________________
[ ૨૦૨ ]
વસુદેવ–હિડી : : પ્રથમ ખંડ :
સ'ચાર વડે દિશાઓના સમૂહને કુમુદમય કરતી, હસ્તકમલના સંચાલનથી કમલ પુષ્પના સૌન્દર્યને ધારણ કરતી તથા અનુક્રમે ઉપડતા પગ વડે ઉત્તમ સારસની શાલા ધારતી નાચી.
""
તેને જોઇને મને વિચાર થયા, “ અહા ! આ ચાંડલ-કન્યા શાસ્રને ખરાખર અનુસરીને પોતાના શિક્ષાગુણા દર્શાવે છે. તે રૂપાળી અને વિચક્ષણ હાવા છતાં કેવળ તેની જાતિ કૃષિત છે. કર્મોની ગતિ કુટિલ છે, જેથી કરીને તેણે આ રત્ન આ સ્થાને નાખ્યું છે, તેનામાં રક્ત હૃદયવાળા હું જોતા હતા. ગન્ધ દત્તાએ મને કઇક પૂછ્યું, પણ નાટ્યગુણુ અને ગીતના શબ્દમાં મશગૂલ હેાવાને કારણે મે' તે સાંભળ્યું નહીં, માથી કરીને રીસાઇને તે ‘ મદવશ થઈને ચાંડાલિનીને જોતા મને ઉત્તર પણ આપતા નથી એમ ખેલતી પડાવ ઉપર ચાલી ગઇ. હું પણુ લજ્જા પામીને, ચાંડાલ કન્યાએ ઉપરથી જેમ તેમ કરી મારી દૃષ્ટિ ખેંચી લઈને પડાવ ઉપર ગયા. મને જોતી તે કન્યા પણ સખીઓ સહિત પેાતાને સ્થાને ગઇ. ચાંડાલવૃદ્ધા પ્રણામ કરીને ઊભી રહી.
"
પછી સૂર્ય પશ્ચિમ દિશાએ ગયા-અસ્ત પામ્યા, એટલે પરિજનાએ ગન્ધદત્તાને રથમાં બેસાડી અને રથ દક્ષિણ તરફ્ ચાલ્યા. હું પણુ અનુક્રમે શ્રેણીની સાથે નગરમાં ગયા. ત્યાં પણ પરિજના સામે આવ્યા હતા તેમણે ગન્ધ દત્તાને રથમાંથી ઉતારી. પછી ગન્ધદત્તા વાસગૃહમાં ગઇ અને શય્યામાં બેઠી. મને ગન્ધ દત્તા કહેવા લાગી, “ તમે ચાંડાલી જોઇ ? અને તે વૃદ્ધાને પણ જોઇ ? હંસ શું કમલવનમાં આનંદ ન પામે ?” પણ મે તેને સાગન ખાઈને પ્રસન્ન કરી કે, “ સુન્તરિ ! મેં વિશેષ તા નાટ્ય જોયું હતું અને ગીત સાંભળ્યુ હતું. ચાંડાલીને મે જોઇ નથી. ” પ્રમાણે મારી રાત્રિ વીતી ગઈ.
આ
(૪)
નીલચશા લ’ભક
રાત્રિ વીતી જઈ પ્રભાત થતાં હું નિત્યસંસ્કાર કરીને સભાગૃહમાં બેઠા. તે વખતે દ્વારપાળ મારી પાસે આવ્યે અને કહેવા લાગ્યા, “ સ્વામી ! દેવીએ આપના દર્શનની અભિલાષા રાખે છે; માટે આજ્ઞા કરી. ” મેં કહ્યું, “એમની ઇચ્છા પ્રમાણે ભલે મળવા આવે. ” એટલે થાડી જ વાર પછી, પહેલાં જોયેલી પેલી ચાંડાલવૃદ્ધા મારી નજરે પડી, તે ખાલી, “ પુત્ર ! તું સુખી છે ને? હજારા વર્ષ સુધી તુ જીવ!” આમ ખેલીને તે રિચારાએ આણેલા આસન ઉપર કોઇ પણ પ્રકારના સંકાચ વગર બેઠી. એટલે મે વિચાર કર્યો, “ શું આ રાજાની કૃપાપાત્ર હશે, કે જેથી આ રીતે લેાકેાનાં ઘરમાં પ્રવેશે છે ? તથા આમ આસન ઉપર બેસે છે? ” આમ હું વિચાર કરતા હતા ત્યાં તે વૃદ્ધા ગંભીર અને મધુર વાણીથી એલી, “ ભમુખ ! જે કન્યાને તેં સરાવરના ઉત્સવમાં નૃત્ય કરતી જોઇ હતી તે કન્યા તને આપવાની ઇચ્છાથી હું અહીં આવી છું. જો એ તારે ચેાગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org