Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 525
________________ [ ૪૭૦ ] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ ? એટલે મને માલૂમ પડ્યું કે, “આ પાવતીના જેવી છે, પણ તે પોતે નથી.” પછી પરિજન સહિત મારું અભિનંદન કરતા પલ્લી પતિએ મને તેનું પાણિગ્રહણ કરાવ્યું, એટલે ભ્રમરી જેમ પુષ્પયુક્ત ચંપકવૃક્ષનું સેવન કરે તેમ, તે મારી સેવા કરવા લાગી. ઘણુ સનેહપૂર્વક મેં તેને પૂછ્યું, “પ્રિયે! ઉન્મત્ત થયેલા અને જેનું કુલ અને શીલ જાણવામાં આવ્યું નથી એવા મને તારું દાન કેમ અપાયું?” એટલે તે બેલી, “સાંભળે, આર્યપુત્ર!– અમોઘવહારીને પૂર્વવૃત્તાન્ત (શત્રુઓ વડે) પરાજિત થયેલા મારા પિતામહ અમેઘપ્રહારો આ દુર્ગને આશ્રય કરીને સામંત રાજાઓને સતાવે છે. મારા રૂ૫ વિષે સાંભળતા તે રાજાઓ અનેક પ્રકારે મારું માથું કરે છે, પણ “રખેને હું આક્રમણને પાત્ર થાઉં” એમ વિચારીને મારા પિતામહ તેમાંથી કેઈને મારું કન્યાદાન આપતા નથી. એક વાર કેલ્લયર નગર ગયેલા અમારા માણસેએ તમને પૂર્વે જોયેલા હોવાથી, અટવીમાં તમને ઓળખ્યા. તેમણે રાજાને નિવેદન કર્યું કે, “સ્વામી! પદ્માવતીથી વિયોગ પામીને વિલાપ કરતા પવરથ રાજાના જમાઈને અમે વનમાં જોયા છે. ” તે સાંભળીને તુષ્ટ થયેલા અને અહે! કાર્ય થઈ ગયું !” એમ બોલતા તેમણે મારી માતા શ્રીની સાથે વાતચીત કરીને તુરત તમને અહીં તેડાવી લીધા. આ સમાચાર જાણીને સખીઓએ મને પરિહાસપૂર્વક કહ્યું, “પદ્મશ્રી ! તારું યૌવન સફળ થયું છે, તારા ઉપર દેવ પ્રસન્ન થયા છે, શાથી જે પદ્મરથ રાજાની પુત્રી પદ્માવતીને પ્રિયતમ તારો પતિ થશે. ” (તમને મારું કન્યાદાન આપવાનું) આ કારણ છે.” આ પ્રમાણે ત્યાં મારો સમય વીતતે હતો. પદ્મશ્રીએ મને પૂછ્યું, એટલે મારે વંશ પણ મેં તેને કહ્યો. મારા વંશ વિષે સાંભળીને વસન્તકાળની આમ્રલતાની જેમ તે અધિકતર શોભાને પામી. પછી તે ગર્ભવતી થઈ, અને કાળે કરીને તેણે કુમારને જન્મ આપે. “તમારા શત્રુઓને આ જીર્ણ કરશે” એમ કહીને તેનું જ એવું નામ પાડવામાં આવ્યું. (૨૬) લલિતશ્રી લંભક પદ્મશ્રીને અને પુણ્યના ઉત્સંગમાં જેનું માથું છે એવા પુત્રને છોડીને એક વાર અટવીમાંથી હું એકલે નીકળ્યો. અનુક્રમે હું કાંચનપુર નગરમાં પહોંચ્યા. ત્યાં એક ઉપવનમાં આસન બાંધીને બેઠેલા, નાસિકાના અગ્રભાગ ઉપર જેણે દષ્ટિ સ્થિર કરી છે એવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544