Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 515
________________ [૪૬૦ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : ખરું જોતાં દેવીને મોકલીને તેં જ મને જીવિતદાન આપ્યું છે.” એટલે ધાત્રીએ કહ્યું, “પાપ દૂર થયાં છે, અને તમારાં કલ્યાણ નજરે પડે છે. દેવ! આ પુષ્પ-ગંધ લે.” પછી પ્રભાવતી પ્રત્યેના બહુમાનથી એ પુષ્પગંધને મેં સ્વીકાર કર્યો. પછી પરાગમ-પાકશાસ્ત્ર અનુસાર તૈયાર કરેલું ભેજન લાવવામાં આવ્યું. પછી ધાત્રીએ કન્યાને કહ્યું, “પુત્રિ! તું પણ સનાન કરી લે, ભેજન કરીને પછી મળજે.” તે વચનને અનુસરી પ્રભાવતી ગઈ. ચતુર ચિત્રકારોએ કરેલા ચિત્રકામ જેવું મનોહર, સંગીતને અનુસરીને ગવાતા ગીત જેવું વર્ણયુક્ત, બહત કવિએ રચેલા પ્રકરણની જેમ મનહર રસવાળું, પ્રિયજનની અભિમુખ દષ્ટિ જેવું સ્નિગ્ધ, સર્વ ઔષધેવડે જેની ગંધયુક્તિ (ગંધનું મિશ્રણ) કરવામાં આવેલ હોય એવું સુરભિ અને જિનેન્દ્રના વચન જેવું ૫ ભેજન હું પણ જમવા લાગ્યા. જમ્યા પછી શાન્ત થઈને હું બેઠો તથા તંબોલ લીધું, એટલે મને નાટક બતાવવામાં આવ્યું. પછી પરમ પ્રીતિયુક્ત એ હું સાંજે સંગીત સાંભળી સૂઈ ગયે, અને (સવારે) મંગલગીત સાંભળીને ઊઠ્યો. પછી ઉત્તમ મુહૂર્ત રાજાએ પોતે, પ્રકૃતિવિદ્યાની જેમ, પ્રભાવતી મને આપી. ઉપાધ્યાયે અગ્નિમાં હેમ કર્યો, ડાંગરની અંજલિઓ નાખવામાં આવી, ધૂપ દર્શાવવામાં આવ્યા, અને અમે સપ્તપદી ફર્યા. “પ્રભાવતી મારા સર્વ કેશ ઉપર અધિકાર ધરાવે છે” એમ બોલતા, લાંબા કાળથી વિચારેલા મને રથની પ્રાપ્તિથી જાણે કે વિમિત અને હર્ષિત નયનવાળા રાજાએ મંગલ તરીકે અમને બન્નેને બત્રીસ કટિ ધન આપ્યું. ઘણા દિવસ સુધી આવતા અને ઈચ્છાનુસાર ધારણ કરેલી નેપચ્ચ લક્ષ્મી-અસમૃદ્ધિ જેમણે ધારણ કરી છે એવા વિદ્યાધર વડે જાણે અમે અલકાપુરીમાં રહેતા હોઈએ તેમ સેવા કરાતાં, પ્રણામ કરતા જન અને સેવકે જેમની આજ્ઞા ઉઠાવતા હતા એવાં તથા વિષયસુખના સાગરમાં રહેલાં એવા અમારે સમય સુખપૂર્વક વીતતે હતો. (૨૩) ભદ્રમિત્રા-સત્યરક્ષિતા લંભક એક વાર સંગીત સાંભળવા વડે સાંજ વિતાવીને હું સુખપૂર્વક સૂતેલો હતો ત્યારે કેઈક વડે હરણ કરાતો હું જાગી ઊઠ્યો અને વિચારવા લાગ્યું કે, “શીતલ પવન મને સ્પર્શ કરે છે, માટે હું કયા પ્રદેશમાં છું?” પછી મેં આંખો ઉઘાડી. ચંદ્રિકાના પ્રકાશમાં ખરમુખી-કરડા મોઢાવાળી અને ખર–તીવ્ર દષ્ટિથી મને અવકતી એક સ્ત્રીને મેં જોઈ. ૧, સંગીત પક્ષે વિવિધ અક્ષરે, અને ભોજન પક્ષે વિવિધ વાનીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544