________________
-
-
--
-
---
-
--
[ ૩૬૮ ].
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
તિઓએ સફેદ છત્ર ધર્યું. પછી શંખ, સૂર્ય અને પટના ઉતાવળા શબ્દથી ક્ષોભ પામેલાં પ્રેક્ષકજને વડે જેવાતે હું નીકળ્યો. કેટલાક લોકો મારે જયશબ્દ કરતા હતા. કેટલાક બેલતા હતા, “ખરેખર, શેઠને દેવે જમાઈ આપે છે, આટલો રૂપાળો અને સૌમ્ય રૂપવાળે આ દેવ છે ” બીજાઓ બોલતા હતા, “વિદ્યાધર હશે.” “અહો રૂપ! હે કાતિ! અહા લાવણ્ય ! અહો કામદેવની કન્યા કૃતાર્થ થઈ છે!” એમ બોલતી, પ્રાસાદમાં રહેલી વિસ્મિત યુવતિઓ અમારા ઉપર કુસુમવૃષ્ટિ કરતી હતી તથા પાંચ પ્રકારનાં સુગંધી ગંધચૂર્ણ નાખતી હતી. પછી આ પ્રમાણે પ્રશંસા કરાતો હું અનુક્રમે રાજભવનમાં પહોંચે. મને જેવાના લોભથી આવેલાં અંતઃપુરનાં જન વડે બારીઓ, ગેખ, વેદિકાઓ અને જાળિયાં ભરાઈ ગયાં. મુહૂર્ત માત્રમાં જ રાજ્યમહત્તર-બહાર નીકળ્યા. તેમણે મહામૂલ્યવાન અર્થ વડે મારી પૂજા કરી. પ્રિયાની સાથે હું શિબિકામાંથી ઊતર્યો. જેને કામદેવ માર્ગ બતાવતું હતું એ હું આત્યંતર પસ્થાનમાં પ્રવેશ્યા. યક્ષાધિપતિ જેવા સૌમ્ય રૂપવાળા રાજાને મેં જોયે. મને જોઈને તે એકદમ સામે આવ્યું. મેં પણ તેને પ્રણામ કર્યા. તેણે મને મધુરતાથી કહ્યું, “ઘણાં હજાર વર્ષ જીવ, અને ગૃહિણીની સાથે હૃદય-ઈચ્છિત સુખો ભેગવ.પછી વસ્ત્રો અને આભૂષણે લાવવામાં આવ્યાં. હર્ષથી મુખર-વાચાળ બનેલા અને “કૃપા થઈ” એમ બેલતા શેઠે તે સ્વીકાર્યા. રાજાએ કહ્યું, “વધૂ-વરને લઈ જાઓ.” પછી હું રાજાના મહેલમાંથી નીકળે અને ફરી વાર શિબિકામાં બેઠે તથા પ્રેક્ષકજને વડે અનુસરા સસરાને ઘેર પહોંચે. જેનું કેતુકમંગલ કરવામાં આવ્યું છે એ હું શિબિકામાંથી ઊતર્યો અને ભવનમાં પ્રવેશ્યો. પ્રતિદિન જેના ભેગનો ઉદય વૃદ્ધિ પામતો હતો એવો હું ત્યાં રહેવા લાગ્યા. પરિજન સહિત શ્રેષ્ઠી જાણે હું દેવ હોઉં તેવી રીતે મારી તરફ જેતે હત-વર્તતું હતું. આ પ્રમાણે કેટલાક દિવસ સુખમાં વીતી ગયા.
(૧૮).
પ્રિયંગસુન્દરી લંક હે પત્ર! એ પ્રમાણે શ્રાવસ્તી નગરીમાં કેટલાક કાળ વીતી ગયા પછી એકવાર હું બંધુમતીની સાથે આત્યંતરે પસ્થાનમાં સુખાસન ઉપર બેઠા હતા. તે વખતે વિચિત્ર વસ્ત્ર અને આભરણથી વિભૂષિત થયેલી દાસીઓ સહસા અમારી પાસે આવી. એટલે બંધુમતીએ મને કહ્યું, “ સ્વામી ! આ પ્રિયંગુસુન્દરીની નર્તકીઓ છે.” તેઓએ મને પ્રણામ ક્યો, એટલે મેં તેમને કહ્યું, “સુખભાગિનીઓ અને સુભગાઓ થાઓ.” પછી
૧ આ લંભમાં તથા તે પછીના કેતુમતી સંભકમાં સંખ્યાબંધ પાઠો ભ્રષ્ટ હોવાથી કેટલેક સ્થળે પૂર્વાપરસંબંધ અને અર્થ અસ્પષ્ટ રહે છે. કેટલાક અર્થો કલ્પનાથી બેસાડવા પડ્યા છે, તે પણ કથાસન્દર્ભની દષ્ટિએ પૂરેપૂરે સન્તોષકારક અર્થ ન નીકળે એવું બન્યું છે, એવાં સ્થાનોને પૃથક નિર્દેશ સર્વત્ર કર્યો નથી. મૂલમાં સંપાદકોએ એવાં સ્થાન ઘણુંખરું પ્રશ્નાર્થ ચિહનથી બતાવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org