________________
સોમશ્રી લંભક
| [ ૨૩૫ ]
વિહાર કરવા લાગ્યો. કોઈ એક વાર નલિયશાએ મને કહ્યું, “આર્યપુત્ર! તમારી પાસે વિદ્યાઓ નથી, એથી વિદ્યારે કદાચ તમારો પરાભવ કરશે. માટે તમે વિદ્યા શીખો. એ વડે તમે દુધર્ષ થશે.” મેં કહ્યું, “ તને રુચે તે પ્રમાણે થાઓ.” પછી તેની અનુમતિથી વિદ્યા ગ્રહણ કરવા માટે હું વૈતાઢ્ય ઉપર આવ્યા. ત્યાં રમણીય પ્રદેશમાં હું પ્રિયા સહિત વિહરવા લાગ્યા. ત્યાં નીલયશાએ સિનગ્ધ અને મનહર, (દર્શનીય) પીંછાંવાળું અને સહજ દેખાતા ચંદ્રકવડે વિચિત્ર પિચ્છકલાપવાળું મોરનું બચ્ચું ફરતું જોયું. અમારી પાસે થઈને જ તે નીકળ્યું તે જોઈને નીલયશાએ કહ્યું, “આર્યપુત્ર! આ મેરના બચ્ચાને પકડી લે, આપણે માટે તે ખેલવાની વસ્તુ થશે. ” મેં કહ્યું, “ભલે.” પછી હું તેની પાછળ ગયો, પણ તે તે વૃક્ષેથી ગહન એવાં વનવિવરોમાં પ્રવેશ્ય અને જોરથી ચાલવા લાગ્યું. એટલે મેં નીલયશાને કહ્યું, “ આ મેરને પકડવાને હું અશકત છું. ખૂબ જ જોરથી ચાલવાને કારણે એ હાથમાં નહિ આવે, માટે તું જ વિદ્યાના બલથી એને પકડી” નીલયશા દોડી અને વિદ્યાના પ્રભાવથી તેની પીઠ ઉપર બેઠી. મેર પણ પિતાની પીઠ ઉપર તેને લઈને દૂર સુધી જઈને, અમારી વચ્ચે અંતર પડયું એટલે, ઊડ. મેં વિચાર કર્યો, “મૃગે રામને છેતર્યા, મને મારે છેતર્યો, ખરેખર મારી પ્રિયાને મેર હરી ગ” પછી હું અટવીમાં ફરવા લાગે.
(૫)
સમશ્રી લંભક ફરતે ફરતે હું એક દિશામાં આગળ ચાલ્યા. ત્યાં મેં મૃગ જોયા. તે પક્ષીઓની જેમ ઊડીને દૂર સુધી જઈને પછી નીચે ઊતર્યા. મને વિચાર થયે, “જેમનું દર્શન ઉત્તમ ગણવામાં આવેલું છે એવા આ વાતમો (ઊડતા મૃગે) મેં જોયા; આ વસ્તુ મોટા લાભનું નિવેદન કરશે, એમ વિદ્વાન લોકેના મુખેથી સંભળાય છે. ” ત્યાંથી હું આગળ ગયે. ત્યાં મેં યૂથમાં ઊભેલી ગાયે જોઈ. મને જોઈને, મારા શરીરની ગંધથી ઉદ્વિગ્ન થયેલી તે ગાયે સમૂહમાં જ મારી પાસે આવી. તેમની ભીડમાં કચરાઈ ન જવાય તે માટે હું પાસેના વૃક્ષ ઉપર ચઢી ગયે. ગાય પણ આસપાસ વીંટળાઈને ઊંચાં મુખ કરીને ઊભી રહી. તેમને એવી અવસ્થામાં જઈને ગોવાળિયાઓ હાથમાં લાકડીઓ લઈને તે પ્રદેશમાં આવ્યા. તેમણે મને જે. પછી તેઓએ ગાયોને હાંકી મૂકી અને મને પૂછ્યું “ તું કયે ઈન્દ્ર છે? છલ કર્યા સિવાય કહે.” મેં કહ્યું, “હું મનુષ્ય છું, માટે ડરશે. નહીં. બે યક્ષિણીઓ (મારા નિમિત્ત) લડતી હતી, એટલે હું નીચે પડ્યો. માટે કહે, આ કયું ગામ છે? અને પાસે કયું નગર આવેલું છે?” તેઓ બોલ્યા, “ અહીં વેદશ્યામપુર નગર છે, ત્યાં કપિલ રાજા છે. અહીં નજદીકમાં જ ગિરિકૂટ નામે ગામ છે.” મેં કહ્યું, “ત્યાં જવા માટે કર્યો માર્ગ છે?” તેઓ બોલ્યા, “કેઈ માર્ગ તો નથી, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org