Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 506
________________ કેતુમતી સંભક [ ૪૫ ] ક્ષમા, માવ, આર્જવ અને નિર્લોભતા વડે પોતાના આત્માને ભાવતા તેમને મોહનીય, જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયકર્મને ક્ષય થતાં કેવલજ્ઞાન અને કેવલદર્શન ઉત્પન્ન થયું. તે જ સમયે દે અને દાનવો પરમગુરુ તીર્થકરને મહિમા કરવાને માટે આવ્યા. વિનયથી જેમનાં મસ્તક નમેલાં છે એવા તેમણે પહેલાં તો સસરણભૂમિને સુગંધી જળ વડે છાંટી, અને જળ અને સ્થળમાં ઉત્પન્ન થયેલાં પાંચ વર્ણનાં સુગંધી વૃત્તપ્રતિષ્ઠાન (દાંડી નીચે અને પુષ્પ ઉપર રહે એવી રીતે સીધાં પડેલાં) પુપની વૃષ્ટિ વડે શોભા કરી. કાળા અગરના ધૂપથી જાણે મેઘ વડે ઘેરાયેલી હોય એવી દિશાઓ તેમણે કરી. પછી પિતાના પરિવાર સહિત ભગવાનની સ્તુતિ કરતા ત્રિદશપતિઓ-ઈન્દ્રો હાથ જોડીને, પ્રદક્ષિણા કરીને ગ્ય સ્થાનમાં બેઠા. ભગવાનનું વચનામૃત સાંભળતા મનુષ્ય પણ તે જ અનુક્રમે બેઠા. પછી શ્રવણ અને મનને મને હર લાગે એવા સ્વરથી શ્રીજિનેશ્વર છે જીવકાય અને અજીવનું સ્વરૂપ પર્યાય સહિત કહેવા લાગ્યા–“અગ્નિવડે પરિણામિત-તપેલે લોઢાને ગેળો જેમ પાણીને ગ્રહણ કરે છે તેમ અરૂપી જીવે રાગદ્વેષનિમિત્તિક કર્મ પુદગલેને ગ્રહણ કરે છે. ઉદયને પ્રાપ્ત થયેલાં કર્મ વડે જન્મ, જરા, મરણ, રોગ અને શોકથી ભરેલો તથા ભયજનક આ સંસાર ઉત્પન્ન થાય છે. પ્રશસ્ત પરિણામને પ્રાપ્ત થયેલા, જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગ ઉપર પ્રેમ રાખનારા, જ્ઞાનપ્રાપ્તિ માટે જેણે પ્રયત્ન કર્યો છે એવા, વિશુદ્ધ થતા ચારિત્ર્યવાળા અને જેણે આમ્રવને રોયે છે એવા જીવને નવા કર્મને ઉપચય થતું નથી, અને બાહા તથા આત્યંતર તપ વડે પૂર્વ સંચિત કર્મનો ક્ષય થાય છે. પછી અઘાતી કર્મ અને ઘાતી કર્મ જેણે ખપાવ્યાં છે એવા તે જીવની પરમ પદ–મોક્ષમાં પ્રતિષ્ઠા થાય છે.” આ પ્રમાણે શ્રીકુન્થનાથે અરિહંતે વિસ્તારપૂર્વક કહેતાં “ઉત્તમ વચન કહ્યાં!” એમ કહીને પર્ષદાએ મસ્તકથી તેમને પ્રણામ કર્યા. જેને તીવ્ર સંવેગ થયે છે એવા સ્વયંભૂ ક્ષત્રિયે તૃણની જેમ રાજ્યનો ત્યાગ કરીને દીક્ષા લીધી, અને ભગવાને તેમને પ્રથમ ગણધર તરીકે સ્થાપ્યા. દેવોએ તેમની પૂજા કરી. તીર્થકરની રિદ્ધિથી વિમિત થયેલા દે અને મનુષ્ય પોતપોતાના સ્થાનકે ગયા. શ્રીકુન્થનાથના સ્વયંભૂ આદિ સાઠ હજાર શિષ્ય હતા, રક્ષિતા આદિ સાઠ હજાર અને આઠસો શિષ્યાઓ હતી, એક લાખ નેવ્યાસી હજાર શ્રાવક હતા અને ત્રણ લાખ એકાસી હજાર શ્રાવિકાઓ હતી. પછી ભાવિકજનેના બેધમાં ઉદ્યત એવા ભગવાન ત્રેવીસ હજાર સાતસો પચાસ વર્ષ સુધી નિરુપસર્ગ પણે વિહરીને સમેત પર્વતના શિખર ઉપર માસોપવાસ કરીને ચંદ્ર કૃતિકા નક્ષત્રના યુગમાં આવ્યો તે સમયે સિદ્ધિમાં ગયા. દેએ તેમનો નિર્વાણુમહોત્સવ કર્યો. ભગવાન કુન્થનાથના તીર્થમાં અઠ્ઠાવીસ પુરુષપરંપરા સુધીમાં આ એક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544