________________
નીલયશ લંભક
[ ૧૩૩ ]
મુહૂર્ત વાર પછી પ્રતિહારી આવી. પરિચારિકાઓ સહિત તેણે સેંકડે કો/કોથી મને સ્નાન કરાવ્યું અને મને નગરમાં લઈ ગઈ. મારા રૂપતિશયથી વિસ્મિત થયેલા લોકે મને જોઈને પ્રશંસા કરતા કહેવા લાગ્યા કે, “આ મનુષ્ય નથી. આ તે કઈ દેવ છે.” પછી હું રાજભવનમાં પહોંચે. ત્યાં અર્થથી મારો સત્કાર કરવામાં આવ્યું. પછી હું ગર્ભગૃહમાં પ્રવેશ્યા. ત્યાં સિંહાસન ઉપર બેઠેલા રાજા સિંહદંષ્ટ્રને મેં જોયે.
વડિલેની અવશ્ય પૂજા કરવી જોઈએ” એમ વિચારીને મેં તેને હાથ જોડ્યા. પ્રસન્ન વદનવાળા રાજાએ, હું નમતો હતો તે જ વખતે, ઊઠીને મારા હાથ પકડી લીધા. આસન લાવવામાં આવતાં તેના ઉપર રાજાએ મને બહુમાનપૂર્વક બેસાડ્યો. વિદ્યાધરવૃદ્ધોએ આશીર્વાદ આપ્યા પછી પુરોહિતે “પુણ્યાહ” વાચન કર્યું. પછી નીલ મેઘની વચ્ચે રહેલી બીજની ચંદ્રલેખા હોય તેવી, જેણે હંસલક્ષણ(એક પ્રકારના રેશમીનાં સફેદ વસ્ત્રો પહેર્યા હતા તેવી, જેના કેશપાશમાં ધવલ પુ અને ધરોનાં અંકુર ગૂંથેલાં હતાં એવી, મહામૂલ્યવાન આભૂષણેથી અલંકૃત એવી નીલયશા સખીજનેના પરિવાર સહિત, જાણે કે દિશાદેવીએથી પરિવરાયેલી પૃથ્વી હોય તેમ, બહાર નીકળી. તિષીએ કહ્યું, “દેવ ! પ્રશસ્ત નિમિત્ત છે અને શુભ મુહૂર્ત છે, માટે સ્વામી પાદ નીલયશાનું પાણિગ્રહણ કરે.” પછી સેંકડો વાદિત્રો વાગ્યાં, સૌભાગ્યવતીઓએ ગીત ગાયાં અને સૂત તથા માગધીએ પ્રશસ્તિઓ ઉચ્ચારી. પછી ગોઠવવામાં આવેલા નાનપીઠ આગળ હું ગ. નીલયશાને પણ તેનાં સંબંધીઓ ત્યાં લાવ્યાં. નિકાય–વૃદ્ધોએ અને અવિધવા સ્ત્રીઓએ સુગંધી જળથી ભરેલા કનકકલ વડે અભિષેક કર્યો. મંત્ર ધારણ કરનાર પુરોહિતએ અગ્નિમાં હોમ કર્યો, મારો હસ્ત રાજપુત્રીએ ગ્રહણ કર્યો, અમે અગ્નિની પ્રદક્ષિણા કરી અને તેમાં લાાંજલિઓ હમી. આશીર્વાદ સાથે અમને આપવામાં આવેલાં હંસલક્ષણનાં રેશમી વસ્ત્રો અમે પહેર્યો, પ્રેક્ષાગૃહમાં અમે બેઠાં તે સમયે અમને અલંકાર પહેરાવવામાં આવ્યા. પછી કનકની દીવીઓ સળગાવવામાં આવી, એટલે પરિચારિકાઓની સાથે અમે વાસગૃહમાં પ્રવેશ્યાં. જેની આસપાસ ઈન્દ્રનીલમણિને ચક્રવાલ કર્યો હતો તથા સેનાનાં પુષ્પપાત્રમાં મૂકેલાં પુષ્પો વડે જે અત્યંત સુગંધી હતું, જેના ઉપર અનેક પ્રકારની ભાત હતી તથા ર વડે જે વિચિત્ર હતું, જેના ઉપરના ચિત્રકામમાં અનેક પ્રકારના હાવભાવ બતાવેલા હતા, મોટી તળાઈઓના સમુચ્ચયથી જે સુન્દર હતું એવા તથા ભાગીરથીના પુલિન સમાન (સફેદ), પીઠિકાઓની પરંપરાવાળા, ઉપર બેસવા લાયક, જેના ઉપર સારો ચંદર બાંધ્યું હતું તથા પુષ્પની માળાઓ લટકાવી હતી એવા અત્યંત સુખદાયક શયન ઉપર હું બેઠે. સંગસુખથી યુક્ત મારી રાત્રિ સુખથી વીતી ગઈ. પ્રભાતમાં મંગલ વાદિના શબ્દથી હું જાગે, કુશળ પરિચારિકાઓએ મારું પરિકર્મ કર્યું. પછી હું પ્રેક્ષાગૃહમાં ગયો. ત્યાં પથ્ય અને સુખેથી પચી જાય એવું ચખાયુક્ત ભેજન મારે માટે લાવવામાં આવ્યું. પ્રિયાની સાથે હું તે જગ્યા અને મુખવાસ લઈને બેઠે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org