________________
પદ્મા લભક
(૮)
પદ્મા લભક
એક વાર માવત એક વનહસ્તીને લઇ આવ્યેા. ઉન્નત મુખવાળા, પ્રમાણયુક્ત અને રૂપાળી સૂંઢવાળા, ધનુષના જેવી કમાનદાર આકૃતિયુક્ત વિશિષ્ટ પીઠવાળા, કાચબાના જેવા આકારયુક્ત અને ધેાળા નખવડે અલંકૃત સુન્દર ચરણવાળા, વરાહુના જેવા જઘનભાગવાળા, ઉત્તમ બકરાના જેવી બહુ મેાટી નહીં એવી કુક્ષિવાળા, આગળથી સહેજ ઉન્નત અને સુન્દર વર્ણ યુક્ત જંતુશળવાળા, સરસ દાડિમ-પુષ્પના સમૂહ જેવી કાન્તિ ધારણ કરનાર અધરવાળા તથા સરલ, એકસરખા અને ઉત્તમ વાળવાળા તે હાથીને મે જોયા. તેને જોઇને મેં' વિચાર કર્યો, “ આ હાથી ભદ્ર જાતિના અને સારી રીતે કેળવી શકાય એવા છે. ’’ પછી મેં અંશુમાનને પૂછ્યું, “ આ હાથીને હું ગ્રહણ કરું ? ” તેણે મને વાર્યા અને કહ્યું, “ એ વાતથી ખસ કરો. ” કપિલ રાજાએ પણ મને વાર્યાં, છતાં હું (મહેલમાંથી) નીચે ઊતર્યા અને હાથી પાસે ગયા. હાથીને મે' થાબડથો, એટલે તે પાછા વળ્યો, હું પણ શીઘ્રતાથી બીજી બાજુએ વળી ગયા, એટલે તે ચક્રાકારે ભમવા લાગ્યા. હું ડર્યા વગર મારી જાતને તેનાથી ખચાવતા હતા. પછી મેં હાથીની સામે વજ્ર ફેકયુ, એટલે તે તેની ઉપર પડયો. તે વખતે દંતુશળ ઉપર પગ મૂકીને હું હાથી ઉપર ચઢી ગયા. રાજા તથા અંત:પુર સહિત બધા લેાકેા આશ્ચર્ય પામ્યા, અને આશ્ચર્યની વાત છે’એમ કહેવા લાગ્યા. પછી હું હાથીને ઇચ્છાપૂર્વક ચલાવવા લાગ્યા.
Jain Education International
[ ૨૬૧ ]
હું નિશ્ચિન્તપણે હાથી ઉપર બેઠા હતા ત્યારે લેાકેા મને જોતા જ રહ્યા અને હાથી આકાશમાં ઊડચો, અને ધીરે ધીરે મને લઇ જવા લાગ્યા. કુમાર અંશુમાન પણ અમારી પાછળ પડયો. તે હાથી મને દૂર સુધી લઇ ગયા. પછી ‘ હાથીનું રૂપ ધારણ કરીને આ કાઈ મારું હરણ કરે છે' એમ વિચારીને મેં તેના તાળવા ઉપર પ્રહાર કર્યાં, એટલે તે નીલકંઠ થઇ ગયા, અને મને છેાડીને નાઠા. હું પણુ અટવીમાં એક તળાવમાં પચો, અને ત્યાંથી તરીને બહાર નીકળ્યો. આ કયા દેશ છે? ” એ હું જાણતા નહેાતા તેથી દિગ્મૂઢ થયેલે હું ભમતા ભમતા સાલગુહા નામે સર્નિવેશ પાસે પહોંચ્યા. તે સનિવેશની બહાર ઉદ્યાન હતુ, તેમાં વિશ્રામ કરવાને હું પ્રવેશ્યે. ત્યાં અભગ્નસેન રાજાના કુમારે આયુવિદ્યા શીખતા હતા. મેં તેમને પૂછ્યું, “ શુ તમે ગુરુના ઉપદેશથી શસ્ત્રો વઘેાડા છે ? કે તમારી વમતિથી ? ” તેઓએ ઉત્તર આપ્યા, “ પણૢશ નામે અમારા ઉપાધ્યાય છે. જો તમે આયુવિદ્યા જાણતા હૈ। તે તમારા શિક્ષાગુણુ કેટલે છે તે પણ અમે જોઇએ. ,, દઢ નિશાનવાળા એવા મેં જ્યાં જયાં તેમણે કહ્યું ત્યાં ત્યાં ખાણ માર્યા. મારી ૧. નીલયાના મામાના છેાકરા. વસુદેવ પ્રત્યે એના વૈરભાવના કારણ માટે જુએ નીલચશા લંભકના અંતભાગ.
For Private & Personal Use Only
www.jainelibrary.org