________________
-
-
-
-
-
-
-
-
-
-
-
[ ૩૨૨ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
ઉતાવળે ઊઠી. સખ્ત પવનથી પ્રેરિત અને જેની શિખાઓને સમૂહ વધતું જતું હતું એ અગ્નિ મેં જોયે. મને લઈને તે વેગથી આકાશમાં ઊડી. પણ ત્યાર પછી તેણે મને છોડી દીધો. તે સમયે ઉત્તાન અને પહેલા કરેલા હાથવાળા તથા મને પકડવાની ઈચ્છા રાખતું હોય એવા માનસવેગને મેં જોયે, પછી તેણે (મદનગાએ) મને છોડી દઈને માનસવેગને નસાડ્યો. તે પણ નાસી ગયો. અવાજ કરે તો હું નીચે ઘાસની ગંજી ઉપર પડ્યો એટલે મારા શરીરને કોઈ પીડા થઈ નહીં. મેં માન્યું કે, “હે વિદ્યાધરણિમાં છું.” પછી મેં વિચાર કર્યો કે, “અરિજયનગર અથવા બીજું કઈ વિદ્યાધરોનું નગર કયી દિશામાં હશે?” એકાદ મુહૂર્ત પછી જરાસંધનું ગુણકીર્તન કરતા અને ગાતા પુરુષને મેં થોડેક દૂર છે. એટલે હું ઘાસની ગંજી ઉપરથી ઊતર્યો અને તેને પૂછ્યું,
આ જનપદનું નામ શું? આ કયું નગર છે? અને અહીંને સ્વામી કોણ છે ?” તેણે કહ્યું, “તમે એને વિષે વાત સાંભળી હોય તે-ભારતવર્ષના તિલકરૂપ અને વિશેષ ગુણસંપન્ન આ મગધા જનપદ છે. દેવગૃહ સમાન આ રાજગૃહ નામે નગર છે. પ્રણામ કરતા સામંતરાજાઓના મુકુટમણિનાં કિરણેથી જેનું પાદપીઠ રંગાયેલું છે એ બ્રહદ્રથને પુત્ર જરાસંધ અહીં રાજા છે. તમે કયાંથી આવે છે કે જનપદ, નગર અને રાજાનાં નામ પણ જાણતા નથી?” મેં કહ્યું, “હું ક્યાંથી આવું છું તેનું તમારે શું કામ છે?” પછી મેં વિચાર્યું, “આ વિદ્યાધરઐણિ નથી. નગરમાં પ્રવેશ કરું પછી મનગમતા સ્થાને જઈશ.”
પછી પુષ્કરિણીમાં હાથપગ ધોઈને હું નગરમાં પ્રવેશે. નગરની સમૃદ્ધિ જોતે હું ઘતશાલામાં પહેર્યો. ત્યાં મહાધનિક અમા, શ્રેષ્ઠીઓ, સાર્થવાહ પુરોહિત, તલવરો (નગરરક્ષક) અને દંડનાયક મણિ, રત્ન અને સુવણને રાશિ રચીને ધૂત રમતા હતા. હું તેમની પાસે ગયે. વિચિમત મુખવાળા તેઓ મારી તરફ જોઈ રહ્યા, અને કહેવા લાગ્યા, “લે આવ્યા, બેસો. જે ઈચ્છા હોય તો ખેલ.” પછી હું બેઠો. તેઓ કહેવા લાગ્યા, “અહીં ઇભ્યપુત્ર પિતાની માલિકીના ધનથી રમે છે, તમે શેનાથી રમે છો?” મેં તેમને મારી અંગુઠી બતાવીને કહ્યું, “જુઓ.” તેઓએ તે તપાસી, અને (રત્નપરીક્ષામાં) કુશળ એવા તેઓએ કહ્યું, “આ હીરાનું મૂલ્ય એક લાખનું કહેવું છે.” પછી તેમણે અનુમતિ આપતાં હું ખેલવા લાગ્યું. જેનું મૂલ્ય કરવામાં આવ્યું છે એવા સુવર્ણ અને મણિના (ઢગલા) તેમણે કર્યા. તેમાં પણ મણિના જઘન્ય-નાના ઢગલા એક લાખના મૂલ્યના હતા, મધ્યમ ઢગલા બત્રીસ, ચાલીસ અને પચાસ લાખના મૂલ્યના હતા, ઉત્કૃષ્ટ ઢગલા એંશી લાખ, નેવું લાખ અને એક કરોડના મૂલ્યના હતા, તથા અતિ નિકૃષ્ટ પાંચસેના હતા. પછી પરાજય થતાં તેઓ બમણ-શ્રમણ દાવ મૂક્યા હતા. પછી મેં કહ્યું,
ભલે, હવે લેખનો સરવાળો કરો.”એટલે સરવાળો કરવામાં આવ્યું. ત્યાં રહેલા મધ્યસ્થાએ કહ્યું, “પણા તરીકે આવેલા આર્ય એક કરોડ જીત્યા છે.” પછી સુવર્ણ, મણિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org