________________
પ્રભાવતી સંભક
[૪૫૯ ]
મારે માટે છત્રવાળો રથ લાવવામાં આવ્યા. તેમાં હું બેઠે, અને જેને જયશબ્દ કરવામાં આવતું હતું એ હું નગરમાં પ્રવેશ્યા. જેમાં તારણ અને વનમાલાઓ બાંધવામાં આવી હતી અને ધજા-પતાકાઓ ફરકાવવામાં આવી હતી એવા નગરમાં લોકે મને જેતા હતા (અને કહેતા હતા) કે, આ મનુષ્ય નથી, ખરેખર દેવ છે.” આ પ્રકારનાં વચને સાંભળો તથા પ્રેક્ષકજનો વડે જેનો માર્ગ રોકાઈ ગયે છે એ હું મુશ્કેલીએ રાજભવન આગળ પહોંચ્યા. ત્યાં હું રથમાંથી ઊતર્યો, એટલે મને અર્થ અને પાદશૌચ આપવામાં આવ્યાં. પ્રતિહાર જેને માર્ગ બતાવતો હતે એવો હું સભામંડપમાં પ્રવેશ્યા.
ત્યાં મંત્રી, પુરોહિત અને નૈમિત્તિક સહિત બેઠેલા, નિધિ સહિત જાણે કુબેર હોય તેવા ગાન્ધાર રાજાને મેં જોયે. હું પ્રણામ કરતું હતું ત્યાં જ તેણે મારો હાથ પકડીને મને અર્ધા આસન ઉપર બેસાડ્યો. વિરમયથી જેનું મુખ પહેલું થયું છે એ અને પરિતેષથી જેનાં રોમાંચ ખડાં થયાં છે એ તે મને જોવા લાગ્યો. ‘કુમાર ! તમારું સ્વાગત હા! ભદ્ર! તમારું સ્વાગત હો ! ” એ પ્રમાણે મધુર વચન બોલતા તેણે કંચુકીઓને આજ્ઞા આપી કે, “કુમાર વિશ્રામ લે તે માટે શયન તૈયાર કરે.” પછી જાણે લક્ષમીનું ગૃહ હોય તેવા અને મણિરત્નથી જડેલી જેની ફરસબંધી હતી એવા એક વાસગૃહમાં તેઓ મને લઈ ગયા. સ્વચ્છ અને સુગંધી રેશમી વસ્ત્રના ઓછાડવાળા શયન ઉપર હું બેઠો. પ્રભાવતીનું પાણિગ્રહણ - થોડીક વાર પછી ઉત્તમ કનકમાંથી બનાવેલી જાણે દેવતા (દેવતાની મૂર્તિ) હોય એવી, સહેજ ફિકકા ગાલ અને વદનવાળી, અંજન વગરનાં અને વિલાસયુક્ત ધવલ નયનેવાળી, લાવણ્યપૂર્ણ કર્ણયુગલવાળી, સીધી, બહુ ઊંચી નહીં એવી અને ઘાટીલી નાસિકાવાળી, અશોકના પલવ જેવા રાતા અધરોષ્ઠવાળી, મંગલ નિમિત્તે એકાવલિ હારવડે આભૂષિત કંઠવાળી, અલંકારરહિત શરીરવાળી, કોમલ બાહુલતાવાળી, રક્ત કમલ જેવા હસ્તકમલવાળી, પુષ્ટ અને ઉન્નત સ્તનના ભારથી ખેદ પામતા મધ્યભાગવાળી, મધ્યસ્થ– ઉદાસીન મનુષ્યને પણ મેહ ઉત્પન્ન કરનારી, વિસ્તીર્ણ નિતંબવાળી, ગેળ, સરખા અને પરસ્પર અંતર વગરના ઉવાળી, પ્રશસ્ત જંઘાવાળી, માંસલ, સુકુમાર અને ધરણીતલ ઉપર પગલાં મૂકતા સુન્દર ચરણવાળી, ધવલ રેશમી વસ્ત્ર જેણે ધારણ કર્યું છે એવી, દયાને જેમ ક્ષમાઓ અનુસરે તેમ, વિનીત વેશવાળી અલંકાર-સુન્દરીઓ વડે અનુસરાતી તથા ધાત્રીની સાથે આવતી પ્રભાવતીને મેં ઈ.
મારા પ્રત્યેના નેહથી બંધાયેલી અને ખેતીની માળા જેવાં આંસુ સારતી તે મારી પાસે આવી અને આ પ્રમાણે બેલી કે, “કુમાર! અક્ષત અને સમગ્ર શરીરવાળા તમે મૃત્યુના મુખમાંથી બહાર નીકળ્યા, તેથી અમને આનંદ થાય છે.” મેં કહ્યું, “પ્રભાવતિ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org