________________
[ ૩૮૮ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ:
અને ફશુનંદી નામે બે ગોવાળિયા હતા. જે ગાયો રૂપાળી તથા વર્ણ, રૂપ, આકાર, શિંગડાં અને આકૃતિ વડે કલ્યાણકારક, ભદ્ર, ખેડ વગરની અને સારાં આંચળવાળી (ખૂબ દૂધ આપનારી) હોય તેમને ચારુનંદી રાજાના આંકથી આંકતો હતે; અને જે ગાયે વિરૂપ તથા વર્ણ, રૂપ, આકાર, શિંગડાં અને આકૃતિમાં ખેડવાળી, મારકણું, ભૂખરી અને દૂધ નહીં આપનારી હોય તેમને પિતાના આંકથી આંકો હતો. જે ગાયો સુંદર તથા વર્ણ, રૂપ, આકાર અને આકૃતિમાં કલ્યાણકારક, ભદ્ર અને સારાં આંચળવાળી હોય તેમને ફશુનંદી પિતાના આંકથી અક્ત હતું, અને જે ગાયે વિરૂપ અને વર્ણ, રૂપ, આકાર, શિંગડાં અને આકૃતિમાં ખોડવાળી, ભૂખરી અને મારકણી હોય તેમને રાજાના આંકથી આંકતે હતે.
એકવાર જિતશત્રુ રાજાએ ચારુનદીના ગોકુળમાં જઈને ચારુનદીને પૂછયું, “મારી કેટલી ગાયે છે?” રાજાના આંકથી અંકાયેલ અને તેના પિતાના આંકથી અંકાયેલ એવા ગાયના બનને વર્ગો જોઈને રાજા સતુષ્ટ થયે. પછી તે ફશુનંદીના ગોકુળમાં ગયે. ફગુનંદીએ પણે રાજાના અને પિતાના આંકથી અંકિત થયેલી ગાય તેને બતાવી. તે જોઈને ક્રોધ પામેલા રાજાએ તે ફશુનંદીને વધ કરાવ્યું, તે ગોકુળ ચારુનંદીને આપ્યું તથા તેને સત્કાર કર્યો.”
સ્વામિદર પાસેથી આ ઉપદેશ સાંભળીને અમે બંને જણ બેધ પામ્યાં. તે સ્વામિદત્ત શ્રાવકની પાસે અમે પાંચ અણુવ્રતે ગ્રહણ કર્યા. કામ પતાકા અને હું તે ઉપદેશ સાંભળીને શ્રાવિકાઓ થઈ.”
વળી અનંગસેનાએ દુર્મુખના દોષ પણ ત્યાં કા, જેમકે-તેણે કામ પતાકાને પકડી હતી તે દેષ, અને વિષવાળી સોય નૃત્યસ્થાનમાં રાખી હતી તે દેષ. પછી રાજાએ દુર્મુખના વધની આજ્ઞા કરી. ત્રષિદત્તા અને એણપુત્રને કથાસંબંધ
પછી ઉદકબિન્દુ આદિ તાપસ બિવ આદિ ફળે લઈને શુનક છેદ ઉપાધ્યાયને નિમિત્તે ત્યાં આવ્યા. તેઓએ રાજા અમોઘરિપુને ફળોની ભેટ ધરી અને વિનંતી કરી કે, “દેવ! રંગમંડપમાં નૃત્ય કરતી કામ પતાકાને જોઈને સુનક છેદ ઉપાધ્યાય બીમાર થયો છે. માટે હે દેવ! ધર્મ ગણીને કામ પતાકા તેને આપે. જે નહીં આપો તો કામદેવનાં બા વડે પીડાયેલો તે પ્રાણત્યાગ કરશે.” રાજાએ કહ્યું, “કામ પતાકા તે કુમારને આપી છે; બીજી જે કોઈ ગણિકા તમને ગમતી હશે તે આપી શકાશે.” એટલે તેઓ બોલ્યા, “અમારે બીજીનું કામ નથી.” પછી રાજાએ તેમને નિષેધ કર્યો, અને “અહીં વિશ્રામ ” એમ કહીને તેમને ઉતારો આપે. પછી મોટી ધામધૂમથી યજ્ઞ થયો. દેવી આવી અને તે બિવ આદિ ફળો જોઈને રાજાને કહેવા લાગી, “હે સ્વામી! આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org