________________
-
-
બાલચન્દ્રા લંભક
[૩૩૭ ]
કરતે તથા પોતાના શરીરની બાબતમાં નિરપેક્ષ તથા જેના વૈર-કષાયનું વિશાધન થયું છે એ તે રશ્મિવેગ કાલધર્મ પામીને લાન્તક ક૯પમાં સુપ્રભ વિમાનમાં દેવ થયા. યશોધરા આર્યા પણ લાન્તક ક૫માં જ રુચક વિમાનમાં દેવપણાને પામી. માત્ર રૂપથી મૈથુન કરનારા અને તીવ્ર ભેગમાં આસક્ત એવા તેમણે ચૌદ સાગરોપમ એક ક્ષણની જેમ ગાળી નાખ્યા. તીવ્ર ક્રોધના પરિણામવાળે અજગર પણ અશાતા વેદનીય કર્મ ઉપાઈને પાંચમી પૃથ્વીમાં નારક થયો.
ઉપરિમ રૈવેયકમાં રહેલા પ્રિયંકર વિમાનને વાસી દેવ ત્યાંથી એવીને આ જ ભારતમાં ચક્રપુર નગરમાં અપરાજિત રાજાની સુન્દરી નામે દેવીને ચક્રાયુધ નામે પુત્ર થયો. યુવાવસ્થામાં જ તે રાજત્વને પામ્યો. તેની મહાદેવી ચિત્રમાલા હતી. સુપ્રભ વિમાનને અધિપતિ (સિંહસેનને જીવ) વીને ચક્રાયુધ રાજાની ચિત્રમાલા રાણીને પેટે વાયુધ નામે કુમાર થયો અને તે માટે છે. તેની ભાર્યા રત્નમાલા હતી. પિહિતા સવ મુનિની પાસે બંધ અને મોક્ષનું સાચું સ્વરૂપ જાણીને તથા વાયુધ ઉપર રાજ્યનો ભાર મૂકીને ચકાયુધ સાધુ થયો. જેણે જિનવચન જાણ્યાં છે એવો, ક્ષમા, માર્દવ, આર્જવ અને સન્તોષ વડે જેણે પિતાના આત્માને ભાવે છે એવો તથા જેણે કર્મરૂપી મેલ ક્ષીણ કરી દીધો છે એવો તે નિર્વાણ પામે. રુચક વિમાનવાસી દેવ પણ રત્નમાલાના ગર્ભમાં રત્નાયુધ નામે કુમાર થયે.
વજદિન સાધુ વડે બંધ પમાડાયેલા વજાયુધે રત્નાયુધને રાજ્ય ઉપર બેસાડીને દીક્ષા લીધી. સંયમમાં રહેલા, જેણે ચાદ પૂર્વોનું અધ્યયન કર્યું છે એવા, જેણે સર્વ ભાવે જાણ્યા છે એવા, અજિન છતાં જિન-સર્વજ્ઞની જેમ વિચરતા તે ચક્રપુરમાં આવ્યા. પિતાની માતા સાથે રત્નાયુધ વંદન કરવાને નીકળ્યો. તેને વાયુપે શ્રમણધર્મ અને શ્રાવકધર્મ વિસ્તારપૂર્વક કહો. કથાન્તરમાં તેઓ કહેવા લાગ્યા–“જીવદયાના પાલન નિમિત્તે ગૃહવાસીએ વિશેષ કરીને માંસનો ત્યાગ કરે. માંસના સ્વાદમાં લુબ્ધ થયેલે, (માંસ) ખાતે, ઈચ્છાઓ વડે કલુષિત ચિત્તવાળા મનુષ્ય ઘણું પાપ ઉપાર્જન કરે છે. માંસને માટે જેટલા મોટા પ્રમાણમાં પ્રાણીઓનો વધ થાય છે તેટલા મોટા પ્રમાણમાં ચર્મ, શીંગડાં, દાંત, વાળ, પીંછાં વગેરે મેળવવાના કાર્યમાં થતું નથી. ચર્મ વગેરે તે એક વાર કાઢવામાં આવ્યાં હોય તેને લાંબા કાળ સુધી ઉપભોગ થાય છે; એક વાર ઉપકરણ બનાવવામાં આવ્યું હોય તે (અનેક વાર) ઉપગમાં આવે છે. પણ માંસનું તે દરરોજ ભેજન થાય છે, એટલે
૧. મૂળમાં ચમ-ઉલ-હંત-વા-fપછ–પુatવવનકે એમ છે. એમાં પુઢવિ શબ્દ અસંગત છે. આથી તેને સ્થાને ઉમદ કપીને અનુવાદ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org