________________
-
-
-
-
-
--
-
-
--
-
-
-
-
-
-
-
કેતુમતી સંભક
[૪૭]
નથી, તમે જે વિષે પ્રશ્ન કર્યો છે તે તીર્થકર-કથા હેઈ ભયજનોને પ્રીતિ ઉત્પન્ન કરનાર અને પ્રશસ્ત છે. શ્રી શાન્તિનાથ તીર્થકરનું ચરિત્ર હું તમને સમાપ્તિ સુધી કહીશ. શ્રીશાન્તિનાથનું ચરિત્ર-અધિગ્રીવ અને ત્રિપૃષ્ઠને વૃત્તાન્ત
આજ ભારતમાં વૈતાઢ્ય પર્વતની દક્ષિણ એણિમાં ઘણા રથ, અશ્વ, હાથી અને મનુષ્ય જેમાં છે એવું રથનપુરચક્રવાલ નગર છે. ત્યાં પ્રદીપ્ત અગ્નિ સમાન તેજવાળે જવલન જટી રાજા હતો, તેની ભાર્યા વાયુવેગા હતી. સૂર્ય જેવા દીપ્ત તેજવાળે અને વિપુલ કીર્તિવાળો તેણનો અર્ક કીતિ નામે પુત્ર હતો, અને સહસ્રરશ્મિ સૂર્યની પ્રભા જેવી આદરપાત્ર, ચાંદની રાત જેવી રમણીય અને જાણે કાદવથી રહિત કમલિની હોય તેવી સ્વયંપ્રભા કન્યા
હતી. અનુક્રમે ઊછરેલી, કલાઓમાં નિપુણ અને દેવતા જેવી રૂપમતી અને અકૃત્રિમ તેજ અને લાવણ્યયુક્ત શરીરવાળી તે કન્યા વિદ્યાધરલોકમાં ઉદાહરણરૂપ થઈ. અભિનંદન અને જયનંદન ચારણશ્રમણે પાસે ધર્મ સાંભળીને તેણે સમ્યકત્વ સ્વીકાર્યું.
એકવાર પર્વના દિવસે પૌષધ પાળીને જિનમન્દિરની પૂજા કરીને તે પિતાની પાસે આવી (અને કહેવા લાગી કે), “તાત! શેષ લો.” રાજાએ મસ્તક નમાવીને તે સ્વીકારી. પછી પરિષથી વિકાસ પામેલાં નયન-યુગલ વડે તે રાજાએ કન્યાને અવલોકી. તેણે વિચાર્યું, “અહો ! આવા સુન્દર રૂપવાળી આ કન્યા ગ્ય વરને કેવી રીતે પામશે ?” આ પ્રમાણે વિચાર કરીને તેણે રજા આપી કે, “જા, બેટા ! પૌષધનું પારણું કર.” પછી એકાન્ત પ્રદેશમાં રાજાએ સુશ્રુત વગેરે મંત્રીઓને કહ્યું, “અરે ! સાંભળો, સ્વયંપ્રભા કન્યા યુવાવસ્થામાં આવી છે, કુલ, રૂપ અને જ્ઞાનમાં તેને યોગ્ય હોય એવો વર વિચાર કરીને સૂચવો.એટલે સુકૃત મંત્રીએ કહ્યું, “સાંભળે, સ્વામી ! રત્નપુરમાં મયૂરગ્રીવ રાજાને નીલાંજના રાણીથી થયેલ પુત્ર અશ્વગ્રીવ વિદ્યાધરોને અધિપતિ છે અને દક્ષિણાર્ધ– ભરતને રાજા છે. રાજાઓ પણ તેની આજ્ઞા વહન કરે છે. તેને એ કન્યા આપવી જોઈએ.” બહુત મંત્રીએ કહ્યું, “સ્વયંપ્રભા સ્વામિની માટે અશ્વગ્રીવ યોગ્ય વર નથી. તે વન વટાવી ગયો હોઈ આધેડ વયમાં છે. વિશુદ્ધ કુલ અને શીલવાળા અને દેવકુમારે જેવા રૂપાળા બીજા ઘણું વિદ્યાધરો ઉત્તરશ્રેણિમાં છે, તેમાંથી કેઈને માટે વિચાર કરો.” આ સમયે બોલવાની તક મળતાં સુમતિ મંત્રીએ કહ્યું, “દેવ ! બહુશ્રુતે ઠીક કહ્યું છે. પ્રભંકરા નગરીમાં મેઘવાહન રાજા છે. તેની મહાદેવી મેઘમાલિની છે. તેનો પુત્ર વિદ્યાધર વિદ્યપ્રભકુમાર પ્રશસ્ત લક્ષણેથી યુક્ત સર્વ અંગવાળો અને કલાઓનો પરમાર્થ જાણનારોપારગામી છે. તેની બહેન તિર્માલા રૂપમાં અજોડ છે. જિનમન્દિરના ઉત્સવમાંથી પાછા વળતાં મેં તેને જોઈ હતી. મેં વિચાર્યું, “ક્યા વિદ્યાધર રાજાની આ પુત્રી હશે ?” પછી
અર્કકીર્તિ યુવરાજને માટે આ યોગ્ય છે” એમ માનતો હું તેની પાછળ ચાલે, અને તે પણ પરિવાર સહિત પિતાના નગરમાં ગઈ. મહાપ્રભાવશાળી વિધ...ભને ત્યાં મેં જોયે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org