Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 513
________________ [ ૪૫૮ ] વસુદેવ-હિ'ડી : : પ્રથમ ખંડ : ' જુદા પ્રકારનાં હથિયારો લઈને પાછળ ઊભા રહ્યા. વાર્તાલાપમાં જેનું ધ્યાન હતુ એવા મને તેમણે માંધ્યા. મે' પૂછ્યું, “ મે કયે અપરાધ કર્યાં છે, જેથી મને માંધા છે?” દૂતે કહ્યુ, “ આ અમારું' સ્વેચ્છાપૂર્ણાંકનું આચરણ નથી. રાજાને નૈમિત્તિકે કહ્યું હતું કે, ગાંડી થયેલી તારી પુત્રી ઇન્દ્રસેનાને જેણે મુક્ત-સ્વસ્થ કરી છે તે તારા શત્રુના પિતા છે. ’ આ જ તમારા અપરાધ છે. ” હુ બેલ્થેા, “ શત્રુના પિતા હું હાવાના આદેશ (નૈમિત્તિક ) કર્યા છે, પણ હું શત્રુ કેવી રીતે ? ” તે એક્લ્યા, “ બીજના નાશ કરવાથી અંકુરના નાશ થયેલા જ છે, એવી રાજાની સમજ છે. ” પછી તેએ મને વૃક્ષાથી ગહન એવા પ્રદેશમાં લઇ ગયા. પછી વજ્ર મુષ્ટિવાળા એકલા એવા મે તેમના ઉપર પ્રહાર કર્યો. ૮ જીવલેાકને ખરાખર જોઇ લેા ' ( કારણ કે તમારા જીવનના અંતકાળ છે) એમ ખેલતા હું તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને તેમની પાસે ઊભું રહ્યો. મને ભય ન હતા. નવકાર મંત્ર જેનુ ખળ છે એવા ( અર્થાત્ નવકારના જાપ કરતા) મને કોઇએ ઉપાડ્યો, પણ તે ઉપાડનારનું રૂપ હું જોઈ શકતા નહાતા. મેં વિચાર્યું, “ ખરેખર, કાઇ દેવતા મારા પ્રત્યે અનુકંપા ધરાવે છે. ” દૂર સુધી લઇ જઇને મને ભૂમિ ઉપર મૂકવામાં આવ્યા. સૌદામિની-વીજળી જેવી દીપ્તિમાન, સૂક્ષ્મ અને ધવલ હંસલક્ષણુ નામનું વજ્ર જેણે શરીર ઉપર પહેર્યુ હતુ એવી, ફેણના પટ વડે ઢંકાયેલી ત્રિપથગા ગંગા જેવી દેખાતી એક વૃદ્ધ સ્ત્રીને મે જોઇ, ‘ આ સ્ત્રી જ મને અહીં લાવી છે' એમ ધારીને પ્રણામ કરીને તેને મેં પૂછ્યું, “ ભગતિ ! તમે કેણુ છે એ જાણવાને હું ઇચ્છું છું. જેવી રીતે તમે છવતદાન આપીને મારા ઉપર અનુક ંપા દર્શાવી છે તેવી રીતે કૃપા કરી, આ વસ્તુ કહેા. ” પછી પ્રસન્ન હૃષ્ટિ વડે પ્રીતિ ઉત્પન્ન કરતી એવી તેણે કહ્યુ, પુત્ર ! હજારો વર્ષ સુધી જીવતા રહે. સાંભળ—— 66 દક્ષિણ શ્રેણિમાં વૈજયંતી નામે વિદ્યાધરનગરી છે. ત્યાં નરસિહુ નામે રાજા હતા, તેની ભાર્યાં હું ભાગીરથી નામે છું. મારા પુત્ર ખસિહુ નામે છે, તે હાલમાં નગરીનુ પાલન કરે છે. પુષ્કલાવતીમાં મારા જમાઇ ગાંધાર છે, તે મારી પુત્રી અમિતપ્રભાના પતિ છે. મારી દૌહિત્રી પ્રભાવતી છે; તમારું સ્મરણ કરતી તે સુખ પામતી નથી. મેં તેને પૂછ્યું ત્યારે તેણે મને આ કહ્યું. પછી તેનાં માતા-પિતાને આ વસ્તુની ખબર આપીને હું તમારી પાસે આવી, તેા કહેા, તમને કયાં લઈ જાઉં ? ” મેં કહ્યું, “ દૈવિ ! પ્રભાવતી મારું પ્રિય અને હિત કરનાર છે. જો પ્રસન્ન થયાં હા તા મને ત્યાં લઇ જાઓ.” એટલે હર્ષિત મનવાળી તે મને ક્ષણવારમાં પુષ્કલાવતો લઇ ગઈ; અને ઉપવનમાં મને બેસાડ્યો. દેવીની પાસે ઉદ્યાનપાલિકાને મેકલી કે, “ રાજાને કહેાકુમારને હું લાવી છું. ” થાડીક વાર પછી કંચુકીએ અને પિરવાર સહિત પ્રતિહારીએ આવ્યાં. નમેલી એવી પ્રતિહારીએ મને અભિનંદન કરીને મંગલકમ પૂર્વક મને સ્નાન કરાવ્યુ. જેણે આખું વસ્ત્ર પહેર્યું છે એવા તથા જેનુ રક્ષાકમ કરવામાં આવ્યું છે એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544