________________
કેતુમતી લંભક
[૪૩૭ ]
નામે બે પુત્રો હતા. તેઓએ એ પાડાઓએ લડાવ્યા. એટલે એકબીજાને મારીને તેઓ તે જ અયોધ્યાનગરીમાં મેંઢા થયા. અનુક્રમે ઊછરેલા તેઓ કાલ અને મહાકાલ એ નામથી (ઓળખાયો). ત્યાં પણ યુદ્ધ કરતા અને ભેદાયેલાં મસ્તક અને કપાળમાંથી નીકળતા રુધિર વડે તરબોળ થયેલા તેઓ મરીને આ કૂકડાઓ થયા. આથી પૂર્વના સંબંધથી ઉત્પન્ન થયેલા વેરવાળા અને જેમની વધની ઈચ્છા દૂર થઈ નથી એવા એ બન્ને એકબીજાને જોઈને રોષયુક્ત થઈને આ લઢવા લાગ્યા છે.”
મેઘરથ કુમારે કહ્યું, “સ્વામી! આ કૂકડાઓ વિદ્યાધર સહિત છે (અર્થાત્ તેઓ વિદ્યાધરો વડે અધિષિત છે.)” વનરથે કહ્યું, “વિદ્યાધર સહિત કેવી રીતે ?” એટલે મેઘરથ બે, “કેવી રીતે વિદ્યાધર સહિત છે, તે સાંભળે ચંદ્રતિલક-વિદિતતિલકને સંબંધ અને તેમને પૂર્વભવ
જંબુદ્વિપના ભારતમાં વૈતાઢ્યની ઉત્તર શ્રેણિમાં સુવર્ણનાભ નામે નગર છે. ત્યાં ગરુડવેગ રાજા છે, તેની વૃતિસેના ભાર્યા છે, જેના ચંદ્રતિલક અને વિદિતતિલક એ બે પુત્ર છે. તેઓ એક વાર મેરુના શિખર ઉપર જિનપ્રતિમાઓને વંદન કરવા માટે ગયા. ત્યાં ફરતાં તેઓએ શિલાતલ ઉપર સુખપૂર્વક બેઠેલા ચંદનસાગરચંદ્ર નામે ચારણશ્રમણને જોયા. તેમને વંદન કરીને તેમના ચરણમાં તે બે જણે ધર્મ સાંભળે. કથાને અંત આ જાણીને તે બન્ને જણાએ પિતાના પૂર્વભવ પૂછયા. અતિશયજ્ઞાની તે ભગવાન તેમને કહેવા લાગ્યા–
ધાતકીખંડમાં પૂર્વ એરવતમાં વજપુરમાં અભયઘોષ રાજા હતા, તેની દેવી સુવર્ણ તિલકા હતી; વિજય-જયંત એ તેમના બે પુત્રો હતા. તે જ રાતમાં સુવર્ણ દુર્ગ નગર હતું. ત્યાં શંખ રાજા હતા, તેની પૃથ્વી દેવી હતી, તેમની પૃથ્વસેના પુત્રી હતી. તે કન્યા અભયઘોષ રાજાએ આપેલી હતી.
એક વાર એક દાસી વસંતનાં પુષ્પો લઈને અભયાષ રાજાની પાસે આવી અને સુવર્ણતિલકા દેવી તરફથી વિનંતી કરવા લાગી, “ સ્વામી ! વસન્તક્રીડા કરવા માટે છલેક ઉદ્યાનમાં જઈએ.”કેટિમૂલ્યથી બનાવેલાં ઉત્તમ યુક્તિ-કુસુમો (અમુક વસ્તુઓ મેળવીને તૈયાર કરેલાં બનાવટી પુ) પૃથ્વીસેના રાજા પાસે લાવી. તે લઈને રાજા છલેક ઉદ્યાનમાં જવા નીકળ્યો. ત્યાં સેંકડો રાણીઓ વડે વીંટાયેલે તે ક્રીડા કરવા લાગ્યા. ત્યાં ફરતી પૃથ્વીસેના રાણીએ દંતમથન નામે સાધુને જોયા. તેમને વંદન કરીને તથા તેમની પાસે ધર્મ સાંભળીને જેને કામ પ્રત્યે નિર્વેદ થયો છે એવી તે પૃથ્વી સેના રાજાને વિનંતી કરવા લાગી, “હું દિવ્ય સુખને પ્રાપ્ત કરીશ.” રાજાએ અનુજ્ઞા આપી, એટલે તે સાધ્વી થઈ. રાજા પણ તે ઉદ્યાનની શોભા અનુભવીને નગરમાં ગયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org