________________
[ ૨૬૮ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
* * * * * * *
* ૧૧-
૧ -
--
- --- --
---~- “
^* *
~
~*~ ~*~
તમને કપિલ આદિ રાજાઓએ પોતાની પુત્રીઓ આપી છે, પણ અમારા વડીલે (સાસુસસરા આદિ) કયાં છે, જેમની અમે સેવા કરીએ?પછી મારા નગરમાંથી હું કેવી રીતે નીકળે તેને કારણ સહિત વૃત્તાન્ત મેં પદ્માને કહા. એ પરમાર્થ–સત્ય હકીકત સાંભળીને દક્ષિણ દિશાના પવનવડે વીંજાયેલી વસન્ત ઋતુની નલિનીની જેમ તે વિશેષ શોભવા લાગી. પછી પદ્માની સાથે લલિત કલાઓમાં, અને અંશુમાનની સાથે વ્યાયામવિષયક કલાઓમાં વિજય મેળવતા અને મુદિત મનવાળા એ મારે સમય સુખેથી વીતવા લાગ્યું.
અશ્વસેના લંભક એક વાર હું અંશુમાનની સાથે બેઠા હતા. તે વખતે અભગ્નસેન આવ્યો. વડીલ હોવાને કારણે મેં તેને પ્રણામ કર્યા. આસન આપવામાં આવ્યું, એટલે તે બેઠો અને કહેવા લાગ્યા, “મારા પિતા સુબાહુરાજા હતા. તેમને બે પુત્ર હતા–મટે મેઘસેન, અને નાને હું. મારા પિતાએ હંસ નદીને સીમા તરીકે રાખીને અમને રાજ્ય વહેંચી આપ્યું, અને નિસંગ એવા તેમણે પ્રવજ્યા લીધી. અમે બન્ને જણા જયપુરમાં રહેતા હતા. અશ્વપણિત ઘતમાં પોતે છતાય તે મેઘસેન મને કંઈ આપતે નહેતે, અને હું જાઉં તે મારી પાસેથી પડાવી જતો હતો તેમજ મારાં પરિજનને પણ પડતું હતું. તેનાથી ઉગ પામતે હું અહીં રહ્યો. મારા પ્રદેશને પણ તે પીડે છે, અને વારવા છતાં પણ રહેતું નથી. તે કહે છે, “હું રાજ્ય સ્વામી છું, તું મારો નાનો ભાઈ છે તારી ઈચ્છા પડે ત્યાં રહે કે જા.” તે આવી રીતે મને હેરાન કરે છે, છતાં વડીલ ગણીને હું તેનું બહુમાન કરું છું; પરન્તુ તે અહીંથી પણ મને હાંકી મૂકવા ઈચ્છે છે, તે હવે શું અવિરુદ્ધગ્ય ગણાય તે હું જાણતો નથી.”
મેં કહ્યું, “તમે તેને વડીલ ગણીને તેના વશમાં રહે છે તે યોગ્ય છે. આથી તે પણ વિચાર કરશે કે વિનયમાં રહેતા એવા આનું મારે અવશ્ય પાલન અને લાલન કરવું જોઈએ.” અંશુમાને કહ્યું, “પણ પિતાએ ઠરાવેલી મર્યાદાનું જે ઉલ્લંઘન કરે છે તેને વિનય શેને કરવાનો હોય તેને મર્યાદાનું ઉલ્લંઘન કરતાં અટકાવે જોઈએ; એમાં કંઈ ધર્મવિરોધ નથી.” એટલે પ્રણામ કરીને અભસેન ગયે. મેઘસેનને પરાજય
કેટલાક સમય પછી મેઘનાદ (મેસેન) મોટા સૈન્ય સાથે ચઢી આવ્યો. અભસેન પણ પોતાના સૈન્ય સહિત તેની સામે લડવા ગયે. હું પણ સાવધાની ખાતર રથ સહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org