________________
[ ૨૮૨ ]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
પૂરા દિવસે તેને કન્યા જન્મી. પછી સાંભળ્યા પ્રમાણે વિધિપૂર્વક તે ઔષધિ (કન્યાની જાંઘમાં) મૂકી. દેવી, ધાત્રી અને હું આ વાત જાણતાં હતાં, માટે પુત્ર! આ સત્ય વસ્તુ છે. તે કુમારી છે, તેને જેણે ઓળખી તે આર્ય જેમાં ઉત્તમ પુરુષ છે.” એમ કહી વસુમતી આર્યા રાજકુલમાં ગયાં,
અમાત્ય સિંહસેન અને તારકની સાથે હું પણ તમારા લગ્નના કાર્ય માટે રાજકુલમાં ગ. રાજાની (કન્યાની) જાંઘ ચીરીને ઔષધિ બહાર કાઢી, અને તે કાઢવાથી ઘાયલ થયેલ તેને સંરોહણીથી સાજી કરી. અત્યારે તમારે વિવાહ મારી કૃપાથી જ થયે છે. સિન્ય અને વાહન સહિત અને કવચવાળા દ્ધાઓના સમૂહથી પરિવરાયેલે એ હું અત્યારે રહું છું. મારી કૃપાથી ઇચ્છિત જનની પ્રાપ્તિ તમને થઈ છે એમ જાણે.”
(આ સાંભળીને) પછી મેં અંશુમાનને, અને તેના વચનથી પ્રજાના વડેરાઓ તથા સેનાનાયક આદિનો પણ સત્કાર કર્યો. સિંહસેન અને તારક સહિત અંશુમાન રાજકાર્યોની તપાસ રાખવા લાગ્યો.
મને વિચાર થયે, “અહો! આશ્ચર્ય છે! વનચરો પણ સાધુને વંદન કરવાના ગુણથી ઉત્તમ ગેત્રકમ ઉપાર્જન કરીને વિદ્યાધર તરીકે જમ્યાં, તેમને ધર્મમાં રતિ પણ એ જ કારણથી થઈ. અથવા પ્રકૃતિથી ભદ્ર એવાં તેઓ તીવ્ર અને શુદ્ધ પરિણામ વડે કરીને તપોધન મહાત્માઓને વંદન કરી જે મનુષ્યરિદ્ધિ પામ્યાં હોય તો એમાં શું આશ્ચર્ય છે? ભગવતી મરુદેવા શ્રીષભદેવના દર્શનથી વિશુદ્ધ વેશ્યા થતાં અપૂર્વકરણમાં પ્રવેશ કરીને નિર્વાણ ફળનાં ભાગી બન્યાં હતાં.” મહાપુંડ્રકુમારને જન્મ
આ પ્રમાણે ચિન્તન કરીને ફરી વાર વિષયમાં આસક્ત થયેલ હું નિરુત્સુકપણે વિહાર કરવા લાગ્યા. અવિરુદ્ધ સુખના સેવનથી મુદિત મનવાળી અને શોભાયમાન કુમુદિની જેવી દેવી પુંડ્રા સગર્ભા થઈ. ચિકિત્સકોએ સૂચવ્યા પ્રમાણેનું ભજન લેતી અને જેના દોહદ પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે રાજાનાં લક્ષણોવાળા પુત્રને જન્મ આપે. પ્રજા પણ આનંદિત થઈ. ઉત્સવ કરવામાં આવ્યા. તે પુત્રનું મહાપુંડ્ર એનું નામ પાડવામાં આવ્યું. પુત્રના દર્શનથી આનંદિત થયેલા મારા આ પ્રમાણે સુખપૂર્વક સમય વીતતે હતે.
(૧૧)
રક્તવતી લંભક રતિપ્રસત એ હું સુરતના પરિશ્રમથી થાકીને એક વાર મારા મને રથ અનુસાર પ્રાપ્ત થયેલી દેવીની સાથે સૂતો હતો. તે વખતે મેં દીન-કરુણુ વચન સાંભળ્યું કે, “અહો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org