Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 503
________________ [ ૪૪૮ ] વસુદેવ–હિંડી : : પ્રથમ ખંડ : ચક્રાયુધ વગેરે સ્વામીના-તીથંકરના છત્રીસ ગણુધરા શ્રુતના નિધિએ અને સ લબ્ધિવડે સંપન્ન હતા. જિનેશ્વરના સાધુઓની સંખ્યા ખાસઠ હજાર હતી, સાધ્વીઓની સંખ્યા એકસઠ હજાર છસેા હતી, શ્રાવકાની સંખ્યા બે લાખ ચાલીસ હજાર હતી અને શ્રાવિકાઓની સ`ખ્યા ત્રણ લાખ નવ હજાર હતી. ભગવાનની ઊંચાઈ ચાલીસ ધનુષ્ય હતી. સાળ માસ વડે ન્યૂન એવાં પચીસ હજાર વર્ષ સુધી જગતમાં ઉદ્યોત કરીને, વિદ્યાધરા અને ચારણેા વડે સેવાયેલા સમ્મેત પર્વતના શિખર ઉપર એક માસના ઉપવાસ કરી, જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની તેરશે ચંદ્રા ભરણી નક્ષત્ર સાથે યાગ થયા તે સમયે નવ સેા અણુગારા સાથે ભગવાને પાદાપગમન કર્યું . લેાકસ્થિતિ-મર્યાદા પ્રમાણે દેવા જિનભકિત કરવાને માટે આવ્યા. જેમણે કર્મોના ક્ષય કર્યા છે એવા શ્રીશાન્તિનાથ ભગવાન તે મુનિએની સાથે નિર્વાણુ પામ્યા. સુરા અને અસુરાએ તેમના શરીરને વિધિપૂર્વક સંસ્કાર કર્યાં, અને જિનેશ્વરના ગુણામાં અનુરક્ત એવા તેએ જે પ્રમાણે આવ્યા હતા તે પ્રમાણે પાછા ગયા. પછી પેાતાના ગણુસહિત વિશુદ્ધ અને નિરામયપણે વિહરતા, જિનેશ્વરની જેમ લેાકેાનાં સંશતિમિરના નાશ કરતા, શરદકાળના ચંદ્રના કિરણ જેવા ધવલ યશવડે ત્રિભુવનને બ્યાસ કરતા ચક્રાયુધ મહિષ ઘણાં વષ વિચર્યા પછી મેાહનીય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયક ના ક્ષય થતાં કેવલી થયા. ત્રિદેશપતિ ઇન્દ્રે જેમના ચરણકમળમાં પ્રણામ કર્યાં છે એવા તથા જેમના કર્મશે! નાશ પામ્યા છે એવા, તથા વીતરાગના શ્રમણવૃધ્રુવડે પરિવરાયેલા તેઓ અનુક્રમે આ પરમપવિત્ર કેાટિશીલા ઉપર નિર્વાણુ પામ્યા. ભક્તિવશ હાઇને આદરપૂર્વક આવેલા દેવતાઓએ તેમના નિર્વાણુમહિમા કર્યો. ત્યારથી શ્રીશાન્તિનાથ અરિહ ંતની નિરંતર સિદ્ધિ પામતી ખત્રીશ પુરુષપરંપરા સુધીમાં ચક્રાયુધ મહામુનિના ચરણકમળથી અંકિત થયેલી આ શિલા ઉપર જેમના પર્યાયેા સંક્ષિપ્ત થયા છે ( જેમણે ચાર અધાતીક ખપાવ્યાં છે) એવા સંખ્યાતા કરાડ ઋષિએ સિદ્ધિ પામ્યા છે. શ્રીકુન્ટુનાથનું ચરિત્ર અધ પલ્યાપમ કાળ ગયા પછી શ્રીકુન્થુનાથ અરિહંત (જેમનુ નામ એ ભવમાં સિંહાવતુ હતુ) જ બુદ્વીપના પુષ્કલાવતી વિજયમાં વિપુલ રાજરિદ્ધિના ત્યાગ કરીને, નિરવદ્ય એવી પ્રવ્રયાને સ્વીકારીને ઘણાં લાખ પૂર્વ સુધી તપ કરીને, અગીઆર અંગાના વેત્તા થઈ પાપ અને કર્માંના મલને દૂર કરીને, તીથંકરનામકર્મ રૂપી મહારત્ન ઉપાર્જન કરીને, સવા - સિદ્ધ મહાવિમાનમાં તેત્રીસ સાગરોપમ સુધી નિરુપમ સુખ અનુભવ્યા પછી સ્મ્રુત થઈનેહસ્તિનાપુરમાં દાન અને દયાના વિષયમાં શૂર એવા શૂર રાજાની મહાસ્વપ્નેાના દર્શનથી આનંદિત થયેલા હૃદયવાળી શ્રી દેવીની કુક્ષિમાં ઉત્પન્ન થયા. તારાધિપતિ ચન્દ્ર જયારે અનેક ૧. કારણ કે સેાળ માસ સ્થપર્યાય હતેા. Jain Education International For Private & Personal Use Only · www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544