________________
વેગવતી લંક
[ ૩૫ ]
**
*
*
~
~
*~-~
કહ્યું, “આર્યપુત્રનું માનસવેગે હરણ કર્યું હતું. તેમને આરોગ્ય છે. અત્યારે ભાગ્યવશાત વિદ્યાધરેએ તેમનો પરિગ્રહ કરેલો છે. આપણને તેઓ ભૂલી ગયા છે. તે વિદ્યાધરોની ભગિની મદનવેગા નામે છે. તે કન્યા તેઓ (આર્યપુત્રને) આપશે.” એટલે રાજાએ અને દેવીએ મને કહ્યું, “બેટા ! તું સંતાપ ન કરીશ. જીવતો નર ભદ્રા પામે. અવશ્ય તારા સ્વામીને અવિન છે. આ કાર્ય નિમિત્તે તું સ્વામી સાથે મળીશ. શું ગુણવતી ભાર્યાઓને તે ત્યાગ કરશે? પુત્રિ ! તું તારી ઈચ્છા પ્રમાણે સર્વત્ર જવાની શકિતવાળી છે; નિરુદ્વિગ્ન અહીં હઈશ તે એવી તું ઇચ્છાનુસાર પ્રિયતમ પાસે જઈ શકે છે. આ તારું પોતાનું જ ઘર છે. તું અમારી પુત્રીનું પણ અહીં આગમન થશે.” એટલે મેં કહ્યું, “સ વિદ્યા ધરીએ પિતાને પતિ સાથે હોય ત્યારે આકાશમાં વિચરે છે; કેવળ પોતાની ઈચ્છાથી જતી નથી. બહુ મહત્વનું કાર્ય હોય તે એકલી પણ જાય, પણ સપત્ની પાસે જવાનું મારે માટે ગ્ય નથી. જ્યાં મારા પ્રિયતમે મને રાખી ત્યાં જ મારે સમય ગાળવો જોઈએ. તમારા ચરણમાં રહેતી મને શે સંતાપ છે?”
શરીરના સંરક્ષણ નિમિત્તે દેવીના આગ્રહથી (દિવસમાં) એક વાર ભજન કરતી હું. પિંજરમાંની એકાકી ચઢવાકીની જેમ, મહાપુરમાં આ પ્રમાણે સમય ગાળતી હતી. પછી એક વાર તમારા દર્શનની આકાંક્ષાવાળી હું દેવીની રજા લઈને, ગગનમાર્ગે ભારતવર્ષનું અવલોકન કરતી અમૃતધાર પર્વત ઉપર પહોંચી. તે પર્વત ઓળંગીને અરિજયપુરમાં પહોંચી. ત્યાં મદનગાને તમે મારા નામે સંબધી. તે રોષ પામી. મને પરમ સંતોષ થયો કે
સ્વામી મારું સ્મરણ કરે છે.” મદનગા (રીસાઇને ચાલી ગઈ. પછી અગ્નિ વિકૃવીને તમારો વધ કરવાની ઈચ્છા રાખતી સૂર્પણખા (હેફગની પ્લેન ) મદનગાનું રૂપ ધારણ કરીને, તમને ઉપાડીને લઈ જવા લાગી. તે મારાથી અધિક વિદ્યાવાળી હોવાથી, તેનાથી દર નાસતી હું ડર પામી. “ હા ! સ્વામીનો વધ થાય છે !' એ પ્રમાણે શેક કરતી હું નીચે હાથ પહોળા કરીને ઊભી રહી. તમને પકડીને ઊભેલી તેણે મને રોષથી મુક્કો માર્યો. વિદ્યાથી હું માનસવેગનું રૂપ બતાવતી હતી. “દાસ માનસ વેગ ! મારા સ્વામીને મારવા ઈરછે છે?” એમ કહીને તમને મૂકીને તે મારી પાછળ દોડી. ડરીને નાસતી અને જિનગૃહને આશ્રયસ્થાન તરીકે ઈચ્છતી એવી હું દેડી, પણ જિનગૃહે પહોંચું તે પહેલાં જ તે પાપિણીએ મને પકડી અને પ્રહાર કર્યો, “તારે ઈચ્છિત પતિ હવે તારું રક્ષણ કરવામાં ઉદ્યત થાઓ” એમ કહીને, મારી વિદ્યાઓ પડાવી લઈને બડબડાટ કરતી તે ગઈ. પછી મને લાગેલા ઘાને અને વિદ્યાઓના હરણને નહીં ગણકારતી એવી હું “સ્વામી કયાં હશે? તેમનું શું થયું હશે ? ” એ પ્રમાણે તમારી શોધ કરતી, તે દિશાને અનુસરીને રડતી રડતી ભમવા લાગી. ખાવાપીવાની મને ઈચ્છા થતી નહતી. પછી મેં આકાશવાણી સાંભળી કે, “આ તારો પતિ છિન્નકટક ઉપરથી પડે છે, માટે શેકનો ત્યાગ કર.” પછી આ પ્રદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org