________________
[ ૨૭૮ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
માનનું સ્મરણ થયું કે એ બિચારાએ મારા દુ:ખનું ખરું કારણુ જાણ્યુ નહતું. મારા દુ:ખે તે પણ દુ:ખી થતા હતા. કામવશ થયેલા મારા વડે ધમકાવાયેલે એવા તે કયાંક ગયા હશે ” એ પ્રમાણે હું વિચાર કરતા હતા એટલામાં ઝરૂખામાં બેઠેલા મેં નગરના મધ્યમાં ઘણા આયુધવાળા માણસાના પિરવાર સહિત તેને જોયા, અને મને થયું કે નિ:સશય આ અંશુમાન છે. ’ ‘સ્વજનાના ત્યાગ કરીને મારે શરણે આવેલા અંશુમાનનુ મારે સન્માન કરવું જોઇએ ’ એમ વિચારીને તેડવા માટે મે' માણુસ મેાકલ્યું, એટલે તે “ જેની આવ્યા, અને મારી આગળ હાથ જોડી પ્રણામ કરીને ઊભું રહ્યો. મેં કહ્યું, સહાયમાં અંશુમાન ન હેાય તેને થ્રુ ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ નથી થતી ? તું શા માટે ( તારી જાતની ) પ્રસંશા કરે છે ? ” તે ખેલ્યા, “ કાની કૃપાથી ( એમ પૂછતા હા) તા મારી કૃપાથી જ તમને કાર્યસિદ્ધિ પ્રાપ્ત થઇ છે. ” મેં પૂછ્યું, “ કેવી રીતે ? ” તે એલ્યેા, “ સાંભળેા, ” પછી તેને આસન આપવામાં આવ્યું, એટલે તે સુખપૂર્વક એસીને કહેવા લાગ્યા
“ હું તમારા ચરણ સમીપેથી રાતા રાતા શ્રેષ્ઠીના ભવનમાં ગયા. ત્યાં દુ:ખી અને અત્યંત આર્ત્ત થઈને હું શયનમાં પડ્યો. સુતારા મને પૂછવા લાગી, “ કુમાર ! શું તમને શારીરિક અથવા માનસિક પીડા છે, જેથી આમ રડા છે? તમારી પીડા કહા, જેથી તેના પ્રતિકાર થઇ શકે. ” મેં ઉત્તર આપ્યા નહીં, એટલે તે રાતી રાતી પેાતાના પિતા પાસે જઈને કહેવા લાગી. એટલે તે મને ચિન્તાપૂર્વક પૂછવા લાગ્યા, “ તમારા ગૂઢ સંતાપનું કારણ કહેા, ” પછી પરજનાને દૂર કરીને, તમારું વચન અને તમારી પીડા મે તેને કહ્યાં. તે ખેલ્યા, “દુ:ખી ન થશે. અવશ્ય આજ રહસ્ય હશે. કુમાર બધા જ સમય પેાતાના સ્વર અને વણુ છુપાવીને દર્શન આપે છે, માટે આ ખાયતના નિર્ણય હું મેળવીશ. પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે ગયા. મુહૂત્ત માત્ર પછી મારાં ફાઇ વસુમતી ણિની મારી પાસે આવ્યાં. મેં તેમને વંદન કર્યા. પછી એકાન્ત સ્થળમાં તે મને કહેવા લાગ્યાં, “ સાંભળ પુત્ર ! આ જ્યેષ્ઠની બિમારીનું કારણુ જણાયું છે. ” મેં કહ્યુ, “ કેવી રીતે ? ” તેઓ મેલ્યાં—
""
આ
પુડાના પૂર્વ વૃત્તાન્ત
“ અહીં સુષેણુ નામે રાજા હતા. તેની હું મહાદેવી હતી. મારા પુત્ર પુઙૂ રાજા હતા. સત્યરક્ષિત અણુગારની પાસે નમિ જિનેશ્વરે ઉપદેશેલેા ચાતુર્યામ ધર્મ સાંભળીને સુષેણુ રાજાએ પુંડૂને રાજ્ય સાંપીને મારી સાથે દીક્ષા લીધી. હું પુત્ર પ્રત્યેના સ્નેહુને લીધે અહીં રહી. રાજા નિ:સંગ થઈને ગુરુની સાથે અપ્રતિબદ્ધપણે વિહરતા હતા. મારા પુત્રને કાઇ સંતાન નહતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org