________________
ગન્ધર્વદત્તા સંભક.
[ ૧૯૧ ].
લીધું. પછી સુરંગના વિવરમાંથી જતરડું ખેંચે તેવી ગતિથી મને ખેંચતી તે દૂર સુધી જઈને બહાર નીકળી. મેં ચામડાનું કપડું પહેરેલું હોવાથી મારા શરીરને કંઈ ઈજા ન થઈ. પછી ઘેનું પૂછડું છોડી દઈને હું ફૂવો શોધવા લાગે, પણ મને તે જડ્યો નહીં. રાતમાં મને લાવવામાં આવ્યો હતો તે કારણથી એ પ્રદેશથી પણ હું માહિતગાર નહોતે. આ પ્રમાણે ભગ્રસ્ત એવો હું તપાસ કરતો હતો ત્યાં જંગલી પાડાએ મારા ઉપર હુમલો કર્યો. તે મારી પાછળ પડ્યો. તેનાથી નાસતો એ હું પાડો ચઢી શકે નહીં એવા ઊંચા ખડક ઉપર ચઢી ગયો. આથી પાડો બીજા અને અત્યંત ક્રોધથી તેણે શિલા ઉપર પ્રહાર કર્યો. તેના પ્રહારના આઘાતથી ખડકમાંથી મેટો અજગર નીકળે અને તેણે પાડાને પાછલા ભાગમાં પકડ્યો. આથી એ નિષ્ફર પાડે ત્યાં ઊભે રહ્યો. ડરે એ હું પણ પાડાના માથા ઉપર પગ મૂકીને ત્યાંથી નાસી ગયા અને એકાતમાં સંતાઈ ગયા.
પછી ત્યાંથી નાસીને ભૂખ અને તરસથી પીડાતા હું વનમાં કાંટાઓમાં રખડતો હતો. એક સ્થળે ચાર રસ્તા ભેગા થતા જોઈને અવશ્ય આ માર્ગે કોઈ આવશે ” એમ વિચારી હું ઊભો રહ્યો. થોડીવારે મેં રુદ્રદત્તને જોયે. તે મારે પગે પડીને રવા લાગ્યું અને બોલ્યા, “હું તમારો અંતેવાસી છું. ચારુસ્વામી! તમે અહીં શી રીતે આવ્યા?” એટલે મેં તેને બની ગયેલે બધે વૃત્તાન્ત કહ્યો. પછી તેણે પિતાના ભેટવામાંથી મને પાણી પાયું અને ભાથું આપ્યું. સ્વસ્થ થયેલા મને તે કહેવા લાગ્યું, “હવે હું તમારો સેવક છું. તમે વેપાર કરે; ચાલો આપણે રાજપુર જઈએ.” પછી અમે રાજપુર ગયા અને રુદ્રદત્તના મિત્રને ઘેર ઉતર્યા. રુદ્રદત્ત પડદા, અલંકાર, અળ, રાતાં પિત, કંકણ વગેરે માલ લીધે. તેણે મને કહ્યું, “ચારુસ્વામી ! વિષાદ ન કશો. તમારા ભાગ્યથી અને ઉત્તમ શરીરેણાના ગુણથી ગેડી મૂડીથી પણ આપણે ઘણું દ્રવ્ય પેદા કરશું. દ્રવ્ય ઉપાર્જન કરવાને માટે આ લેકે સાર્થમાં જાય છે, માટે ઉઠે, આપણે પણ તે સાર્થની સાથે જઈએ.”
એટલે ભેગા થઈને અમે સાર્થમાં પહોંચ્યા અને અનુક્રમે ચાલતા અમે સિધુસાગર સંગમ (અથવા સાગરના જેવી) નદી ઊતર્યા. ઈશાન દિશા તરફ અમે ચાલવા લાગ્યા. હુણ, ખસ અને ચીન ભૂમિ અમે વટાવી અને વૈતાદ્યની તળેટીમાં શંકુપથ પાસે પહેચ્યા. ત્યાં સાર્થના માણસોએ પડાવ નાખે, રસોઈ કરી અને વનફળ ખાધાં. ભેજન કર્યા પછી સાર્થના માણસોએ તુંબરુનું ચૂર્ણ કૂટયું. માર્ગદર્શકે કહ્યું, “ચૂર્ણ લઈ લે, અને કેડમાં ચૂર્ણની ઝેળીઓ બાંધી દે. પિોટલામાં માલ ભરો અને તે બગલ ઉપર બાંધે. એટલે આ 'છિન્નટેક શિખર, વિજયા નદીને અતાગ પાણીવાળો ધરો અને માત્ર એક જ સ્થળે
૧. જ્યાં વચ્ચે વસામાની અથવા ટકવાની કોઈ જગ્યા નથી એવું સીધું શિખર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org