________________
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
[ ૨૪૬ ]
વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ :
પછી “મધુપિંગલ રાજાની તે પૂર્વકાલના કષિઓએ પણ નિન્દા કરેલ છે,’ એ રીતે સભાના મધ્યમાં તેને તિરસ્કાર કરવામાં આવ્યું, એટલે લજિજત થઈને તે ચાલ્યા ગયે. રાજાઓએ સગરની પ્રશંસા કરી. “સુલસાનું લગ્ન કોની સાથે કરવું એને નિર્દેશ પૂર્વ કાળના ઋષિઓએ જ કરે છે એ પ્રમાણે ક્ષત્રિએ અનુમતિ આપતાં સુલસા સગરને પરણાવવામાં આવી. એના નિવેદથી મધુપિંગલે પુત્રને રાજ્ય આપીને તાપસ તરીકેની દીક્ષા લીધી અને તપ કરીને તે લોકપાલ યમને અમાત્ય મહાકાલ નામે પરમાધાર્મિક દેવ થશે. સગર સુલસાની સાથે ભેગ ભેગવવા લાગ્યું. જેણે કારણ જાણું છે એ મહાકાલ દેવ સગર પ્રત્યે, જે રાજાઓએ તેને તિરસ્કાર કર્યો હતે તેમની પ્રત્યે, તથા વિશ્વભૂતિની પ્રત્યે દ્વેષ કરવા લાગ્યા, તથા “આ સુલસા સગરને પ્રથમ (કુલમર્યાદા તેડીને) વરી છે, માટે જે મારી ગતિ થઈ તે તેની પણ થવી જોઈએ અથવા અસહાય એવી તેણે પ્રાણત્યાગ કરવો જોઈએ” એ પ્રમાણે સુલસા પ્રત્યે પણ દ્વેષ કરતો અને તે સર્વને વધ કરવાની ઈચ્છા હોવા છતાં પણ “વધ કરવાથી તે થોડું જ દુઃખ થશે” એમ વિચારીને તે સર્વને નરકગમનના હેતુને વિચાર કરતો તથા તે માટે પ્રસંગ તાકત (તેમનું મરણ નીપજાવવાના વિચારની ) ઉપેક્ષા કરવા લાગ્યો. નારદ, પર્વતક અને વસુને વૃત્તાન્ત
આ બાજુ, ચેદી વિષયમાં શકિતમતી નગરીમાં ક્ષીરકદંબ નામે ઉપાધ્યાય હતે. તેને પર્વતક નામે પુત્ર હતો. ત્યાં નારદ નામે બ્રાહ્મણ હતો અને વસુ નામે રાજપુત્ર હતો. તે બધા શિષ્યો એકત્ર થઈને(ઉપાધ્યાયને ત્યાં)આર્યવેદનું પઠન કરતા હતા. કાળે કરીને તે પ્રદેશમાં સુખી અને અનુકૂળ ગતિથી વિચરતા બે સાધુઓ ક્ષીરકદંબ ઉપાધ્યાયને ઘેર ભિક્ષાને માટે આવ્યા. તેમાંના એક અતિશયજ્ઞાની હતા. તેમણે બીજા સાધુને કહ્યું, “આ જે ત્રણ જણું છે, તેમાંથી એક રાજા થશે, એક નરકગામી થશે, એક દેવલોકમાં જશે.” પ્રચ્છન્ન સ્થળે ઊભેલા ક્ષીરકદંબ ઉપાધ્યાયે આ સાંભળ્યું. તેને વિચાર થયો, “વસુ તે રાજા થશે, પરંતુ પર્વત અને નારદ એ બે જણામાંથી નરકમાં કોણ જશે?પછી તે બે જણની પરીક્ષા કરવા માટે તેણે એક કૃત્રિમ બકરો કરાવ્યા, તથા તેની અંદર લાખનો રસ ભર્યો. પછી નારદને તેણે કહ્યું. “પુત્ર! આ બકરાને મેં મંત્રથી થંભાવી દીધો છે. આજે કૃષ્ણ પક્ષની આઠમના દિવસે સંધ્યાકાળે તું જજે, અને જ્યાં કોઈ ન જુએ એવા સ્થળે તેને વધુ કરીને જલદી પાછો આવજે. ” પછી નારદ બકરાને લઈને “જ્યાં કઈને સંચાર નહીં હોય એવી શેરીમાં અંધારામાં છાની રીતે શસ્ત્રથી તેને વધ કરીશ” એમ વિચારીને નીકળે, પરંતુ “અહીં તે ઉપરથી તારાગણે પણ જુએ છે” એમ થતાં તે ગહન વનમાં ગયો. ત્યાં તેણે વિચાર્યું, “અહીં સચેતન વનસ્પતિઓ જુએ છે.” પછી તે દેવકુલમાં આ, પણ ત્યાં તો દેવ જોતા હતા. ત્યાંથી નીકળીને તે વિચાર કરવા લાગ્યું, “જ્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org