Book Title: Vasudev Hindi Part 01
Author(s): Sanghdas Gani, Bhogilal J Sandesara
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 467
________________ [ ૪૧૨ ] વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ : k સાથે મંત્રણા કરીને ત્રિપૃષ્ઠને સમાચાર માકલ્યા કે, હું તમને વિનંતી કરું છું, કૃપા કરા; સુતારા કન્યાને પણ તમારા ચરણમાં એકત્ર થયેલા રાજાઓમાં સ્વયંવર આપે. ” ત્રિપૃષ્ઠ પણુ ‘ ભલે ’એમ કહીને તે સ્વીકાર્યું. પછી રાજાએ એકત્ર થયા. અર્કકીતિ અમિતતેજ કુમાર અને સુતારા કન્યાને લઇને ભારે સમૃદ્ધિપૂર્વક પાતનપુર આવ્યેા. રાજાઓને ચાગ્યતા પ્રમાણે ઉતારા આપવામાં આવ્યા. સૂચવવામાં આવેલાં સ્થાનામાં તે રહ્યા. પછી, કમળથી ઢાંકેલા કનકના જળપૂર્ણ કુભા જેની બન્ને બાજુએ મૂકવામાં આવેલા છે. એવી મણિમંડિત કમાન વડે અલંકૃત, સરસ અને સુગંધી પુષ્પમાળાઆથી વીંટાયેલા સેંકડો સ્ત ંભાથી યુક્ત, સુવર્ણ કમળની માળાઓવાળી પૂતળીઓના જેમાં મોટા સમૂહ છે એવા, પાંચ વર્ણનાં પુષ્પો વડે જેની ભૂમિ ઢંકાયેલી છે એવા તથા ઘ્રાણુ અને મનને પ્રિય લાગે એવા ધૂપથી મઘમઘતા સ્વયંવરના મંડપ સજ્જ કરવામાં આવ્યેા. પછી પાતપેાતાનાં ચિહ્નોવડે અલંકૃત અને વિભૂષિત થયેલા વિદ્યાધરા સહિત રાજાએ, દેવકુમારની જેમ, મચ ઉપર બેઠા. પછી. સાક્ કરવામાં આવેલા તથા પાણીથી છાંટેલા અને સ્વચ્છ, ઊંચી કરવામાં આવેલી પતાકાએના સમૂહવડે સુશોભિત, તથા જળ અને સ્થળમાં થયેલાં પુષ્પા વેરેલાં હોવાથી હસતા હાય તેવા પાતનપુરના રાજમાર્ગ ઉપર થઈને ત્રિપૃષ્ઠ રાજા સર્વ પ્રધાનમંડળની સાથે ચિત્રા અને સ્વાતિનક્ષત્રની જેમ શાભતી, વિદ્યાધરા વડે વસાયેલાં વિમાન જેવી શિબિકામાં બેઠેલી તથા સેંકડા માંગલેા વડે સ્તવન કરાતી જ્યેાતિપ્રભા અને સુતારા કન્યાઓને ભારે સમૃદ્ધિપૂર્વક આગળ કરીને નીકળ્યેા, અને મંડપમાં પહોંચ્યા. કન્યાઓ શિબિકાઓમાંથી નીચે ઊતરી. વિશેષ વિસ્મય વડે સુન્દરતર નયનકમળવાળા રાજાઓએ તેમને જોઇ. પછી ચિત્રકરીએ તેમને પ્રત્યેક રાજાનાં કુલ, શીલ, રૂપ અને જ્ઞાન કહેવા લાગી. પેાતાની દ્રષ્ટિથી તે રાજાએ તરફ જોતી અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્ર તરફ્ જતી ગંગા અને સિન્ધુ જેવી તે બે કન્યાએ અનુક્રમે અમિતતેજ અને શ્રીવિજય પાસે ગઇ. તેમાં તેમની દ્રષ્ટિએ ઠરી અને હૃદય પ્રસન્ન થયાં. કન્યાએએ રત્નમાલાએ અને કુસુમમાલાએ વડે તેમનું અર્ચન કર્યું. પૃથ્વીપતિઓએ કહ્યું, “ અહા ! ઉત્તમ વરણી થઈ, પાયસમાં ઘીની ધારાએ પડી અને ઉદ્યમ સાથે સિદ્ધિએ જોડાઇ. ” પછી પ્રશસ્ત તિથિ, કરણ અને મુહૂર્તોમાં તેમનાં વિવાહેતુક કરવામાં આવ્યાં. જેમને સત્કાર કરવામાં આવ્યેા હતેા એવા રાજાઓને વિદાય આપવામાં આવી. જેમણે વૈભવ અને ધન વહેંચ્યાં નથી એવા અમિતતેજ અને શ્રીવિજયના સમય વિષયસુખના અનુભવ કરતાં વીતવા લાગ્યા. અભિનંદન અને જગનદન ચારણશ્રમણેાને પેાતાના નગરમાં સમેાસરેલા સાંભળીને વિદ્યાધરાના અધિપતિ કીતિ તેમને વાંદવાને ગયા. અભિનદન શ્રમણ તેને વિષયાના ઢાષા કહેવા લાગ્યા, જેમકે-“ શબ્દાદિ ઇન્દ્રિયવિષયામાં આસકત થયેલાં પ્રાણીએ ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544