Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 529
________________ [ ૪૭૪ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ : ચરિત જેતે હું બેઠો હતે. એવામાં ગણિકાની દાસી સુમિત્રની પાસે આવી અને તે ચિત્રકામને જોઈને ચાલી ગઈ. થોડીવાર પછી મારી પાસે આવીને તે કહેવા લાગી, “આર્ય! તમને વાંધો ન હોય તે આ ચિત્રપટ થોડીક વાર માટે આપો. અમારી સ્વામિની તે જેવાને ઇચ્છે છે.” મેં તેને કહ્યું, “બાલિકે ! આ સ્વચરિત મેં મારા વિદ–આશ્વાસનને માટે ચીતર્યું છે, આ પ્રકારે તેં વિનયપૂર્વક યાચના કર્યા પછી હું તને તે કેમ નહીં આપું? પણ તે પાછું લાવજે.” “ભલે” એમ કહીને, ચિત્ર લઈને તે ગઈ અને બીજે દિવસે આવીને કહેવા લાગી— આય! સુમિત્રશ્રીની પુત્રી, અમારી સ્વામિની લલિતશ્રીને મેં કહ્યું હતું, “આ પટ જુઓ.” ચિત્રપટ હું તેની પાસે લઈ ગઈ, અને તેને તે વિષે કહ્યું, “સ્વામિનિ ! તે આર્યને તેમનું આ સ્વચરિત સહીસલામત પાછું આપવાનું છે.” પછી ધ્યાનથી નિશ્ચલ આંખવાળી તે પહોળા કરવામાં આવેલા પટને ઘણી વાર સુધી જોઈને અશ્રુજળ વડે ધેવાતાં કપલ અને પધારવાળી તથા અન્યમનસ્ક થઈ. મેં તેને વિનંતી કરી, “શા કારણે આ રુદન કરો છો? શા માટે અન્યમનસ્ક થાઓ છે? અથવા શું પરિજનો ઉપર તમારો અધિકાર નથી કે જેથી પોતાની જાતને પીડા આપ છો?” એટલે તેણે પોતાનાં આંસુ લૂક્યાં અને મને કહ્યું, “સખિ! સ્ત્રીજને છીછરા હૃદયવાળાં, કાર્યકાર્યની ગણના નહીં કરનારા અને અદીર્ધદશી હોય છે. પ્રિયજનના સંબંધમાં મેં કંઈક દુષ્ટ વસ્તુ વિચારેલી હતી, તેથી પિતાના એ અપાંડિત્ય-સૂર્ણપણાની નિન્દા કરતી એવી મને શોક થયે. માટે મને કહે-સજીવન હોય એવું આ મૃગયૂથ જેમણે આલેખેલું છે તે આર્ય કયી વયમાં રહેલા છે?” મેં કહ્યું, “યૌવનના ઉદયમાં રહેલા છે. એમના રૂપનું અનુસરણ કદાચ બીજે કામદેવ કરી શકે, એ હું તર્ક કરું છું.” પછી “ ગ્ય છે” એમ કહીને, હર્ષ પામેલી તેણે પોતાની માતાને વિનંતી કરી, “માતા ! તાત સુમિત્રના મઠમાં અતિથિ રહેલા છે; કાલ પ્રભાતે તેમની પૂજા કરજે.” હર્ષિત થયેલી માતાએ તે સ્વીકાર્યું કે, “પુત્રિ! તને જે રુચે તે થાઓ.” પછી આજે તેણે મને આજ્ઞા કરી છે કે, “તે આર્ય અતિથિને વિનંતી કરી કે અમારા ઘરમાં આસનપરિગ્રહ કરે.” (આ પ્રમાણે દાસીએ કહ્યું.)” મેં કહ્યું, “આ વિષયમાં ભદંતનું કથન પ્રમાણ છે.” એટલે તેણે સુમિત્રને પ્રણામ કરીને કહ્યું, “તાત ! પુત્રી લલિતશ્રી વિનંતી કરે છે કે-તમારા જે અતિથિ છે તેમને અમારે ઘેર પણ પ્રવેશ કરાવીને અમારો પરિચય કરાવે.” એટલે “કાર્ય થયું” બોલતે તથા જેણે બલિકર્મ કર્યું છે એવો સુમિત્ર મને ગણિકાને ઘેર લઈ ગયે. સુમિત્રે વર્ણન કર્યું હતું તેવી લલિતશ્રીને મેં જોઈ. અર્થથી મારી પૂજા કરવામાં આવી. કુતૂહલથી આકર્ષાયેલી ગણિકાઓ એકત્ર થઈ. લલિતશ્રીનું ચિત્ત જાણી લઈને હસતી એવી તેઓએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544