Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 496
________________ કેતુમતી સંભક [ ૪૪૧ ] જેને આ પ્રમાણે ઉપદેશ આપવામાં આવ્યા છે એવા બાજે કહ્યું, “ભૂખના દુઃખથી પીડાતા એવા મારું મન ધર્માભિમુખ ક્યાંથી હોય ?” મેઘરથે કહ્યું, “ભૂખનો પ્રતિકાર કરવા માટે હું તને બીજું માંસ આપું પારેવાને તું છોડી દે.” બાજ બે, “પિતાની મેળે મરેલાંનું માંસ હું ખાતું નથી, તરફડતા પ્રાણીને મારીને તેનું માંસ ખાઉં છું.” મેઘરથે કહ્યું, “જેટલું પારેવાનું વજન થાય તેટલું માંસ મારા શરીરમાંથી લે. ” “ભલે” એ પ્રમાણે બાજે કહ્યું. પછી બાજના વચનથી પારેવાને તુલામાં ચડાવીને રાજા બીજી બાજુએ પિતાનું માંસ કાપીને ચડાવવા લાગ્યો. પણ જેમ જેમ પિતે માંસ મૂકવા માંડ્યો તેમ તેમ પારેવાનું વજન વધારે થવા માંડ્યું. આ જાણીને રાજા પોતે જ તુલામાં બેસી ગયે. “અરે! અરે ! રાજેશ્વર ! આવું સાહસ કેમ કર્યું? ખરેખર, આ બધું કૃત્રિમ છે, પારેવાનું વજન આટલું બધું ન થાય!” એ પ્રમાણે (લોકેએ હાહાકાર કર્યો). એ દેશકાળમાં એક દિવ્યરૂપધારી દેવે પિતાનું સ્વરૂપ બતાવ્યું, અને કહ્યું, “રાજન્ ! તું આટલે દયાવંત છે, માટે લાભે તને સુલબ્ધ છે.” પછી રાજાની પૂજા કરીને તથા તેને ખમાવીને દેવ ગયા. પછી વિસ્મિત થયેલા રાજાઓ પારેવા અને બીજાને ગયેલા જોઈને મેઘરથને પૂછવા લાગ્યા, “પૂર્વભવમાં આ કોણ હતા ?” એટલે મેઘરથ રાજા કહેવા લાગ્યો– પારેવા અને બાજને પૂર્વભવ આ જ જંબુદ્વીપમાં એરવત વર્ષમાં પવિનીટ નગરમાં સાગરદત્ત નામે વાણિ રહેતું હતું. તેની વિજયસેના ભાર્યા હતી, તેના ધન અને નંદન એ બે પુત્રો હતા. તેઓ વેપાર કરતાં એક વાર નાગપુર ગયા. શંખ નદીના કિનારે રને કારણે તેમની વચ્ચે ઝગડો થયે. યુદ્ધ કરતા તેઓ અગાધ પ્રવાહમાં પડ્યા. ત્યાં મરણ પામીને તેઓ આ પક્ષીઓ-પારે અને બાજ થયા. મોટા થયા પછી એકબીજાને જોઈને પૂર્વરને કારણે તેઓ એકબીજાને વધ કરવાની ઈચ્છાવાળા થયા. એ પક્ષીઓને આ પૂર્વભવ કહો. સુરૂપ યક્ષને સંબંધ અને તેને પૂર્વભવ હવે, દેવને પૂર્વભવ તથા જે કારણે તેનું અહીં આગમન થયું તે સાંભળે– જંબુદ્વીપમાં પૂર્વ વિદેહમાં સીતા નદીના દક્ષિણ કિનારે રમણીય વિજયમાં શુભા નગરીમાં તિમિતસાગર નામે રાજા હતા. વસુંધરી અને અણુધરી એ બે તેની ભાર્યાઓ હતી. આથી ચોથા ભવમાં તે રાજાને, અણુધરીના ગર્ભથી થએલે હું અપરાજિત નામે પુત્રબલદેવ હતા. વસુન્દરીની કુખથી ઉત્પન્ન થયેલે મારો અનંતવીર્ય નામનો બીજો ભાઈ મહદ્ધિક વાસુદેવ હતા. ત્યાં અમારે શત્રુ દમિતારિ નામે વિદ્યાધર હતા તે સમયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544