Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 516
________________ ભદ્રમિત્રા-સત્યરક્ષિતા સંભક [ ૪૬૧ ] મને વિચાર થયે, “વિશ્વસનીય એવું આ સ્ત્રીરૂપ ધારણ કરીને કોઈ મને દક્ષિણ દિશા તરફ હરી જાય છે. એની સાથે જ હું નાશ પામીશ; એની ઈચ્છા પૂર્ણ ન થાઓ.” એમ વિચારીને મેં મૂઠીથી તેને તાળવામાં ઘા કર્યો, એટલે તે હેફગ થઈ ગયો. હું પણ નીચે ઊંડા જળમાં પડ્યો. “શું આ સમુદ્રનું જળ હશે કે બીજું હશે ?” એમ વિચારતા મને જળના શુભત્વ, સુરભિત્વ અને વેગથી માલુમ પડ્યું કે “આ નદીનું પાણી છે. ” પછી હું નદીના ઉત્તર કિનારે ઊતર્યો. ત્યાં રાત્રિને બાકીને ભાગ વિતાવીને, દિશાઓ સૂર્ય વડે પ્રકાશિત થઈ તે સમયે પ્રભાતમાં ત્યાંથી થોડે દૂર આવેલા, અગ્નિહોત્ર કરવાને કારણે ધૂમાડાવાળા, જેમાં ઝુંપડીએનાં આંગણુઓમાં હરિનાં બચ્ચાં નિશ્ચિત્તપણે સૂઈ રહેલાં હતાં એવા, નિર્ભયપણે ચરતાં પક્ષીઓ વડે રમણીય તથા જેમાં અખોડ, પ્રિયાલ, કેલ, સિંદુક, ઇંગુદ, કંસાર, નીવારને (એ ફળો અને ધાન્યનો) સંગ્રહ કરવામાં આવેલ હતું એવા આશ્રમપદમાં હું ગયે. ત્યાં મહર્ષિઓ મારી પાસે આવ્યા. તેઓએ સ્વાગતથી અને અર્થથી મારી પૂજા કરી. મેં પણ વંદન કરીને તેમનું કુશળ પૂછયું, અને કહ્યું, “આ કયે પ્રદેશ છે?” એટલે હાસ્ય કરીને તેઓ બોલ્યા, “ખરેખર આ૫ ગગનચારી લાગે છે, જેથી આ પ્રદેશને જાણતા નથી. હે સૌમ્ય! આ મેદાવરી નદી છે, અને વેતા જનપદ છે. તમે અહીં આગમન કર્યું તેથી અમારા ઉપર અનુગ્રહ થયે છે, માટે હવે તમને શેવાળ, કુમળાં અંકુરો અને એની મેળે પડેલાં પુષ્પ-ફળોને આહાર કરનારા ઋષિઓ બતાવીએ.” મેં પણ મધ્યમ વયમાં રહેલા, સૂક્ષમ અને ઘવલ વસ્ત્ર ધારણ કરેલા અને હૃદયમાં રહેલી કેઈક વસ્તુ આંગળીઓ વડે વિચારતા (આંગળીઓ ગણતા) એક માણસને જે. તે મને જોઈને સંભ્રમપૂર્વક ઊડ્યો અને પ્રણામ કરીને મને અવેલેકતો તે મારી પાછળ પાછળ આવવા લાગ્યા. પછી હું કુસુમિત આમ્રવૃક્ષની છાયામાં બેઠો. તે મનુષ્ય હાથ જેડીને મને વીનવવા લાગ્યા, “સ્વામી ! શાસ્ત્ર પ્રમાણ વડે કરીને હું તમારી મહાનુભાવતા સૂચવું છું–કહું છું. કિરીટના સ્થાનરૂપ એવું તમારું મસ્તક છત્રાકાર છે, મુખ પૂર્ણચન્દ્રના બિંબની કાતિનું હરણ કરનારું છે, વેત કમળ જેવાં લોચન છે, સર્પની ફેણ જેવા બાહુઓ છે, ઉત્તમ નગરના કમાડ જેવું, લક્ષમીના નિવાસસ્થાનરૂપ વક્ષસ્થળ છે, વા જેવો મધ્યભાગ છે, કમલકેશ જેવી નાભિ છે, કટિ મૃગરાજને ઉપહાસ કરનારી છે, હાથીના બચ્ચાની મૃદુ સૂંઢ જેવા ઉરુ છે, કુરુવિન્દાવર્ત જેવી ગોળ ઘાઓ છે, અને ચરણયુગલ ઉત્તમ લક્ષણેનું સ્થાન છે, સકલ મહીમંડલનું પાલન કરવાને ગ્ય એવા ઉત્તમ પુરુષોની બુદ્ધિઓ પણ ઉત્તમ જ હોય છે. હું કહું છું કે-ઉપદેશરૂપી હાથને આધાર આપીને ભવસમુદ્રમાં ડૂબતા એવા માટે આપ ઉદ્ધાર કરો.” ઋષિઓએ પણ કહ્યું, “સૌમ્ય! પિતનપુરના અધિપતિને આ સુચિત્ર નામે અમાત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544