________________
પુડા લંભક
[ ૨૮૧ ]
છે તે કંઇ જાણવામાં આવતું નથી. તેમની પત્ની કુટુંબનુ ધન ખતાવતી નથી, માટે તે અપાવેા, કૃપા કરેા.” રાજાએ આ કામમાં તારક શ્રેષ્ઠીની નિમણૂક કરી. ‘જેવી આજ્ઞા’ એમ કહીને, નગરના ચાર–ગુપ્તચર તરીકે નીમેલા પુરુષાને ‘ આ પ્રમાણે કરા ' એવો સૂચના આપીને તેણે ઇજ્યના ઘેર મેલ્યા. તેઓએ ( ધન ખતાવવા માટે મેટા ભાઇની ) ગૃહિણીને વચન કહ્યું. તે સગર્ભા હૈાવાથી કહેવા લાગી, ૮ મને પુત્ર કે પુત્રીના જન્મ થયા પછી મારા પિતાના સાર બતાવીશ. જો પુત્રી જન્મશે તેા ધનને અનુરૂપ પહેરામણી રાખીને બાકીનું મારા દિયરને આપીશ. ’” પછી વિષ્ણુકાની સમક્ષ તારકને પૂછવામાં આવ્યું, “ કાર્યનું શું પરિણામ આવ્યું ? ” તેણે કહ્યું, “ સ્વામી ! ગર્ભ માં રહેલા પુત્ર પણ પેાતાના પિતાના ધનનું સંરક્ષણ કરે છે. ” રાજા એલ્યે, “આ પ્રમાણે પુત્રા મહાપ્રભાવવાળા હાય છે; હું અપુત્ર છું, તેથી નથી જાણતા કે મારી રાજ્યલક્ષ્મી ક્યાં જશે ?”૨ આ પ્રમાણે શ્રેષ્ઠીએ વ્યવહારના નિર્ણય કરતાં રાજાએ શ્રેષ્ઠોને અભિન ંદન આપ્યું.
66
"C
પુત્રપ્રાપ્તિની આકાંક્ષાવાળા તે રાજા એક વાર અંત:પુરમાં ગયા. પેાતાનાં બચ્ચાંઓને ચરાવતા પારેવાના યુગલને એકી નજરે જોઇ રહેલી રાણીને તેણે ત્યાં જોઇ. રાજાએ પૂછ્યું, શું જુએ છે ? “ તે ખાલી, સ્વામી ! કાળા અગરના ધૂપ જેવા શ્યામ, રાતા ચરણુ અને નયનવાળા, પુત્રસ્નેહને કારણે પેાતાની ભૂખને નહીં ગણુતા અને ચાંચથી દાણા વીણી લાવીને બચ્ચાંના મુખમાં મૂકતા આ પારેવાના યુગલને જુએ. બાળક વગર આપણે કાળ શી રીતે જશે ? ”
એક વાર કૌશિક નામે તાપસ કુડાદરી નામે પાતાની પત્ની સાથે રાજભવનમાં આવ્યા. એ પુત્રાને તેણે કઢિણુ(તાપસના પાત્રવિશેષ )માં મૂકયા હતા, એકને કુંડાદરીએ ઉપાડ્યો હતા, અને એક તેની પાછળ ચાલતા હતા. તેમને રાજાએ વિવિધ રંગનાં વસ્ત્રો આપ્યાં અને પછી કુડાદરીને પૂછ્યું, “ આવે ! આ ચાર પુત્રામાં કેાના ઉપર તારા અધિક સ્નેહ છે ? ” તે ખેાલી, “રાજન્! એ બાબતમાં ચાર પુત્રાની વચ્ચે કશા ભેદ નથી, પણ જે પુત્ર બહાર ગયેા હાય અથવા બહારથી આવતાં જેને માઠું થયું હોય તેની બાબતમાં મારા અધિક સ્નેહ છે. ” પછી રાજાએ તેમને રજા આપી. “ અરણ્યમાં વસનાર તાપસાને પણ પુત્રા છે, પણ રાજ્યના અધિપતિ એવા મને પુત્ર નથી. આથી રિજનાને માટે હું શૈાચનીય બન્યો છું” તેમને જોઈને (રાજા આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા).
કેટલેાક કાળ ગયા પછી મારી પુત્રવધૂ ( પુંડની પત્ની ) સગર્ભા થઇ. તેને મેં કહ્યુ, “મદભાગ્યને કારણે કદાચ તુ પુત્રીને જન્મ આપે તેા તુરતજ મને ખબર આપજે. ”
૨. આને જ મળતા પ્રસંગેા અને સંવાદો કાલિદાસના ‘ શાકુન્તલ ’ માં અને ચશપાલના ‘માહરાજપરાજય ’ માં શેવામાં આવે છે.
૩૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org