________________
પદ્મશ્રી લંક
[ ૪૬૯ ]
અનુસરત ફરતા હતા ત્યારે વાવની પાસે આવેલી તેણે “આર્ય પુત્ર! આપણે સ્નાન કરીએ” એમ કહીને મને ઉપાડ્યો. મેં વિચાર્યું, “નકકી, એને વિદ્યાપ્રભાવ હશે, જેથી તેણે પ્રયત્નપૂર્વક મને ઉપાડ્યો. પછી તેણે મને પાણીમાં દાખલ કર્યો. એ પાણીને વિસ્તાર કેટલો છે તે મારા સમજવામાં આવતું નહોતું. પણ જ્યારે તે મને દૂર સુધી લઈ ગઈ ત્યારે મને સમજ આવી કે, “આ પદ્માવતી નથી; તેનું રૂપ ધારણ કરીને કોઈ મને છેતરવાની ઈચ્છા કરે છે, ભલે તેની સાથે હું નાશ પામીશ, પણ તેની ઈચ્છા પૂરી નહીં થાય.” પછી મેં તેના ઉપર ઘા કર્યો, એટલે તે હેફગ થયો, અને નાસી ગયે. હું વનલતા ઉપર પડ્યો. નીચે ઊતર્યા પછી વિચાર કરતાં મારા મનમાં એમ નિશ્ચય થયો કે, “નકકી, તેણે પદ્માવતીનું હરણ કર્યું હશે. અથવા મારાથી વિગ પામેલી તે પ્રાણનો ત્યાગ કરશે.” એ પ્રમાણે સંક૯પે કરતો અને જેને ચિત્તવિસ્મૃતિ થઈ છે એવો હું પ્રલાપ કરવા લાગ્યો, “ચક્રવાક ! તારી સહચરી જેવી દેવીને તેં જોઈ હશે ! હંસ! તારી ગતિનું અનુકરણ કરતી મારી પ્રિયાના સમાચાર કહે ! મૃગ ! તારા જેવી આંખવાળી મારી પ્રિયા કઈ ગતિને પામી છે તેની ખબર આપ!” આ પ્રમાણે જેને જેને જેતે હતે તેને તેને હું પૂછતો હતો. વધારે શું કહેવું? “પદ્માવતી અહીં છે,” એમ માનતે હું તેને જોવાને) વૃક્ષો અને પત્થરો-ખડકો ઉપર ચઢતા હતા. [ પથર અને ડુંગર એ શબ્દો એકાર્થક છે. વૃક્ષ ઉપર ચઢીને તેને જોઉં છું. ]ર ફરી પાછું ભાન આવતાં હું નીચે ઊતરતે હતો. વનવાસી મનુષ્યએ મને આ પ્રમાણે પ્રલાપ કરતે જે હતો-“પદ્માવતિ! પદ્માનને ! પદ્મ જેવા સુગંધી વદનવાળી! કમળના ગર્ભ જેવા વર્ણવાળી! મને બોલાવ! મને બોલાવ! શા માટે મને ઉત્તર આપતી નથી?” આ પ્રમાણે વચન સાંભળતા તેઓ મને ઘણુ વાર સુધી અવલોકીને ચાલ્યા ગયા. થોડી વાર પછી આવીને, અને પગે પડીને તેઓ કહેવા લાગ્યા, “આ, તમને અમે દેવી પદ્માવતી બતાવીએ.” તે વચન અમૃતની જેમ મારા મનમાં ઠર્યું. પછી મોટા નિવેશવાળી અને દુર્જનના હૃદયની જેમ (બહારથી જાણી શકાય નહીં એવી પલ્લીમાં હું ગયો. ત્યાં પલ્લીના સ્વામીની સૂચનાથી (મારું સ્વાગત કરવા માટે) ઘણું માણસો નીકળ્યા. તેઓએ સેંકડે કૌતુકપૂર્વક અને સ્નાન કરાવ્યું. ત્યાં પ્રવેશ કરતા મને જોઈને લોકે એકબીજાને કહેવા લાગ્યા, “અમેઘપ્રહારી રાજાની જાણ બહાર આ અટવીમાં પ્રવેશેલે આ શું કોઈ દેવ, વિદ્યાધર કે ગર્વ છે?” પછી હું રાજભવનમાં પહોંચે. વયેવૃદ્ધ સ્ત્રીઓએ થોડેક દૂર ઊભેલી એક કન્યા મને બતાવીને કહ્યું, “આ પદ્માવતી દેવી છે, તેની પાસે જાઓ.” તેને જોઈને “આ દેવી છે” એ પ્રમાણે વિચાર કરતાં, શરદકાળના જળની જેમ, મારું ચિત્ત પ્રસન્ન થયું, બુદ્ધિ સ્વાભાવિક થઈ અને તેને હું અવલોકવા લાગ્યા.
૧. વિકમેવશયમાંને ઉર્વશીથી વિગ પામેલા પુરુરવાને પ્રલાપ આ સાથે સરખાવો. ૨. કોઈ હાથપ્રતના હાંસિયામાંનું આ ટિપ્પણું મૂળ ગ્રન્થમાં પેસી ગયું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org