________________
[ ૩૪૮ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
દુઃખ પામવા લાગ્યા અને, સખ્ત પવનથી વાદળાંઓ વીખરાઈ જાય તેમ, દિશાઓમાં પલાયન કરી ગયા. એમાંથી કેટલાક માનને લીધે (પિતાનાં નગરમાં નહીં જતાં) આશ્રમમાં આવી પાખંડમાં પ્રવેશ્યા-તાપસ બની ગયા. કેટલાકેએ મત-પ્રપાત કર્યો. અમે પણ અહીં પાંચસો તાપસે છીએ. અમે પૂર્વે મિત્ર હતા, અને હવે નિર્વેદથી તાપસધર્મ સ્વીકાર્યો છે. અમારે માટે બીજો પ્રધાન ધર્મમાર્ગ નથી. અહીં તપ કરતા અમે રહીએ છીએ. તમે દેવોમાં ક્યા દેવ છે? જે તમે દર્શન આપવા વડે અમારા ઉપર કૃપા કરી છે, તે તમે ઉપદેશ આપ એમ અમે ઈચ્છીએ છીએ.”
એટલે મેં કહ્યું, “ધ્યાનપૂર્વક સાંભળે– વસુદેવે તાપસેને કરેલે ઉપદેશ
ત્રિલોકના ગુરુ તથા જીવ, અજીવ, બંધ અને મોક્ષનું સાચું સ્વરૂપ જેમણે જાયું છે એવા તીર્થકરે આ ભારતમાં પ્રધાન ધર્મોપદેશકે છે. તેમાં પ્રસિદ્ધ યશવાળા વીસ તીર્થકરો અનુક્રમે થઈ ગયા છે. સુર અને અસુર જેમનાં ચરણકમળમાં નમેલા છે એવા એકવીસમા નમિનાથ અરિહંતે ચાતુર્યામ ધર્મને ઉપદેશ કરે છે. તે આ પ્રમાણે મહાવતેનું વ્યાખ્યાન
અહિંસા, સત્યવચન, અદત્તાદાન-વિરતિ અને સ્ત્રી, પશુ, સુવર્ણાદિના પરિગ્રહથી નિવૃત્તિ એ (ચાર મહાવ્રતો છે). તેમાં અહિંસા સકલ જીને અભય આપનારી છે, એટલે તેમાં દશ્ય અને અદશ્ય, પ્રધાન અને અપ્રધાન એ પ્રકારના વિકપનું પ્રજન નથી. છે પણ (બે પ્રકારના) સંસારના અને મુક્તિના છે. જેઓ નિર્વાણ પામ્યા તેમણે તો પોતાનું કાર્ય સિદ્ધ કર્યું છે. જે સંસારના જીવો છે તેમના બે ભેદ છેએકેન્દ્રિય અને અનેકેન્દ્રિય. એકેન્દ્રિય જીવોના પાંચ ભેદ છે, તે જેમકે–પૃથ્વીકાયિક આદિ જાણવા, તે અવ્યક્ત લક્ષણવાળા છે. જે અનેકેન્દ્રિય જીવો છે તેમને પણ મોક્ષાભિલાષી જને જાણે છે. મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારના લેગ વડે તેમને અનારંભ એ
અહિંસા” નામથી ઓળખાય છે. ભાવથી જે શુદ્ધ, યથાર્થ, અહિંસાયુક્ત, અદુષ્ટ અને કર્કશતારહિત, તથા યથાસમય પરિમિત ભાષણ તે સત્ય વચન છે. બીજાએ જેને પરિગ્રહ કર્યો હોય કે ન કર્યો હોય, છતાં જે વસ્તુ આપવામાં આવેલી ન હોય તે અદત્તાદાનથી વિરત થયેલાએ ગ્રહણ કરવી નહીં; આપવામાં આવે તેમાં પણ જે ઉદ્દગમ અને ઉત્પાદનાથી
1. મસ્તકપાત-ઊંચા પર્વત ઉપરથી ભુસ્કો મારવો તે. ૨. કેમકે આ સર્વવિરતિ છે. ૩. અચચૈતન્ય હોવાથી સમજાય નહીં કે આ જીવ છે કે નહીં. ૪. ગૃહસ્થ તરફથી થતા આધાર્મિક આદિ ૧૬ દે તે ઉદ્દગમદેષ. સાધુ તરફથી થતા દે-માનપિંડ આદિનો સ્વીકાર, ધાત્રીદેષ, દૂતીદેષ, નિમિત્ત આદિને ઉત્પાદનદેષ કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org