Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 509
________________ [૪૫૪] વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ : પ્રચુર આ સંસાર છના પ્રમાદથી ઉત્પન્ન થાય છે. તેમાંથી મુક્ત થવાને માટે ક્ષમા, માર્દવ, આર્જવ, નિ:સંગતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય એ પ્રમાણે દશવિધ માર્ગ છે. આ ઉપાયથી જેમણે કર્મોને ક્ષય કર્યો છે એવા સિદ્ધો સિદ્ધશિલામાં અનંત અને અવ્યાબાધ સુખ અનુભવે છે. સંસાર (ખપા ન હોય પણ) પરિમિત કર્યો હોય તેમણે અણુવ્રત અને શિક્ષાત્રત સહિત ગૃહસ્થ ધર્મ પાળ.” સર્વ ભાવને જાણનારા અરિહંતે આ પ્રમાણે ઉપદેશ કર્યો. જીવ અને અજીવના તે સ્વરૂપને સાંભળીને જેમણે કામભેગોને ત્યાગ કર્યો છે એવા કુંભ રાજાએ શ્રમણ ધર્મને સ્વીકાર કર્યો અને ભગવાને તેમને પ્રથમ ગણધર તરીકે સ્થાપ્યા. તેમને મહત્સવ કરીને દેવે અને મનુષ્ય જેમ આવ્યા હતા તેમ પાછા ગયા. ભગવાનના કુંભ વગેરે સાઠ હજાર શિષ્યો હતા, તેટલી જ શિષ્યાઓ હતી, એક લાખ ચોરાશી હજાર શ્રાવક હતા, તથા ત્રણ લાખ ચોરાશી હજાર શ્રાવિકાઓ હતી. વીતરાગ તથા જેમનાં કર્મો નાશ પામ્યાં છે એવા શ્રીઅરનાથ તીર્થકર એકવીસ હજાર વર્ષ સુધી નિર્વાણનો માર્ગ પ્રકાશીને, સમેત પર્વતના શિખર ઉપર એક માસના ઉપવાસ કરીને સિદ્ધિમાં ગયા. દેવોએ તેમને નિર્વાણમહિમા કર્યો. શ્રીઅરનાથના તીર્થમાં વીસ પુરુષપરંપરા સુધીમાં શીલ જેમનું ધન છે એવા બાર કરોડ શ્રમણે કેટિશિલા ઉપર સિદ્ધિમાં ગયા છે. શ્રીમલ્લિનાથ અરિહંતના તીર્થમાં વીસ પુરુષપરંપરા સુધીમાં છ કરોડ શ્રમણે અહીં જ પરિનિર્વાણ પામ્યા છે. મુનિસુવ્રત ભગવાનના તીર્થમાં ઉત્તમ વ્રતવાળા ત્રણ કરોડ મુનિઓ અહીં પરમપદ પામ્યા છે. પ્રણામ કરતા ઈન્દ્ર વડે વંદન કરાયેલાં જેમનાં ચરણકમળ છે એવા લેકગુરુ શ્રી નમિનાથના તીર્થમાં જેમનાં કર્મનાં આવરણ દૂર થયાં છે એવા એક કરોડ શ્રમણો આ શિલા ઉપર સિદ્ધિ પામ્યા છે. આથી તે કોટિશિલા કહેવાય છે. એ શિલા સુરાસુર વડે પૂજાયેલી, મંગલ, વંદનીય અને પૂજનીય છે. એ કારણથી અમે અહીં આવ્યા છીએ. જે તમે પૂછ્યું કે અમે કહ્યું છે.” | (ચારણશ્રમણોએ) આ પ્રમાણે કહ્યું, એટલે “ઉત્તમ કહ્યું!” એમ બોલતાં અમે વિનયપૂર્વક તે શ્રમને પ્રણામ કર્યા. પછી ચારણુ ભગવંત અંતર્ધાન થયા. શ્રી શાન્તિનાથના આ શાન્તિકર ચરિત્રનું ચિન્તન કરતે હું બેઠો. એ સમયે ખભા ઉપર જેણે હાડકાંની માલા પહેરી છે એવી તથા હિમ વડે કરમાયેલી પદ્મિની જેવા નિસ્તેજ શરીરવાળી, નવયૌવનમાં રહેલી એક સ્ત્રીને મેં જોઈ. તાપસોને મેં પૂછયું, “ભદ્ર આકૃતિવાળી અને સુખભાગિની આ સ્ત્રી કયા કારણથી આશ્રમમાં રહે છે? ૧. કથાના અનુસંધાન માટે જુઓ આ લંભકના પ્રારંભમાં પૃ. ૪૦૬-છ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544