________________
[ ર૩૪]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
એટલામાં સમુદ્રની ગર્જના જેવો ઘણા લેકેનો કોલાહલ મેં સાંભળ્યો. મેં પ્રતિહારીને પૂછયું, “કોને આ સમુદ્ર જેવો શબ્દ શાથી થાય છે?” તેણે મને વિનંતી કરી, “સાંભળે, સ્વામી !–
નીલગિરિ ઉપર શકટાસુખ નગરમાં અંજનસેના દેવીથી થયેલા વિદ્યાધરરાજ નીલધરનાં બે સંતાનો હતાં.-પુત્રી નીલાંજના અને પુત્ર નીલ. તેઓ જ્યારે બાળપણમાં રમતાં હતાં ત્યારે તેમની વચ્ચે એવો કોલ થયો હતો કે, “આપણને જ્યારે બાળક થશે ત્યારે આપણે વેવાઈઓ થઈશું (પરસ્પરનાં સંતાનનાં લગ્ન કરીશું).” નીલાંજના જ્યારે યુવાવસ્થામાં આવી ત્યારે નીલંધર રાજાએ અમારા સ્વામી સિંહદંષ્ટ્રને તે આપી. નીલકુમાર પણ પિતાના દેશમાં રાજા થયેઃ તેને નીલકંઠ નામે પુત્ર થયો. અમારી સ્વામિની (નીલાંજના) ને નીલશા કન્યા જન્મી. રાજા સિંહદંછું એક વાર બૃહસ્પતિશર્મા નામે નૈમિત્તિકને પૂછ્યું હતું કે, “આ કન્યા કોને આપવી? તે કે પતિ પામશે? તમે જ્ઞાનચક્ષુથી અવલોકીને આને ઉત્તર આપ.” તેણે નિમિત્તબળથી ઉત્તર આપે કે, “આ કન્યા અર્ધભરતના સ્વામીના પિતાની ભાર્યા થશે.” રાજાએ પૂછયું, “તે કયાં છે ? અને એને કેવી રીતે ઓળખે?” તેણે કહ્યું, “ચંપાનગરીમાં ચારુદત્તના ગૃહમાં અત્યારે તે રહે છે, અને મહાસરની યાત્રામાં તમારે તેને જે.” પછી નિકાય સહિત દેવીઓ કુમારીને લઈને ગઈ, અને તમને અહીં નીલગિરિ આણ્યા. નીલ નિકાયેવૃદ્ધોની સમક્ષ ઉપસ્થિત થયો અને કહ્યું, “મને પૂર્વે આપવામાં આવેલી આ કન્યાને સિંહદંટ્રે માનવને આપી છે, માટે તેને ન્યાય કરો.” નિકાયવૃદ્ધોએ પૂછયું “એ કન્યા પૂર્વે તેને કેવી રીતે આપવામાં આવી હતી તે કહે.” તેણે ઉત્તર આપ્યો, “બાળપણમાં હું અને નીલાંજના ક્રીડા કરતાં હતાં. ત્યારે અમે કોલ કર્યો હતો કે, “આપણામાંથી કોઈ એકને પુત્ર અથવા પુત્રી થાય, એટલે આપણે વેવાઈઓ થઈશું.” મને નીલકંઠ પુત્ર થયો છે અને નીલાંજના દેવીને નીલયશા પુત્રી થઈ છે. તે કન્યા જન્મી ત્યાર પહેલાં જ મને આપવામાં આવી હતી.” નિકાયવૃદ્ધોએ કહ્યું, “એ કન્યાદાન યોગ્ય નથી. કન્યા પોતાના પિતાને વશ હોય છે. પિતા જ તેનું દાન ન કરે તે બીજું કોઈ તેમ કરી શકતું નથી, તો પછી જમ્યા પહેલાં જ એ કન્યા તમને કેવી રીતે આપવામાં આવી ? પરણાવવામાં આવેલી કન્યા પતિને વશ હોય છે, અને બાળકે ઉપર તેનો અધિકાર ચાલતો નથી. પિતા મરણ પામે ત્યાર પછી જ બાળકો ઉપર માતાને અધિકાર થાય છે. જે રાજા સિંહદંષ્ટ્ર પહેલાં તને કન્યા આપી હતી અને પછી તે પોતે જ જે માનવને આપતો હેત તો તેનું વર્તન અગ્ય ગણત, પરંતુ મૃગજળમાંથી પાણીની આશા રાખનાર માણસ તો નિરર્થક કલેશ પામે છે.” વૃદ્ધોએ આ પ્રમાણે કહ્યું, એટલે નીલ મૂગો થઈને ઊભો રહ્યો. હે સ્વામી! આ કારણથી કોલાહલ થતા હતા.” આમ કહીને પ્રતિહારી ગઈ.
હું પણ પ્રિયા નિલયશાની સાથે પાંચ પ્રકારના વિષયસુખના સાગરમાં સુખપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org