________________
[ ૩૯૦ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
66
""
"
હૃદયથી વિચાર્યું કે, “ આ ગીત મારા માટે છે. હું સિ'હું અને 'ધુમતી શિયાલણી. પછી મે' નિષ્ઠુરતાપૂર્વક તેના તિરસ્કાર કરીને કહ્યું, “ અયેાગ્ય ગાયન કરતી આ ધૂતારીએ જીએ ! ” તિરસ્કૃત થયેલી અને લજ્જા પામેલી તેએ પછી ચતુરાઇપૂર્વક ગાવા લાગી, તેમાં તેમણે ગીત–વાત્રિ અને નૃત્ય-અભિનયથી મને સારી રીતે સન્તાષ આપ્યા. પછી મેં તેને કહ્યું, “ સુન્દરીઓ ! હું વરદાન આપવાની ઇચ્છાવાળા છું; તમારી ઇચ્છા હોય તે વર માગેા, તે હું આપું. ” પછી તેઓએ કહ્યું, “ સ્વામી ! જો તમે અમને વરદાન આપવાના હા, તે તમે કયાંથી આવ્યા છે તે ( કહેવારૂપ ) વરદાન આપવા વડે અમારા ઉપર કૃપા કરો. ” એટલે મેં કહ્યુ, વેગવતીથી વિયેાગ પામેલે હું અહીં આવ્યે છું. પણ એક નકી એલી, “ તે પહેલાં ક્યાંથી ? ” હું ખેા, “ મદનવેગાના વિયાગથી. ” બીજી એલી, “ તે પહેલાં કયાંથી ? ” મેં કહ્યું, “ સેામશ્રી, રક્તવતી, પુડ્રા, અશ્વસેના, પદ્મા, કપિલા, મિત્રશ્રી, ધનશ્રો, સેામશ્રી, નીલયશા, ગન્ધ દત્તા, શ્યામલી, વિજયસેના અને શ્યામાના વિયાગથી. ” ખીજીએ કહ્યુ, “ તે પહેલા કયાંથી ? ” હું મેલ્યેા, “ શૌરિપુરમાં અંધકવૃષ્ણુિ રાજાના પુત્રા અને ધનસમૃદ્ધિવડે કુબેર જેવા સમૃદ્ધ સમુદ્રવિજય વગેરે દશ દશારા વસે છે. તેઓમાંના હું દશમા વસુદેવ નામના છું. વધૂના મરણથી વિયાગને પામેલે' હું તે ભાઇએની પાસેથી નીકળીને વિદ્યાધરા સહિત પૃથ્વીમાં ક્રૂરતા અહીં આવ્યે છું. એ પ્રમાણે, હે પોત્રા ! · પછી શું ? પછી શું? ' એમ પૂછતી, પરસ્પરને આઘી ઠેલીને સંઘર્ષથી કિલકિલાટ કરતી તે ન કીઓએ શારિપુર નગર સુધીના સર્વ વૃત્તાન્ત મારી પાસે પૂરેપૂરા કહેવરાવ્યેા. એટલામાં મેં જાણ્યું કે—“ મધુમતીના પતિ આર્યપુત્ર કાણુ છે, કેવા છે ? અથવા અહીં કયાંથી આવ્યા છે ? તે જાણી લાવા ” એમ કહીને આ નત્તિકાઓને પ્રિયંગુસુન્દરીએ માકલી હતી. તેઓએ છુપાવવા જેવી વાત પણ મારી સાથે પૂરેપૂરી કહેવરાવી. પછી દિવસ વીતી ગયા, અને સધ્યા થઈ.
એ દેશકાળમાં પ્રિયંગુસુન્દરીએ જેનેા પૂજાસત્કાર કર્યા હતા એવી, દાસીઓના મને વર્તુલ વડે વીંટાયેલી બંધુમતી દીપિકાએના સમૂહ સાથે આવી. પેલી િકા પણ વંદન કરીને, જે પ્રમાણે આવી હતી તે પ્રમાણે, પાછી ગઈ. અપૂર્વ ભૂષણ્ણા વડે વિભૂષિત “ આજે અંગવાળી તથા સૂક્ષ્મ કિટવાળી અધુમતીને જોઇને હું. વિચાર કરવા લાગ્યા, આના આટલા સુરૂપ-સમ્રુદય શાથી છે ? ” સુખાસન ઉપર બેઠેલી તેને મે' પૂછ્યું, “ સુન્દરિ ! તારા દિવસ સુખપૂર્વક ગયા ? ” બધુમતી ખેલી, “ સ્વામી ! જેવી રીતે મારા દિવસ ગયા તથા જે મેં સાંભળ્યું અને અનુભવ્યું. તે સર્વ
સાંભળા
79
૧ મૂળમાં વઘુમરવિષ્વસત્તો(? ) એ પ્રમાણે પાડે છે. વઘુમરળ( ? )ના અર્થ ‘ વધૂમરણ ' થઈ શકે? જો કે વસુદેવની કાઇ પત્નીના મરણની વાત કથામાં આવતી નથી-કદાચ સાચુ કારણ છુપાવવા માટે વસુદેવે આ કારણ આપ્યું. હાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org