________________
[ ૩૭૮ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
"
કેડ ઉપર બંધાતી મેખલા શિથિલપણાને લીધે ખસી પડવા લાગી, ત્યારે આઠ પડ કરેલું ફૂલ રેશમી વસ્ર તેણે મારી કેડ ઉપર વીંટયું. પછી મને આલિંગન કરીને દ્વાર ઉપર આવીને તેણે કહ્યુ, “ હે મ્હેન ! તું જા. ’' પછી દેવી અને રાજાને વંદન કરીને હું અહીં આવી. હે સ્વામી ! આ પ્રમાણે મારા દિવસ ગયા, અને આ પ્રમાણે મેં સાંભળ્યું તથા અનુભવ્યું.
""
પછી મધુમતી આનંદથી મારી સાથે રમી. પ્રિયંગુસુન્દરીએ મારું ઉત્થાન ( ગામ, નામ, ઠામ, કુલ, જાતિ ઇત્યાદિ ) નર્તકીઓ પાસેથી મેળવીને....? વળી કેટલાક દિવસ પછી તેનેા દ્વારપાલ મારી પાસે આવ્યેા. અશેકનિકામાં બીજાને દૂર કરીને એકાન્તમાં બેઠેલા મને પ્રણામ કરીને, તથા પગે પડીને ઊઠીને તેણે યથાનુવૃત્ત વચનમાલા કહી— ગંગરક્ષિતના વૃત્તાન્ત
“ સ્વામી ! અહીં એણીપુત્ર રાજાના મહાદોવારિક ગંગપાલિત નામે હતા. તેની ભદ્રા ભાર્યાના પુત્ર હું ગંગરક્ષિત નામે છું. કેાઈ એક વાર હું મારા પ્રિય મિત્ર વીણાદત્તની સાથે શ્રાવસ્તીમાં ચાકમાં બેઠા હતા. તે વખતે રંગપતાકાની દાસીએ વીણાદત્તને ખેલાવ્યા, “ સ્વામી ! રંગપતાકા અને રતિસેનિકાના ફૂકડાઓનું યુદ્ધ થાય છે, માટે તેના પ્રેક્ષકા તરીકે તમે અહીં આવા-એમ સ્વામિની કહે છે, ” વીણાદત્તે ( મને સાથે લઇ જવાની ઇચ્છાથી ) મારા સામું જોયું, એટલે તે દાસી મેલી, “ દૂર રહેલે આ ગણુકાના રવિશેષ કયાંથી જાણે ? ” એટલે હું સહસા ચિઢાઈને વીણાદત્તની સાથે ત્યાં જ ગયે. અમને આસને આપવામાં આવ્યાં અને ગંધ-માલ્ય વડે સત્કાર-પૂજા કરવામાં આવી. ત્યારપછી કૂકડાઓનું તે યુદ્ધ શરૂ થયું. એક લાખની હાડ બાંધવામાં આવી. વીણાદત્તે રંગપતાકાના કૂકડા લીધા. પછી તેણે કૂકડાને લડાવ્યા. રિતસેનાના ફૂંકડાના પરાજય થયા. રતિસેનિકા એક લાખ હારી. પછી દશગણુા દાવ મૂકવામાં આવ્યેા. પછી બીજી વખતે, તિસેનાના કૂકડા મેં લીધા, અને તેને મે' લલકાર્યું. એટલે બીજી વાર તે કૂકડાઓનું યુદ્ધ થયું. હવે રિતસેના જીતી. પછી હું ત્યાં જ રહ્યો. ઉપર એઢેલા વજ્રથી જેણે પેાતાના હાથ ઢાંકેલા છે એવી મારી દાસીએ બીજે દિવસે, મને બતાવીને, એકસો આઠ દીનાર તિસેનાને આપ્યા. એ પ્રમાણે ત્યાં સુખપૂર્વક મારા સમય વીતવા લાગ્યા. કેટલા કાળ ગયા તે પણ હું જાણુતા નહાતા.
એક વાર ગણિકાનાં પરિજનાએ કરુણ રુદન કર્યું. ‘આ શું છે? ' એમ ખેલતા હું સહસા ઊઠ્યો, તેા મારા પિતા મરણ પામ્યા હૈાવાનું મે' સાંભળ્યુ. પછી જેને શેાક
૧ અહીં મૂળ પ્રતામાંથી કેટલાક પાઠ પડી ગયા જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org