________________
નીલયશા લંભક
[ ૨૦૫ ]
પછી પ્રસેનજિતે હક્કાર અને મક્કાર એ બન્નેનું ઉલ્લંઘન થતું જોઈને ત્રીજી ધિક્કારની (જેમાં નિષેધ કરવા માટે “ધિક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે) દંડનીતિ પ્રજી. અનુક્રમે તેની ભાર્યા ચક્ષુષ્કાન્તાએ મનુષેમાં દેવ સમાન મરુદેવ કુમાર અને લક્ષમી જેવી રૂપાળી શ્રીકાન્તા કુમારી એ પ્રમાણે યુગલને જન્મ આપે. અસંખ્ય વર્ષના આયુષ્યવાળે અને છ ધનુષ્યની ઊંચાઈવાળો પ્રસેનજિત કુલકર મરુદેવને પોતાની સમૃદ્ધિ સંપીને પત્ની સહિત સુખપૂર્વ કાળધર્મ પામ્યા. પાંચસો પચાસ ધનુષ્યપ્રમાણ શરીરવાળો મરુદેવ કુલકર હક્કાર, મક્કાર અને ધિક્કાર એ ત્રણે પ્રકારની દંડનીતિ વડે યુગલિકનું પાલન કરતે, દેવની જેમ, મનુષ્યગ ભગવત હતો. સુન્દર રૂપવાળા તથા મનુષ્યલેકની નાભિ (ધરી) સમાન નાભિકુમાર અને સુરવધૂઓ પણ જેના ગુણોને નમસ્કાર કરતી હતી એવી મરુદેવા કુમારી એ પ્રમાણે યુગલને શ્રીકાન્તાએ જન્મ આપે. પછી સંખ્યાતીત વર્ષ કેટિ સુધી જીવીને તથા પ્રજાના પાલનનું કાર્ય નાભિકુમારને સંપીને મરુદેવ કુળકર કાળધર્મ પામ્યા. કઠોર વચનને જેમાં ઉમેરો કરવામાં આવ્યો છે એવી ત્રણ દંડનીતિઓ વડે નાભિકુલકર યુગલિકની રક્ષા કરવા લાગ્યા. સંખેય વર્ષકેટિના આયુષ્યવાળા, પાંચસો પચાસ ધનુષ્ય પ્રમાણ ઊંચા મનોહર શરીરવાળા અને પ્રશસ્ત વાણવાળા તે સુખપૂર્વક વિહરવા લાગ્યા. મરુદેવાનું સ્વપ્નદર્શન અને શ્રીષભદેવને જન્મ
એક વાર ભગવતી મરુદેવા મહામૂલ્યવાન શયામાં સુખપૂર્વક સૂઈ રહેલાં હતાં ત્યારે તેમણે સ્વપ્નમાં આકાશમાંથી ઊતરત વૃષભ જોયે. તેમણે વિચાર્યું કે, “શું આ હાલત ચાલતે રૂપાને પર્વત હશે? અથવા ધવલ મેઘ હશે?” વૃષભ પાસે આવ્યો; ઉત્તમ મુખ, નયન, કાન, ખરી, શીંગડાં, ખૂધ અને પૂંછડાવાળા તે વૃષભને તેમણે જે. મરુદેવાએ બગાસું ખાધું, એટલે તે તેમના મુખમાં પ્રવેશ્ય. “સુન્દર રૂપવાળે આ મહાકાય વૃષભ મારા મુખમાં પ્રવે, તેથી મને કંઈ પણ શરીર પીડા થઈ નથી; ઉલટી પરમ શાન્તિ થઈ છે,’ એમ વિચાર કરતાં મરુદેવા જાગી ઊઠયાં (૧) આ પછી ફરી પાછું સ્વપ્નમાં તેમણે જેમાંથી પાણી વરસી ગયું છે એવા મેઘ સમાન ધવલ દેહવાળા, ઊંચા અને ચાર જંતુશળવાળા રાવણ હાથીને જોયા. (૨) પછી હારના સમૂહ સમાન (ધવલ) કાન્તિવાળા, અગ્નિની જવાળાઓ જેવી કપિલ કેશવાળી વડે વિરાજિત અને પ્રશસ્ત રૂપવાળા સિંહને તેમણે સન્મુખ જે. (૩) સો પાંખડીઓવાળા વિકસિત કમળ ઉપર સુખપૂર્વક બિરાજેલી અને ચાર દિગ્ગજો સાથે આકાશમાંથી ઊતરતી લક્ષમીને પિતે અભિષેક કર્યો. (૪) ઉત્તમ કુસુમોના સંચય વડે તૈયાર કરેલી અને જેમની સુગંધથી દિશાઓ સુવાસિત થયેલી છે એવી બે માળાઓ તેમણે ઈ. (૫) ઉદય પામેલા, અનુક્રમે જ્યના અને પ્રભાને વિસ્તાર કરતા, પ્રકાશના નિવાસસ્થાન એવા અખંડ સૂર્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org