________________
[ ૧૯૪ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
પક્ષીઓ આવ્યાં, તે અમે તેમના શબ્દ ઉપરથી જાણ્યુ'. માંસનાં લાલચુ તે પક્ષીઓએ ભાથડીએ ઉપાડી, પણ તેમાં મારી ભાથડી એ ભારુડ પક્ષીઓએ લીધી. પશુ તે મેં જાણ્યુ શી રીતે ? ( એ પક્ષીઓ વડે ) આકાશમાં ઊંચે-નીચે દડાની જેમ હલાવાતા મને લઇ જવામાં આવતા હતા. આવી રીતે મને દૂર સુધી લઇ જવામાં આવ્યેા. ત્યાં અત્યંત કાપથી લડતાં તે પક્ષીએની ચાંચમાંથી ભાથડી સરકી જતાં હું માટા ધરામાં પડ્યો. પડતાં પડતાં મે છરીથી ભાથડી ચીરી નાખી, અને તરતા તરતા પાણીમાંથી મહાર નીકળ્યા. પછી મે આકાશમાં જોયુ, તે પક્ષીએ વડે સાના માણુસા સહિત લઇ જવાતી ભાથડીએ નજરે પડી, મારી ભાથડી પણ પક્ષોએ લઇ ગયાં. પછી મને વિચાર થયા, “ અહા ! કૃતાન્ત જ મને ત્રાસ આપે છે. અથવા પૂર્વેનાં દુઘ્ધતિને કારણે મારી આવી અવસ્થા થઇ છે. ” વળી મને થયુ, “ મે પુરુષાર્થ કરવામાં તે કંઇ ખામી રાખી નથી. હવે તેા મરવાને માટે આ પર્વત ઉપર ચઢું; ઉપર જ્યાં સમ ભૂમિ આવશે ત્યાંથી નીચે ભુસ્કા મારીશ. આ પ્રમાણે નિશ્ચય કરીને હું પર્વત ઉપર ચઢવા લાગ્યા અને વાંદરાની જેમ હાથ તેમજ પગથી પથરા ઉપર વળગીને જેમ તેમ કરી શિખર ઉપર પહેંચ્યું.
,,
“ આ
,,
(6
ત્યાં અવલેાકન કરતાં મેં પવનથી ફરતું શ્વેત વસ્ત્ર જોયું. મેં વિચાર્યું, કાનુ વસ્ર હશે ? ” વધારે જીણી નજરે જોતાં મને ખ્યાલ આવ્યેા કે, “ આ તા કાઈ સાધુ હાથ ઊંચા કરીને આતાપના લેતા એક પગે ઊભા છે. ” મેં વિચાર્યું કે, “ મારા પુરુષાર્થ સાધુનાં દર્શનથી સફળ થયા છે. સન્તુષ્ટ થયેલા હું સાધુ પાસે પહેાંચ્યા, અને નૈષધિકી કરીને તથા ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વંદન કરીને તેમની સમક્ષ ઊભા રહ્યો તથા હૃદયથી પ્રશંસા કરવા લાગ્યા કે, “ અહા ! ધ્યાનમાં રહેલા આ સાધુ ખરેખર કૃતાર્થ છે. ” સાધુએ મારી સામે ઘણીવાર સુધી તાકી રહીને પછી કહ્યુ, શ્રાવક! અભ્ય ભાનુના પુત્ર તમે ચારુસ્વામી તેા નહીં ? ” મેં કહ્યું, “ ભગવન્ ! હું તે જ છું. એટલે ભગવાને કહ્યું, “ તમે અહીં કેવી રીતે આવ્યા ? ” એટલે મેં ગણિકાગૃહમાં પ્રવેશથી માંડીને પંત ઉપર ચઢવા સુધીના સર્વાં વૃત્તાન્ત કહી સંભળાવ્યેા. પછી સાધુએ પણુ પેાતાના તપ-નિયમ સમાપ્ત થતાં બેસીને કહ્યુ, “ મને આળખા છે. ? જેને તમે મરણુમાંથી ઊગાર્યા હતા તે હું અમિતગતિ છેં. ” મેં કહ્યું, “ ભગવન્ ! એ પછી તમે શું કર્યું" તે મને કહેા. ” એટલે તે કહેવા લાગ્યા—
""
,,
"
અમિતગતિના શેષ વૃત્તાન્ત
"6
‘હું તમારી પાસેથી ઊડયો. પછી મેં' વિદ્યાનું આવાહન કર્યું, એટલે તેણે મને કહ્યુ, “ વૈતાઢ્ય પર્વત ઉપર કાંચનગુહામાં તારી પ્રિયા તારા શત્રુની સાથે છે. ” એટલે હું કાંચનશુઢા ગયા. કરમાઈ ગયેલી જાણે પુષ્પમાળા હાય તેવી તથા દુ:ખસમુદ્રમાં ડૂબેલી સુકુમારિકાને મેં ત્યાં જો. વેતાલ-વિદ્યાની સહાયથી મારું મૃત શરીર તેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org