડે સંતુષ્ટ થયેલા તે પરિવ્રાજકે મને કહ્યું, “ આપણે મઠમાં જઇએ, ત્યાં વિશ્રામ કરજો. ” લેાકેા તેને માટે લેાજન લાવ્યા. મને શાસ્રોના વિપુલ જ્ઞાનવાળા જાણીને તે પરિવ્રાજક જમ્યા પછી મને હપૂર્વક કહેવા લાગ્યા— ભદ્રસુખ! સર્વેના અને વિશેષે કરીને ગુણવાનાના હું સુમિત્ર છું ( અર્થાત્ મારું નામ સુમિત્ર છે ). ભિક્ષુકધર્મ થી વિરુદ્ધ એવું હું તમને કહું છું—કન્યાલક્ષણમાં જેની ૧. મૂળમાં પતિવ્રુઘ્નોદ્ધા છે, તેના અર્થ પૂરતા સ્પષ્ટ થતા નથી. 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544