Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 519
________________ [ ૪૬૪] વસુદેવ-હિંડી : પ્રથમ ખંડ ? બાહલતાવાળી, પ્રસન્ન મુખવાળી, બિંબ જેવા હેઠવાળી, સ્નિગ્ધ અને ધવલ દાંતવાળી, વિશાળ અને ધવલ આંખવાળી, સરખા કાનવાળી, સૂક્ષમ અને કાળા વાળવાળી, સ્વભાવથી મધુર વાણવાળી તથા સંગીતવિદ્યામાં જેણે પરિશ્રમ કર્યો છે એવી-નિપુણ છે તે અમારા સ્વામીની ભદ્રાદેવીથી થયેલી ભદ્દમિત્રા નામે પુત્રી છે. પણ જે આ કન્યા કર્ણિકારની કેસરાઓ જેવી પિીત કાન્તિવાળી, સુવર્ણકુંડલના છેડા વડે ઘસાતા કપિલવાળી, ખીલેલા કમળ જેવા કમળ મુખવાળી, નીલ કમલ જેવાં નયનવાળી, રક્ત કમળ જેવા રાતા અધરવાળી, કુમુદની કળીઓ જેવા દાંતવાળી, કુસુમની માળા જેવા બાહુયુગલવાળી, કમલ-મુકુલની ઉપમા આપી શકાય એવા સ્તનવાળી, કૃશાદરી, સુવર્ણની કટિમેખલા વડે અલંકૃત વિશાળ નિતંબવાળી, કદલીતંભ જેવા ઉરુયુગલવાળી, કુરુવિન્દાવર્ત જેવી ગેળ જઘાવાળી, કનકના કાચબાની ઉપમા આપી શકાય એવા ચરણવાળી અને નૃત્યમાં નિપુણ છે તે સૌમ્ય પુરોહિતની કુંદલતા ક્ષત્રિયાણીથી થયેલી સત્યરક્ષિતા નામે પુત્રી છે. સાથે ઊછરેલી, સમાન વયવાળી, એકબીજાના પિતાના ઘરમાં અવિભક્તિપૂર્વક–ભેદભાવ વગર માન પામતી અને યુવાવસ્થામાં આવેલી આ કન્યાઓ થોડા સમયમાં જ તમારી સેવા કરનારીઓ થશે. સ્વામિનીએ વાત કરતી હતી ત્યારે આ પ્રમાણે મેં સાંભળ્યું હતું. ” આમ કહીને પ્રણામ કરીને દાસી ગઈ. પછી શુભ દિવસે અમાત્ય અને પુરોહિત સહિત રાજાએ ભારે સમૃદ્ધિપૂર્વક મને તે કન્યાઓનું પાણિગ્રહણ કરાવ્યું. ત્રણે જણે-રાજા, પુરોહિત અને અમાત્યે અમને પ્રતિદાન આપ્યું. મનને અનુકૂળ એવા વિષયે પગની સંપદાથી હાથણીઓની સાથે રહેલા ઉત્તમ હાથીની જેમ તે ભદ્રમિત્રા અને સત્યરક્ષિતાની સાથે રમણ કરતા એવા મારા દિવસો મુહૂર્તની જેમ વીતી ગયા. જેમને વિશ્વાસ, પ્રણય અને અનુરાગ ઉત્પન્ન થયે છે એવી પ્રિયાએ કથાન્તરમાં મને પૂછયું, એટલે મેં તેમને મારા વડીલેને પરિચય આપ્યો તથા સંગીત અને નૃત્યની બાબતમાં વિશેષ પણ કહ્યા. ત્યાં રહેલા એવા મારો સમય આ રીતે સુખપૂર્વક વીતતો હતે. (૨૪) પદ્માવતી લૅભક કેલ્લયર નગરનું દર્શન કરવાને ઉત્સુક એ હું તે બન્ને જણીઓને ખબર આપ્યા સિવાય એક વાર એકલે નીક, અને ગાથી ભરપૂર જનપદે જેતે નૈઋત્ય માર્ગે ચાલ્યો. જનપદના મનુષ્ય મને શયન, આસન, ભેજન અને વસ્ત્ર વડે નિમંત્રણ–આવકાર આપતા હતા. સુખપૂર્વક મુકામ અને શિરામણ કરતે હું સૌમનસ નામે વનદેવતાના આયતનમાં અન્નપાણીનું દાન જ્યાં આપવામાં આવતું હતું એવા તથા પ્રપા(પરબ)મંડપવડે જ્યાં દિશાઓ અલંકૃત છે એવા, વાદળાંઓના વેગને અવરોધ કરનારા ઊંચા પ્રાસાદની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544