________________
[ ૨૭૦]
વસુદેવ-હિંડી ઃ : પ્રથમ ખંડ :
તે વખતે આબાલવૃદ્ધ જને અત્યંત પ્રીતિપૂર્વક માર જયશબ્દ કરતાં હતાં અને બોલતાં હતાં, “દેવ! તમારા પ્રસાદથી અમારાં ધન અને જીવિત અક્ષત રહ્યાં છે.” હું વાહનમાંથી નીચે ઊતર્યો એટલે સસરાએ પ્રણામ કરીને ઉત્તમ અર્થથી મારી પૂજા કરી. પછી હું રાણી પાસે ગયે, તેણે પણ મને અભિનંદન આપ્યું. “આ૫ સંગ્રામમાંથી અક્ષત શરીરે પાછા આવ્યા છો ” એમ બેલતી પદ્મા મારા પ્રત્યે અત્યંત ભક્તિવાળી થઈ. અભગ્નસેને મહત્તરિકાઓ મોકલી કે, “સ્વામીના શરીરના સમાચાર લઈ આવે.’ તેમણે મારું અવિન–કુશળ પૂછયું, પાછી ગઈ અને રાજાને જણાવ્યું.
જેની આગળ અંશુમાન ચાલતે હતે એવો સેનાપતિ મેસેનને તેના ભાઈ અલગ્નસેનની પાસે લાવ્યો. માનને લીધે તે પાદશાચ કે મુખપ્રક્ષાલન ઈચ્છતે નહોતે. પછી અભગ્નસેને તેને કહ્યું, “ભાઈ “સેવકે મને પકડ્યો છે એમ માનીને તમે ગુસ્સે ન કરશે. પદ્યાના પતિ, તમારા જમાઈ, જેમની સામે યુદ્ધ કરવાને દેવે પણ શક્તિમાન નથી–તે માણસની વાત જ શી કરવી?–તેમણે તમને પકડ્યા છે. ” એટલે મેઘસેને કહ્યું,
મને તેમની પાસે લઈ જાઓ: આ પ્રાણ તેમને આધીન છે, હવે મારી જાત ઉપર મારે અધિકાર નથી.” અભગ્નસેને “ભલે એમ થાઓ” એ પ્રમાણે કહ્યું, એટલે તેને ભાઈએ મારી પાસે કંચુકીને મોકલે. તે મને પ્રણામ કરીને આ વૃત્તાન્ત કહેવા લાગ્યા તથા વિનંતિ કરવા લાગ્યો કે, “મેઘસેન રાજાને આપ દર્શન આપે.” મેં કહ્યું, “તેમને પ્રવેશ કરાવો તેમની ઈચ્છા હોય તો તેઓ ભલે મને મળે, ” આ પ્રમાણે મેં રજા આપતાં બન્ને ભાઈઓ અંદર આવ્યા. મને જોઈને મેઘસેન મારા પગે પડ્યો, અને વિનવવા લાગ્યા, “દેવ ! હું મેઘસેન આજથી તમારા માહાસ્યથી ખરીદાયેલો છું, માટે મારે શું કરવું તેની આજ્ઞા આપે.” એટલે મેં કહ્યું, “તમારા પિતાએ તમારે માટે જે દેશમર્યાદા નકકી કરેલી છે તેનું ઉલ્લંઘન કર્યા સિવાય એકબીજાનું રક્ષણ કરે; એથી તમારે યશ થશે અને મારું વચન પણ કર્યું ગણાશે.” “એમ કરીશ” એમ બેલ મેઘસેન મને વિનંતી કરવા લાગ્યો, “દેવ! જે પ્રસન્ન હે તે મને રજા આપે, જેથી હું પરિજનેને ધીરજ આપું.” મેં કહ્યું, “તમારા ભાઈની અનુમતિથી સુખેથી જાઓ.” પછી અલગ્નસેને જેની પૂજા કરી છે એ તે નીકળ્યો અને પિતાના નગરમાં ગયે. અશ્વસેના સાથે લગ્ન
કેટલાક દિવસો બાદ તે આવ્યા અને મને પ્રણામ કરીને વિનંતી કરવા લાગે, દેવ! મારી પુત્રી અશ્વસેના નામે કન્યા છે. તે તમારી સેવિકા થાઓ; કૃપા કરે.” મેં કહ્યું, “પદ્માની અનુમતિ હોય તો તમે કહે છે તે પ્રમાણે ભલે થાય.” પડ્યાએ અનુમતિ આપી, એટલે મેઘસેને વિધિપૂર્વક અશ્વસેનાનું મારી સાથે પાણિગ્રહણ કરાવ્યું. રાજકન્યા અશ્વસેના દૂર્વાકુરે જેવી કે મળ કાન્તિવાળી, વિકસિત કમળનાં પન્ન જેવાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org