________________
સોમશ્રી લંક
[ ૨૮૯ ]
હિકાઓ(મર્દન કરનારીઓ)એ મારું સંવાહન કર્યું. મંગલ જલવડે મને સનાન કરાવવામાં આવ્યું. વસ્ત્રો બદલીને સ્વાદિષ્ટ અને પથ્ય ભેજન લઈને મેં આચમન કર્યું, શયન ઉપર બેઠે તથા સુરભિ ફલેને મુખવાસ કરીને વિશ્રામ લેવા લાગ્યો. પછી જેના આગમનની મને ખબર આપવામાં આવી હતી તથા જેના આગમનની મેં અનુજ્ઞા આપી હતી એવી લક્ષ્મી જેવા રૂપવાળી પેલી પ્રતિહારી એકાન્તમાં મને પ્રણામ કરીને કહેવા લાગી, “સ્વામી ! સાંભળો– સામગ્રીને પરિચય તથા તેને પૂર્વભવ
આ નગરમાં સોમદેવ રાજા પિતાના પિતા અને પિતામહની પરંપરાથી આવેલી રાજ્યલક્ષમીનું પાલન કરે છે. તેની સેમચંદ્રા નામે પટ્ટરાણી પ્રકૃતિથી જ સૌમ્ય વદનવાળી છે. તેમની પુત્રી સોમશ્રી નામે કન્યા છે, જેને તમે જીવન આપ્યું હતું–બચાવી હતી. તે કન્યાને પિતાએ સ્વયંવર આપ્યો હતો. કુલ, શીલ, રૂપ અને વૈભવથી તેને માન્ય હતા એવા રાજાઓ આવ્યા. તેઓ સવે આવી પહેંચ્યા હતા તે સમયે પ્રાસાદની ઉપર રહેલી સોમશ્રી કુમારી પિતાની સખીઓથી વીંટળાઈને વિહરતી હતી. સર્વાણુ અણગારને થયેલા કેવલજ્ઞાનનો મહિમા કરવાને આવેલા દેવોના ઉદ્યોતના દર્શનથી તે મૂર્શિત થઈ. ઘણી વારે સ્વસ્થ થયા બાદ તે મૂગી થઈ ગઈ. મંત્ર, ઔષધિ અને હેમાદિ ક્રિયાઓ વડે ચિકિત્સકોએ પ્રયત્નો કરવા છતાં જ્યારે તે કંઈ બોલી નહીં ત્યારે તે રાજાએ પોતપોતાના સ્થાને પાછા ગયા. ચિકિત્સક માનવા લાગ્યા કે, “ભક દેએ તેની વાણુ હરી લીધી છે. ” તે કુમારી પણ અક્ષરે લખીને સૂચનાઓ આપતી હતી. મેં તેને એક વાર એકાન્તમાં સમજાવીને કહ્યું, “દીકરી! તું તારી ધાત્રી હાઈને મા જેવી વિશ્વસનીય છું. જે કંઈ કારણથી તે બળાત્કારે મૂગાપણું ધારણ કર્યું હોય તે નિ:સંકેચપણે મને કહે. તારામાં ખેડનું કેઈ લક્ષણ તો મને દેખાતું નથી.” એટલે સહજ હસીને હૃદય અને શ્રવણને આનંદ આપનાર વચન તે બોલી કે, “માતા! ખરેખર તેનું કારણ છે; પણ હું રજા આપું નહીં ત્યાં સુધી તારે તે કઈને કહેવું નહીં.” મેં “ભલે” એ પ્રમાણે તે વસ્તુ સ્વીકારી, એટલે તે કહેવા લાગી, “સાંભળ–
ગયા ભવમાં હું સધર્મ કહપમાં કંકણાવતુંસક વિમાનમાં કનકચિત્રા નામે દેવી હતી. મહાશુક્ર કપમાં દેવરાજને સામાનિક સ્વયંપ્રભ વિમાનને અધિપતિ દેવ હતી તેની હું ભાર્યા હતી. તે દેવ મારું સમરણ કરે કે તુરત જ હું તેના પ્રભાવથી ક્ષણમાત્રમાં મહાશુક કલ્પમાં જતી હતી. સાધર્મ દેવલેક કરતાં અનંતગણ વિશિષ્ટ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ પાંચ વિષને હું અનુભવ કરતી હતી, સ્વામીનાં મનહર ગીત અને વચનથી તથા તે સમયને યોગ્ય ભૂષણ અને શયનવડે પ્રસન્ન થતી હતી તથા તે
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org