Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 518
________________ ભદ્રમિત્રા-સત્યરક્ષિતાલ ભક [ ૪૬૩ ] ,, તેઓએ મને પ્રણામ કર્યાં. વ્યવહારના નિર્ણય કરવાને માટે તે સ્ત્રીઓને મેં અવલેાકી. પછી મેં કરવત મંગાવી. પશુ માણુસેને મેં ગુપ્ત રીતે કહ્યુ, “ ાકરાને પીડા ન થાય તેમ કરજો, પણ તીવ્ર ભય તા દર્શાવો. ” તેએએ “ભલે” એમ કહીને એ વચન સ્વીકાર્યું". મહામૂલ્યવાન આસન ઉપર બેઠેલા મેં તે સાર્થવાહપત્નીઓને કહ્યું, “ વિવાદથી ખસ કરી, તમને બન્ને જણીઓને ધન સરખા ભાગે વહેંચી આપવામાં આવશે; છેાકરાના પણ બે ભાગ કરી. ” તેમાંથી એક સ્ત્રીએ ‘ એમ થાએ ' કહીને તે વચન સ્વીકાર્યું; પણ મૂઢ અનેલી ખીજી સ્ત્રી કંઇ પણુ મેલી નહીં. પછી કરવતિયાઓએ ખાળકની ઉપર યંત્ર વડે સૂત્રપાત કર્યા-ઢોરીનુ નિશાન કર્યુ, અને તેના માથા ઉપર કરવત મૂકી. મેં કરવતિયાઓને કહ્યું, “સૂત્રને ભેદ્યા વગર-સૂત્રની હદ લેાખ્યા વગર બાળકને ચીરી નાખેા. ” એટલે મરણના ભયથી વ્યાકુલ થયેલા તે બાળક વિલાપ કરવા લાગ્યા. તેને એ અવસ્થામાં જોઇને ધનલાભથી હર્ષ પામેલી અને પરપુત્રના વધથી જેને દુઃખ નથી એવી એક સ્ત્રીનુ' વદન સૂર્યંનાં તેજ વડે ખીલેલા કમળની જેમ વિકાસ પામ્યું. પુત્રના દુ:ખથી જેનુ હૃદય કંપ્યુ' છે એવી તથા અશ્વપૂર્ણ મુખવાળી ત્રીજી સ્રીએ ગદ્ગદ્ ક કહ્યું, “સ્વામી ! સાંભળેા, એ મારા પુત્ર નથી, પેલીના જ પુત્ર છે; એના વિનાશ ન થાઓ.” એટલે મે' અમાત્ય સહિત સભાસદોને કહ્યું, “અરે! તમે જોયુ...? આમાંથી એક સ્ત્રીએ ધન ઇચ્છયું, પણ બાળકની પરવા કરી નહીં; ખીજીએ ધનના ત્યાગ કર્યા, પણ બાળકની-માળકના જીવનની ઇચ્છા કરી; માટે જે બાળક પ્રત્યે અનુકપા રાખે છે તે જ તેની માતા છે, એમાં સદૈહ નથી. જે દયાહીન છે તે માતા નથી. '’ એ પ્રમાણે મે' કહ્યું, એટલે સર્વે એ મને મસ્તકથી પ્રણામ કર્યા કે, “ અહા ! આશ્ચય ની વાત છે. દેવ ! આપના સિવાય આ કાર્ય ના નિણૅય કહેવાને બીજો કેાણુ સમ છે ? ” પછી અમાત્યે બાળકની માતાને કહ્યું, “ તુ ધનની સ્વામિની છે, આ પાપિણીને તારી ઇચ્છાનુસાર અન્ન આપજે.” એમ કહીને તેને રજા આપી. પેાતનપુરના અધિપતિ, પુરેાહિત અને અમાત્યેાની સાથે, દેવતાની જેમ, મારી સેવા કરવા લાગ્યા. કનકના દડાથી ખેલતી એ કન્યાઓને એક વાર અમાત્યના ભવનમાં મે' જોઇ. એક દાસીને મે' પૂછ્યું, “ આ કેાની કન્યાએ છે ? ” એટલે તેણે કહ્યુ, “ સાંભળેા દેવ !— ભદ્રમિત્રા-સત્યરક્ષિતાનું પાણિગ્રહણ આમાંથી જે કન્યા પ્રિયંગુની તાજી ઊગેલી મજરી જેવી શ્યામ, ઘાટીલા, સુકુમાર અને પ્રશસ્ત ચરણવાળી, સરખાં, ઉત્તમ અને ( સ્નાયુઓમાં ) ઢંકાયેલ મસ્તક, ઢીંચણુ અને જઘાવાળી, પરસ્પર અંતર વગરનાં અને સાથે રહેતાં ઉરુવાળી, વિચ્છિન્ન-કૃશ કટિવાળી, ગંભીર નાભિકેાશવાળી, ત્રિવલિ વડે વિભક્ત સુન્દર મધ્યભાગવાળી, કામળ અને મૃદુ ૧, મૂળમાં વજીવ શબ્દ છે; તેનેા આ અ ક્લ્પનાથી કર્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544